AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabka Sapna Money Money: Mutual Fundsને ક્યારે સ્વિચ કરવુ અને ક્યારે રિડીમ કરવું જોઇએ ? જાણો કયા પરિબળો પહોંચાડે છે અસર

મ્યુચ્યુઅલ ફંડ સ્વિચ કરવાનો અર્થ છે નાણાં એક સ્કીમમાંથી બીજી સ્કીમમાં ટ્રાન્સફર કરવા. આ સમગ્ર પ્રક્રિયામાં તમારું રોકાણ માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. તો બીજી તરફ રિડીમ એટલે સ્કીમમાંથી પૈસા ઉપાડવા. એટલે કે તમે રોકેલા નાણાંને ઉપાડીને તમે તેને ઉપયોગ એટલે કે ખર્ચ કરી શકો છો અથવા અન્ય જગ્યાએ રોકાણ કરી શકો છો.

Sabka Sapna Money Money: Mutual Fundsને ક્યારે સ્વિચ કરવુ અને ક્યારે રિડીમ કરવું જોઇએ ? જાણો કયા પરિબળો પહોંચાડે છે અસર
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2023 | 9:15 AM
Share

Mutual Funds : આજના સમયમાં રોકાણ (Investment) કરવા માટે લોકો Mutual Fundsને ખૂબ જ સારો વિકલ્પ માને છે. જો તમે પણ Mutual Fundsમાં નાણાનું રોકાણ કર્યુ છે તો તમારે આ નાણાંને ક્યારે સ્વિચ કરવા અને ક્યારે તેને રિડીમ કરવા તે અંગે માહિતી મેળવી લેવી જોઇએ. તમારી યોગ્ય સમજ તમને ટેક્સ બચાવવામાં પણ મદદ કરી શકે છે.

આ પણ વાંચો- Sabka Sapna Money Money: પ્રથમ વખત રોકાણ કરનારા માટે હાઇબ્રિડ ફંડ શા માટે છે શ્રેષ્ઠ? જાણો ઇક્વિટી અને મલ્ટી એસેટ ફંડ શું છે

મ્યુચ્યુઅલ ફંડ સ્વિચ કરવાનો અર્થ છે નાણાં એક સ્કીમમાંથી બીજી સ્કીમમાં ટ્રાન્સફર કરવા. આ સમગ્ર પ્રક્રિયામાં તમારું રોકાણ માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. તો બીજી તરફ રિડીમ એટલે સ્કીમમાંથી પૈસા ઉપાડવા. એટલે કે તમે રોકેલા નાણાંને ઉપાડીને તમે તેને ઉપયોગ એટલે કે ખર્ચ કરી શકો છો અથવા અન્ય જગ્યાએ રોકાણ કરી શકો છો.

કયા સમયે કયો વિકલ્પ યોગ્ય રહેશે ?

Mutual Fundsને સ્વિચ કરતા અથવા રિડીમ કરતા પહેલા કેટલાક પરિબળોને ધ્યાનમાં લેવા ખૂબ જ જરુરી છે. તમારે તમારા નાણાકીય લક્ષ્ય અને પછી તમારી રોકાણ વ્યૂહરચના જોવી. સાથે જ રોકાણની સ્થિતિ અને બજારની સ્થિતિ પર નજર રાખવી. આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને જ તમારે નાણાં ઉપાડવા છે કે અન્ય સ્કીમમાં ટ્રાન્સફર કરવા છે તે નક્કી કરવું જોઇએ.

Mutual Funds ક્યારે સ્વિચ કરવા ?

મ્યુચ્યુઅલ ફંડ સ્વિચ કરવાનો અર્થ એ છે કે તમારા પૈસા એક ફંડમાંથી ઉપાડવામાં આવે છે અને બીજા ફંડમાં રોકાણ કરવામાં આવે છે. જો કે આ ભંડોળ એક જ ફેમિલીનું હોવું જોઈએ. આ માટે તમારે ત્રણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

  1. પ્રથમ છે રોકાણની રણનીતિ- જો તમને લાગે કે એક જ ફેમિલીના અન્ય ફંડનું વળતર વધુ સારું છે, તો તમે સ્વિચ કરી શકો છો.
  2. બીજું છે ટેક્સ પર ધ્યાન આપવુ- જો તમે તેને ટેક્સેબલ ખાતામાંથી સ્વિચ કરો છો, તો તમારે તેના પર કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડી શકે છે.
  3. ત્રીજી વસ્તુ છે ફી અને ખર્ચ- તમારે રોકાણને સ્વિચ કરતા પહેલા તેના પર લેવામાં આવતી ફી અને થતા ખર્ચની ચકાસણી પહેલેથી જ કરી લેવી જોઇએ.

જો તમે રિડીમ કરવાનું વિચારી રહ્યા છો, તો પહેલા તમારે તમારું હોલ્ડિંગ વેચવું પડશે અને તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા પડશે. આ માટે સૌ પ્રથમ ફાયનાન્શિયલ ગોલ પર ધ્યાન આપો. જો તમારા નાણાકીય લક્ષ્યો બદલાઈ ગયા છે અને હવે તમે જૂના ફંડમાં રોકાણ કરવાનું ચાલુ રાખવા માગતા નથી તો રિડીમ કરવું વધુ સારું રહેશે.

બીજું તમારે તમારા રોકાણના પર્ફોમન્સ અને રિસ્ક પર ધ્યાન આપવું જોઈએ. જો તમારા રોકાણ પર રિસ્ક વધી રહ્યું છે અથવા તેના વળતરમાં ઘટાડો થઈ રહ્યો છે, તો પણ તમે તમારા પૈસા રિડીમ કરી શકો છો. જો તમે ટૂંકા ગાળા માટે રોકાણ કર્યું છે અને નજીકના ભવિષ્યમાં પૈસાની જરૂર છે, તો તમારા મ્યુચ્યુઅલ ફંડને રિડીમ કરવું વધુ સારું રહેશે. જેથી ફંડને રિડીમ કરવું અથવા સ્વિચ કરવું એ સંપૂર્ણપણે તમારા નિર્ણય પર આધારિત છે. તમારી જરૂરિયાત અને ક્ષમતા અનુસાર તમારે બેમાંથી એકની પસંદગી કરવી જોઈએ.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">