SBI એ તેના કરોડો ગ્રાહકો અંગે જરૂરી સૂચના જારી કરી, સેવિંગ ખાતાના KYC ને લઈ શું કહ્યું બેંકે? જાણો વિગતવાર
જો તમે પણ KYC અપડેટ કરવા માંગો છો અને કોઈ કારણસર તમે હોમ બ્રાન્ચમાં જઈને આ કામ પૂર્ણ કરી શકતા નથી, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તમે હોમ બ્રાન્ચની મુલાકાત લીધા વિના પણ આ પરિપૂર્ણ કરી શકો છો.
SBI KYC UPDATE: KYC અપડેટ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જો તમે સમયસર KYC અપડેટ નહીં કરો, તો આ સ્થિતિમાં બેંક સાથેના તમારા વ્યવહારો બંધ થઈ શકે છે. વાસ્તવમાં તે ગ્રાહક માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે KYC દ્વારા બેંકને તેના ગ્રાહકને જાણવાની તક મળે છે. આવી સ્થિતિમાં જ્યારે ગ્રાહક KYC અપડેટ કરે છે ત્યારે વેરિફાઈડ થાય છે, ગ્રાહકના તમામ વ્યવહારો બેંકની નજર હેઠળ રહે છે.
જો તમે પણ KYC અપડેટ કરવા માંગો છો અને કોઈ કારણસર તમે હોમ બ્રાન્ચમાં જઈને આ કામ પૂર્ણ કરી શકતા નથી, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તમે હોમ બ્રાન્ચની મુલાકાત લીધા વિના પણ આ પરિપૂર્ણ કરી શકો છો. તેમજ KYC ઓનલાઈન પણ અપડેટ કરી શકાય છે. આ માટે SBIએ ગ્રાહકોને જણાવ્યું છે કે KYC કેવી રીતે અપડેટ કરવું.
ગ્રાહકે ટ્વિટ કરીને SBI પાસે મદદ માંગી હાલમાં જ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના એક ગ્રાહકે ટ્વિટ કરીને બેંક પાસે મદદ માંગી હતી. ગ્રાહકે ટ્વીટ કરીને લખ્યું કે હું SBIનો ગ્રાહક છું અને કેટલાક કારણોસર KYC અપડેટ માટે બેંકની હોમ બ્રાન્ચમાં જઈ શકતો નથી. તો હોમ બ્રાન્ચની મુલાકાત લીધા વિના કેવાયસી કેવી રીતે અપડેટ કરી શકાય? જેથી કરીને કોઈપણ સમસ્યા વિના તમારી બેંકિંગ સેવાનો ઉપયોગ કરી શકાય. SBIએ પણ ટ્વીટ કરીને ગ્રાહકના આ સવાલનો જવાબ આપ્યો છે.
@TheOfficialSBI Sir, I am a SBI Customer & I am unable to visit my home branch for KYC. How can I update my KYC without visiting my home branch. Please guide by this way I can update KYC and use banking services without any problem.
— Vijay Kumar (@vijaykumarsit08) November 17, 2021
હોમ બ્રાન્ચની મુલાકાત લીધા વગર KYC અપડેટ કરી શકાય છે બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગ્રાહકો આ પ્રક્રિયાને અનુસર્યા પછી પણ KYC અપડેટ કરી શકે છે.
- ગ્રાહકોએ તેમના KYC દસ્તાવેજો સાથે SBIની કોઈપણ શાખાની મુલાકાત લેવી જોઈએ
- SBIની કોઈપણ શાખામાં જઈને KYC અપડેટ કરવામાં આવશે
- ગ્રાહકો KYC અપડેટ માટે તેમની અરજી ઈમેલ અથવા પોસ્ટ દ્વારા પણ મોકલી શકે છે
- ગ્રાહકો હોમ બ્રાન્ચની મુલાકાત લીધા વિના પણ KYC અપડેટ કરી શકે છે
- તમે SBIની જે પણ બ્રાન્ચમાં જાઓ ત્યારે KYC ના અસલ દસ્તાવેજો તમારી પાસે રાખો.
કયા દસ્તાવેજોની જરૂર પડશે?
- આધાર કાર્ડ
- પાસપોર્ટ
- મતદાર ઓળખ કાર્ડ
- ડ્રાઈવિંગ લાઇસન્સ
- પેન્શન પેમેન્ટ ઓર્ડર
SBI એ ટ્વીટ કરીને તેના ગ્રાહકના પ્રશ્નનો જવાબ આપ્યો છે જેથી ગ્રાહકો તેમની નજીકની SBI શાખામાંથી તેમના કામનો સરળતાથી વ્યવહાર કરી શકે. તમને જણાવી દઈએ કે, KYC અપડેટ કર્યા પછી કોઈ તમારા બેંક ખાતાનો દુરુપયોગ કરી શકશે નહીં.
આ પણ વાંચો : 23 વર્ષનો છોકરો પ્લાસ્ટિકના કચરામાંથી શૂઝ બનાવી રહ્યો છે! ઈમ્પ્રેસ થયેલા આનંદ મહિન્દ્રા ફંડિંગ માટે બતાવી આતુરતા
આ પણ વાંચો : Stock Market: બજારમાં સતત ત્રીજા દિવસે પણ મંદી, Paytm માં રોકાણકારોનું 35,000 કરોડ રૂપિયાનું નુકશાન