SBI CHARGES : આજથી દેશની સૌથી મોટી બેન્ક ચાર્જીસમાં રહી છે ફેરફાર, જાણો કઈ સેવાના કેટલો ચાર્જ ચૂકવવો પડશે

દેશની સૌથી મોટી સરકારી બેંક SBI એ રોકડ ઉપાડ સહિતની સેવાઓ માટેના ચાર્જ બદલવાનો નિર્ણય લીધો છે. આ નિયમો આજે 1 જુલાઇથી અમલમાં આવશે.

SBI CHARGES : આજથી દેશની સૌથી મોટી બેન્ક ચાર્જીસમાં રહી છે ફેરફાર, જાણો કઈ સેવાના કેટલો ચાર્જ ચૂકવવો પડશે
State Bank of India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2021 | 8:46 AM

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBIએ જાહેર કર્યું છે કે 1 જુલાઇથી તે બેઝિક સેવિંગ એકાઉન્ટ માટેના સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવા જઈ રહી છે. ATM withdrawals ઉપરાંત ચેક બુક અને નોન ફાયનાન્શીયલ કામ પણ શામેલ છે.

બેઝિક બચત ખાતા માટે હવે ફ્રી કેશ ટ્રાન્ઝેક્શન માટેની મર્યાદા વધારીને 4 વખત કરવામાં આવી છે. આમાં બેંક ઉપાડ અને એટીએમ ઉપાડ બંને શામેલ છે. આ પછી દરેક ઉપાડ પર 15 રૂપિયા લેવામાં આવશે. આ ચાર્જ એટીએમ અને બ્રાન્ચ ઉપાડ બંને પર લાગુ થશે. BSBD ખાતું ખોલતાં 10 ચેકબુક પેજ નિ: શુલ્ક આપવામાં આવશે. આ એક નાણાકીય વર્ષની મર્યાદા છે ત્યારબાદ ચેકબુક માટે અલગ ફી જમા કરવાની રહેશે. જોકે NEFT, IMPS અને RTGS ટ્રાન્ઝેક્શન સંપૂર્ણ ફ્રી છે.

બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ શું છે આ ખાતા KYC દ્વારા ખોલી શકાશે. આ RUPAY એટીએમ ડેબિટ કાર્ડ પણ મળશે, જેથી તમે કોઈપણ બેંકના એટીએમમાંથી નિ: શુલ્ક 4 રોકડ ઉપાડ કરી શકશો. આ બચત ખાતામાં વાર્ષિક 2.70 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

ક્યાં પ્રકારનો ચાર્જ લેવાશે આ ખાતું BSBD – Basic Savings Bank Deposit તરીકે ઓળખાય છે. જો કોઈ ગ્રાહક નાણાકીય વર્ષમાં 10 નિઃશુલ્ક ચેક બુક ઉપરાંત 10 પાનાની ચેક બુક લે છે તો 40 રૂપિયા લેવામાં આવશે. 25 પૃષ્ઠ માટે 75 ચાર્જ લેવામાં આવશે. ઇમરજન્સી સેવા હેઠળ 10 પાના માટે 50 રૂપિયા લેવામાં આવશે. જીએસટીનો અલગથી સમાવેશ કરવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો માટે કોઈ શુલ્ક નથી. બેન્કે બીએસબીડી ખાતા સાથે RuPay કાર્ડ ઇસ્યુ કર્યું છે. આ કાર્ડ વિના મૂલ્યે આપશે

SBIનો નિયમ બદલાશે સ્ટેટ બેંકે કહ્યું છે કે 1 જુલાઇ, 2021 થી એસબીઆઇ ખાતાધારકો માટે નવા સર્વિસ ચાર્જ લાગુ થશે. ચાર્જમાં ફેરફાર એટીએમ ઉપાડ, ચેક બુક, મની ટ્રાન્સફર અને અન્ય વ્યવહારોમાં કરવામાં આવશે. એસબીઆઇએ આ ખાતાઓને ન્યૂનતમ બેલેન્સની મુશ્કેલીથી મુક્ત રાખ્યા છે. એટલે કે ન્યૂનતમ બેલેન્સ શૂન્ય છે. ખાતા ધારકોને Rupay એટીએમ કમ ડેબિટ કાર્ડ મળે છે.

IFSC અંગે Banking ક્ષેત્રમાં આ પણ આવ્યો છે ફેરફાર Syndicate bank નો Canara Bank માં વિલય થયો છે અને તેની બેંકિંગ ડિટેઇલ બદલાવાની છે. કેનેરા બેંકે કહ્યું છે કે અગાઉના સિન્ડિકેટ બેંક શાખાઓનો IFSC કોડ 1 જુલાઇ 2021 થી બદલાશે. કેનેરા બેંકે કહ્યું કે ગ્રાહકોએ NEFT/ RTGS/IMPS દ્વારા ભંડોળ મેળવવા માટે નવા કેનેરા આઈએફએસસી કોડનો ઉપયોગ કરવો પડશે. નવું આઈએફએસસી યુઆરએલ, Canarabank.com/IFSC.Html અથવા કેનેરા બેંકની વેબસાઇટની મુલાકાત લઈને અથવા કોઈપણ કેનેરા બેંક શાખાની મુલાકાત લઈને એકસેસ કરી શકાય છે. પૂર્વ સિન્ડિકેટ બેંકના ગ્રાહકોને બદલાયેલા આઇએફએસસી અને એમઆઇસીઆર કોડ સાથે નવી ચેક બુક લેવાની રહેશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">