AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

23 વર્ષનો છોકરો પ્લાસ્ટિકના કચરામાંથી શૂઝ બનાવી રહ્યો છે! ઈમ્પ્રેસ થયેલા આનંદ મહિન્દ્રા ફંડિંગ માટે બતાવી આતુરતા

કંપનીએ 50 હજારથી વધુ પ્લાસ્ટિકની થેલીઓ અને 35 હજાર પ્લાસ્ટિક બોટલમાંથી સામગ્રીનો ફરીથી ઉપયોગ કર્યો છે. ભાવેના મનમાં આ વિચાર આવ્યો જ્યારે તે વર્ષ 2017માં બેચલર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA)નો અભ્યાસ કરી રહ્યો હતો.

23 વર્ષનો છોકરો પ્લાસ્ટિકના કચરામાંથી શૂઝ બનાવી રહ્યો છે! ઈમ્પ્રેસ થયેલા આનંદ મહિન્દ્રા ફંડિંગ માટે બતાવી આતુરતા
Anand Mahindra and Ashay Bhave
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 7:17 AM
Share

દરેક વ્યક્તિની પોતાની અલગ પ્રતિભા હોય છે અને તે પ્રતિભાને સારી તક મળે તો તેની સફળતા આકાશને આંબી શકે છે. આજે અમે એવા જ એક યુવક વિશે વાત કરીએ છીએ જે ખૂબ જ ધ્યાનાકર્ષક સ્ટાર્ટઅપ ચલાવી રહ્યો છે. આશય ભાવે(Ashay Bhave) 23 વર્ષનો છે, જેણે કચરામાંથી શૂઝ બનાવવાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. આ પ્રતિભા જોઈને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા(Anand mahindra) ખૂબ જ પ્રભાવિત થયા. આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરીને ભાવેની પ્રશંસા કરી અને આ સ્ટાર્ટઅપને ફંડ આપવાની ઓફર કરી છે.

સ્ટાર્ટઅપ વિશે કઈ રીતે ખબર પડી આનંદ મહિન્દ્રાને આશયની આ સર્જનાત્મકતા વિશે નોર્વેના પૂર્વ ડિપ્લોમેટ અને મંત્રી તેમજ યુએનના પૂર્વ એન્વાયરમેન્ટ ચીફ એરિક સોલહેમ(Erik Solheim )ના ટ્વીટ પરથી ખબર પડી. એરિક સોલહેમે પોતાના ટ્વીટમાં આશયનો વીડિયો શેર કર્યો છે સાથે જ આ સ્ટાર્ટઅપના વખાણ કર્યા છે.

આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કર્યું કે ‘આ એવા પ્રકારનું સ્ટાર્ટઅપ્સ છે જેને પણ પ્રોત્સાહિત કરવા જોઈએ નહિ કે આપણે માત્ર મોટા યુનિકોર્નને જ સપોર્ટ કરવો જોઈએ, તેમણે સાથે કહ્યું કે તે જૂતાની જોડી ખરીદવા જઈ રહ્યા છે. શું કોઈ તેમને ખરીદવાની શ્રેષ્ઠ રીત કહી શકે છે.આ સાથે, તેમણે કહ્યું કે તેઓ ભંડોળ એકત્ર કરે ત્યારે તેમને પણ સામેલ કરે….

આશય ભાવેએ જુલાઈ 2021માં સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું આશય ભાવેએ જુલાઈ 2021માં આ સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. તેણે તેનું નામ થેલે રાખ્યું હતું. કંપનીએ 50 હજારથી વધુ પ્લાસ્ટિકની થેલીઓ અને 35 હજાર પ્લાસ્ટિક બોટલમાંથી સામગ્રીનો ફરીથી ઉપયોગ કર્યો છે. ભાવેના મનમાં આ વિચાર આવ્યો જ્યારે તે વર્ષ 2017માં બેચલર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA)નો અભ્યાસ કરી રહ્યો હતો. તેને આ પ્રોજેક્ટ કૉલેજમાં મળ્યો હતો જેના પર તેણે કામ કર્યું હતું

તેનો વિચાર તેને આજે ખૂબ જ સારી સ્થિતિમાં લઈ ગયો છે. એટલે કે હવે તે ખૂબ જ સારો અને સફળ બિઝનેસ મોડલ બની ગયો છે. જો કે કંપની શૂ માર્કેટમાં નાઈકી અને પુમા જેવી બ્રાન્ડ્સને હરાવી શકી નથી પરંતુ આ પ્રતિભાને આગળ લઈ જવા માટે કંપની ટૂંક સમયમાં યુરોપ અને અમેરિકાના બજારોમાં તેના ઉત્પાદનો વેચવાની મોટી યોજના ધરાવે છે.

આ પણ વાંચો:  Stock Market: બજારમાં સતત ત્રીજા દિવસે પણ મંદી, Paytm માં રોકાણકારોનું 35,000 કરોડ રૂપિયાનું નુકશાન

આ પણ વાંચો : India’s Biggest IPO: દેશના સૌથી મોટા IPO નું શેર બજારમાં થયું લિસ્ટીંગ, ઈશ્યુ પ્રાઈઝ રુ. 2150 ના બદલે રુ.1955 પર લિસ્ટ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">