SBI એ 3 મહિનામાં YONO એપથી કરી 100 કરોડ રૂપિયાની કમાણી, જાણો કેવી રીતે થઈ આવક
દિનેશ કુમારના જણાવ્યા અનુસાર SBIએ છેલ્લા બે નાણાકીય વર્ષમાં દર વર્ષે લોકોને 21,000 કરોડ રૂપિયાની પર્સનલ લોન આપી છે. તેમણે કહ્યું કે હવે અમે YONO દ્વારા પૂર્વ-મંજૂર બિઝનેસ લોનમાં પણ વધારો કર્યો છે અને પહેલેથી જ દર મહિને 600 કરોડ રૂપિયા કમાઈ રહ્યા છીએ. દિનેશ કુમાર ખારાએ કહ્યું કે મને ખાતરી છે કે, અમે આ વર્ષના અંત સુધીમાં યોનો એપ દ્વારા ઓછામાં ઓછા રૂ. 29,000-30,000 કરોડનું વિતરણ કરીશું.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ (SBI) YONO એપ દ્વારા દર ક્વાર્ટરમાં તેના ગ્રાહકો પાસેથી ફી તરીકે રૂ. 100 કરોડ કમાઈ રહી છે. ખાસ વાત એ છે કે આ એપ દ્વારા SBI પોતાના ગ્રાહકોને પોતાના ઉત્પાદનો વેચે છે. બેંકના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે, આ નાણાકીય વર્ષના અંત સુધીમાં YONOની લોન બુક 30 હજાર કરોડની નજીક પહોંચી શકે છે. આ એપ વર્ષ 2014માં લોન્ચ કરવામાં આવી હતી.
YONO એપ દ્વારા બેંકના 85% ટ્રાન્ઝેક્શન થયા
SBIના ચેરમેન દિનેશ કુમાર ખારાનું કહેવું છે કે, હાલમાં બેંકના 85% ટ્રાન્ઝેક્શન YONO એપ દ્વારા થઈ રહ્યા છે. આ એપની મદદથી ગ્રાહકો મ્યુચ્યુઅલ ફંડ અને જીવન વીમો પણ ખરીદી શકે છે. તેણે છેલ્લા બે નાણાકીય વર્ષમાં દર વર્ષે રૂ. 21,000 કરોડની વ્યક્તિગત લોન પણ આપી છે. આ ઉપરાંત હવે SBI YONO એપ દ્વારા તેના ગ્રાહકોને પૂર્વ-મંજૂર બિઝનેસ લોન પણ આપી રહી છે.
100 કરોડની કમાણી કરી
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન દિનેશ કુમાર ખારાએ મંગળવારે પાંચમી ગ્લોબલ ફિનટેક સમિટ દરમિયાન આ વાત કહી હતી. તેમણે કહ્યું કે મને એ જણાવતા આનંદ થાય છે કે યોનો અમારી પેટાકંપનીઓ જેવી કે જીવન અને સામાન્ય વીમા શાખાઓ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને અન્યોમાંથી ઉત્પાદનોનું વેચાણ કરીને દર ક્વાર્ટરમાં અમને 100 કરોડ રૂપિયા ફી તરીકે કમાઈ રહી છે.
YONO 2.0 પર કામ કરી રહી છે બેંક
દિનેશ કુમાર ખારાના જણાવ્યા અનુસાર SBIએ છેલ્લા બે નાણાકીય વર્ષમાં દર વર્ષે લોકોને 21,000 કરોડ રૂપિયાની પર્સનલ લોન આપી છે. તેમણે કહ્યું કે હવે અમે YONO દ્વારા પૂર્વ-મંજૂર બિઝનેસ લોનમાં પણ વધારો કર્યો છે અને પહેલેથી જ દર મહિને 600 કરોડ રૂપિયા કમાઈ રહ્યા છીએ.
દિનેશ કુમાર ખારાએ કહ્યું કે મને ખાતરી છે કે, અમે આ વર્ષના અંત સુધીમાં યોનો એપ દ્વારા ઓછામાં ઓછા રૂ. 29,000-30,000 કરોડનું વિતરણ કરીશું. મતલબ કે યોનો પાસે 30,000 કરોડ રૂપિયાની લોન બુક હશે. ચેરમેને એમ પણ કહ્યું કે, બેંક આગામી પેઢીના YONO 2.0 પર કામ કરી રહી છે, જેથી બેંક તેના ગ્રાહકોને શ્રેષ્ઠ નાણાકીય સુવિધાઓ પૂરી પાડી શકે.