AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBFC Finance IPO : આ IPO ને મળ્યું જબરદસ્ત રોકાણ, લિસ્ટિંગ પહેલા જ 70% નફો દેખાઈ રહ્યો છે

SBFC Finance IPO : નોન-બેંકિંગ ફાયનાન્સ કંપની SBFC ફાયનાન્સમાં લોકોએ ઉત્સાહ સાથે રોકાણ કર્યું છે. SBFC Finance IPO 74 ગણો ઓવરસબ્સ્ક્રાઇબ થયો છે. કંપનીના શેરને પણ ગ્રે માર્કેટમાં જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. SBFC Financeનો IPO 3જી ઑગસ્ટના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો

SBFC Finance IPO : આ IPO ને મળ્યું જબરદસ્ત રોકાણ, લિસ્ટિંગ પહેલા જ 70% નફો દેખાઈ રહ્યો છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2023 | 8:19 AM
Share

SBFC Finance IPO : નોન-બેંકિંગ ફાયનાન્સ કંપની SBFC ફાયનાન્સમાં લોકોએ ઉત્સાહ સાથે રોકાણ કર્યું છે. SBFC Finance IPO 74 ગણો ઓવરસબ્સ્ક્રાઇબ થયો છે. કંપનીના શેરને પણ ગ્રે માર્કેટમાં સારી સ્થિતિ જોવા મળી રહી છે. SBFC Financeનો IPO 3જી ઑગસ્ટના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો અને IPO 7મી ઑગસ્ટે બંધ થઈ ગયો છે. કંપનીના શેર 16 ઓગસ્ટના રોજ સ્ટોક એક્સચેન્જમાં દસ્તક આપી શકે છે.

SBFC Finance IPO GMP રૂપિયા 40  આસપાસ

SBFC ફાયનાન્સ IPOની પ્રાઇસ બેન્ડ રૂ 54-57 છે. કંપનીના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 40 રૂપિયા સુધી પહોંચી ગયું છે. જો કંપનીના શેર રૂ.57ના અપર પ્રાઇસ બેન્ડ પર ફાળવવામાં આવે તો કંપનીના શેર રૂ.97ના ભાવે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે. એટલે કે, SBFC ફાયનાન્સના IPOમાં રોકાણકારો લિસ્ટિંગના દિવસે જ 70% થી વધુ નફો કરી શકે છે. કંપનીના IPOમાં શેરની ફાળવણી 10 ઓગસ્ટના રોજ ફાઇનલ થશે.

SBFC Finance  IPO 74 ગણો સબસ્ક્રાઇબ થયો

SBFC ફાયનાન્સ IPO 74.03 વખત સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે. આ ડેટા સમાચાર લખાય છે ત્યાં સુધીનો છે. કંપનીના IPOનો રિટેલ ક્વોટા 11.54 ગણો સબસ્ક્રાઇબ થયો છે. જ્યારે, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (QIB) ક્વોટા 203.61 વખત સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે. જ્યારે નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII)નો ક્વોટા 51.81 ગણો સબસ્ક્રાઇબ થયો છે. કંપનીના IPOમાં કર્મચારીઓનો ક્વોટા 6.15 ગણો સબસ્ક્રાઇબ થયો છે.

ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (QII) એ તેમના ક્વોટા શેર માટે 6.71 ગણી બિડ કરી છે. કંપનીએ કર્મચારીઓ માટે રૂ. 10.25 કરોડના શેર અલગ રાખ્યા હતા અને તેઓએ તેમના શેરના 2.44 ગણા સબસ્ક્રાઇબ કર્યા છે. તેઓને આ શેર્સ ઓફર ભાવથી પ્રતિ શેર રૂ. 2ના ડિસ્કાઉન્ટ પર મળશે.

SBFC Finance IPO  સંબંધિત વિગતો

IPOનો અડધો ભાગ QIB માટે, 15 ટકા NII માટે અને બાકીનો 35 ટકા રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યો છે. SBFC ફાઇનાન્સ એ નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની છે. ક્લેરમોન્ટ ગ્રુપ અને આર્પવુડ ગ્રુપે તેમાં રોકાણ કર્યું છે. કંપની તેના IPO દ્વારા રૂ. 1,025 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપનીએ આ અગાઉ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 304.42 કરોડ મેળવ્યા હતા. આ શેર એન્કર રોકાણકારોને શેર દીઠ રૂ. 57ના ભાવે ફાળવવામાં આવ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">