Sabka Sapna Money Money : દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ કરવા તૈયાર છો ? જાણો PPF કે SIPમાંથી શેમાં કરવુ રોકાણ

તમારે ભવિષ્યની આર્થિક જરુરિયાતોને પહોંચી વળવા નાણાં એકત્ર કરવા જરુરી બને છે. જો તમે તમારા નાણાંનો ગ્રોથ કરવા માગો છો તો તેના માટે રોકાણ (Investment) કરવુ જરુરી છે. જો તમે નિયમિત અને લાંબા ગાળાના રોકાણ વિકલ્પો વિશે વિચારી રહ્યા છો તો તમારી પાસે બે વિકલ્પ રહેશે. પ્રથમ છે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને બીજું છે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP).

Sabka Sapna Money Money : દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ કરવા તૈયાર છો ? જાણો PPF કે SIPમાંથી શેમાં કરવુ રોકાણ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2023 | 11:23 AM

PPF vs SIP: તમે નોકરી કે નાનકડો વ્યવસાય કરો છો તો તમારે ભવિષ્યની આર્થિક જરુરિયાતોને પહોંચી વળવા નાણાં એકત્ર કરવા જરુરી બને છે. જો તમે તમારા નાણાંનો ગ્રોથ કરવા માગો છો તો તેના માટે રોકાણ (Investment) કરવુ જરુરી છે. જો તમે નિયમિત અને લાંબા ગાળાના રોકાણ વિકલ્પો વિશે વિચારી રહ્યા છો તો તમારા પાસે બે વિકલ્પ રહેશે. પ્રથમ છે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને બીજું છે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP).

આ પણ વાંચો- Sabka Sapna Money Money : નોકરી બદલ્યા બાદ વધી ગઇ છે સેલેરી ? SIPમાં રોકાણ વધારશો કે લોન ચુકવશો ? જાણો શું યોગ્ય રહેશે

આ બંને વિકલ્પો વિવિધ એસેટ ક્લાસના હોવા છતાં લાંબા ગાળા માટે નિયમિતપણે રોકાણ કરનારાઓમાં તેમની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને તેમની એકબીજા સાથે સરખામણી કરવાથી સામાન્ય રોકાણકારોને યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળી શકે છે. અમે SIP અને PPF ના લાંબા ગાળાના વળતરની પણ તુલના કરીશું, પરંતુ પહેલા બંનેની વિશેષતાઓ પર એક નજર કરીએ.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

1. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) ખાતું એ લાંબા ગાળાની બચત યોજના છે જેના દ્વારા રિટેલ રોકાણકારો એક નોંધપાત્ર રિટાયરમેન્ટ કોર્પસ બનાવી શકે છે. તેની કેટલીક વિશેષતાઓને લીધે PPF સામાન્ય રોકાણકારોમાં ખૂબ જ લોકપ્રિય છે.

EEE ટેક્સ બેનિફિટ

PPF ખાતામાં વાર્ષિક રૂ. 1.5 લાખ સુધીના રોકાણ પર આવકવેરાની કલમ 80C હેઠળ કર મુક્તિ મળે છે. આ સિવાય તેના પર મળતું વ્યાજ અને મેચ્યોરિટી રકમ પણ ટેક્સ ફ્રી છે. તેથી જ તેને Exempt-Exempt-Exempt એટલે કે ટ્રિપલ E (EEE) લાભ યોજના સાથેની યોજના કહેવામાં આવે છે.

સરકાર દ્વારા નિર્ધારિત વ્યાજ દર

સરકાર સમયાંતરે પીપીએફ ખાતા પર વ્યાજનો દર નક્કી કરે છે. દર ત્રણ મહિને તેની સમીક્ષા કરવામાં આવે છે. હાલમાં PPF યોજનાનો વાર્ષિક વ્યાજ દર 7.1% છે. સરકાર સમર્થિત યોજના હોવાને કારણે પીપીએફમાં રોકાણ સંપૂર્ણપણે સલામત માનવામાં આવે છે. આ જ કારણ છે કે સામાન્ય રોકાણકારો તેમાં નાણાંનું રોકાણ કરવાનું પસંદ કરે છે. તમે PPF ખાતામાં ઓછામાં ઓછા રૂ. 500 થી વધુમાં વધુ રૂ. 1.5 લાખ સુધીની કોઈપણ રકમ એક વર્ષમાં રોકાણ કરી શકો છો. આ મર્યાદાને ધ્યાનમાં રાખીને તમારી પાસે જે પણ રકમ છે તે આખા વર્ષ દરમિયાન તમારા PPF ખાતામાં જમા કરી શકાય છે. તમે તમારી અનુકૂળતા અને ક્ષમતા અનુસાર તમારી નિવૃત્તિ કોર્પસ તૈયાર કરી શકો છો.

લોક-ઇન સમયગાળો

PPF એકાઉન્ટનો લોક-ઇન સમયગાળો 15 વર્ષનો છે. જો કે ચોક્કસ સંજોગોમાં 7 વર્ષ પછી આંશિક ઉપાડની મંજૂરી છે. આટલો લાંબો લોક-ઇન પિરિયડ રાખવાનું કારણ આ સ્કીમનો સામાન્ય રોકાણકારો માટે નિવૃત્તિ કોર્પસ બનાવવાનો છે.

2. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)

સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો સારો વિકલ્પ માનવામાં આવે છે. દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ કરવાથી લાંબા સમય સુધી સારું ફંડ જનરેટ કરી શકાય છે. ત્રણ વર્ષના લૉક-ઇન સાથે SIP પર કર લાભો પણ ઉપલબ્ધ છે. ચાલો SIP ના મહત્વના લક્ષણો પર એક નજર કરીએ.

ફ્લેક્સિબિલીટી

તમે ખૂબ જ ઓછી જેમ કે માત્ર 100 રુપિયા સુધીની રકમ સાથે પણ SIPમાં રોકાણ કરવાનું શરૂ કરી શકો છો. સમય સાથે તમે તેને વધારી પણ શકો છો. આ સુગમતાને કારણે નાના રોકાણકારો પણ તેનો લાભ લઈ શકે છે.

ટેક્સ બેનિફિટ

SIP દ્વારા ઇક્વિટી ફંડમાં રોકાણ કરવાથી પણ ટેક્સ બેનિફિટ મળે છે. આ ટેક્સ બેનિફિટ બે રીતે ઉપલબ્ધ છે. જો તમે SIP દ્વારા ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ (ELSS) માં રોકાણ કરો છો, તો તમને 1.5 લાખ રૂપિયા સુધીના વાર્ષિક રોકાણ પર કલમ ​​80C હેઠળ કર મુક્તિ મળે છે. એટલું જ નહીં 80C ટેક્સ બેનિફિટ સાથેના તમામ રોકાણ વિકલ્પોમાં SIP માત્ર 3 વર્ષનો સૌથી ટૂંકો લોક-ઇન સમયગાળો ધરાવે છે. જ્યારે અન્ય તમામ વિકલ્પોમાં તે ઓછામાં ઓછા 5 વર્ષ છે.

આ સિવાય, જો મ્યુચ્યુઅલ ફંડ્સ 1 વર્ષ કે તેથી વધુ સમય સુધી હોલ્ડિંગ કર્યા પછી વેચવામાં આવે છે, તો તેના પર મળેલા નફાને લોંગ ટર્મ કેપિટલ ગેઇન (LTCG) તરીકે ગણવામાં આવે છે, જેના પર તમારા ઇન્કમ ટેક્સ સ્લેબના સ્થાને 15% ના ફ્લેટ રેટનો ટેક્સ લાગશે. આ LTCG ટેક્સ એક વર્ષમાં 1 લાખ રૂપિયાથી વધુના નફા પર પણ લાગુ થાય છે. 1 વર્ષથી વધુ સમય માટે રાખેલા ભંડોળ પર રૂ. 1 લાખ સુધીનો નફો સંપૂર્ણપણે કરમુક્ત છે.

વધુ સારી વળતરની સંભાવના

SIP શેર બજાર સાથે જોડાયેલી હોવાથી લાંબા ગાળાના રોકાણ પર વધુ સારા વળતર માટે ઘણો અવકાશ છે. SIPમાં લાંબા ગાળાના રોકાણ પર એટલે કે 3 કે 5 વર્ષમાં 12 ટકા કે તેથી વધુ સરેરાશ વાર્ષિક વળતર મેળવવું એ કોઈ મોટી વાત નથી. આ વધુ સારું વળતર લાંબા ગાળે સંપત્તિ નિર્માણમાં ખૂબ અસરકારક સાબિત થાય છે.

રિસ્ક મેનેજમેન્ટ

SIP સામાન્ય રીતે પ્રોફેશનલ ફંડ મેનેજરો દ્વારા મેનેજ કરવામાં આવે છે, જેઓ ઇક્વિટીમાં સીધા રોકાણ કરતાં વધુ સારી રીતે જોખમનું સંચાલન કરવાની ક્ષમતા ધરાવે છે. એકસાથે રોકાણ કરવાને બદલે લાંબા સમય સુધી દર મહિને નાની રકમનું રોકાણ કરવાથી પણ સરેરાશ અને ચક્રવૃદ્ધિનો લાભ મળે છે.આ તમારા રોકાણ પર બજારની વધઘટની અસરને ઘટાડે છે. પરંતુ સારા રિસ્ક મેનેજમેન્ટનો અર્થ એ નથી કે SIP દ્વારા ઇક્વિટી રોકાણ સંપૂર્ણપણે જોખમ મુક્ત છે. શેરબજારમાં કોઈપણ રીતે રોકાણ કરવામાં આવે તેમાં હંમેશા કોઈને કોઈ જોખમ રહેલું જ છે.

જાતે જ નિર્ણય લો કે તમારા માટે શું સારું છે?

દેખીતી રીતે 15 વર્ષ માટે સમાન રકમનું રોકાણ કરીને વ્યક્તિ PPF કરતાં SIPમાં વધુ વળતર મેળવવાની અપેક્ષા રાખી શકે છે, પરંતુ એ ન ભૂલવું જોઈએ કે PPFમાં ગેરંટીકૃત વળતર ઉપલબ્ધ છે, તે પણ EEE કર લાભ સાથે. જ્યારે SIP દ્વારા ઇક્વિટી રોકાણમાં બજાર સંબંધિત જોખમ હાજર છે. તેના વળતરની ગણતરી પણ અંદાજિત છે કારણ કે ઈક્વિટીમાં રોકાણ પર વળતરની કોઈ ગેરંટી નથી.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
g clip-path="url(#clip0_868_265)">