AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સબકા સપના મની મની: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ દ્વારા કરો કમાણી, આવી રીતે 10 લાખ રૂપિયા થયા 5.49 કરોડ

વેલ્યુ રિસર્ચ ડેટા મૂજબ 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં આ સ્કીમની એસેટ અંડર મેનેજમેન્ટ એટલે કે AUM 24,060.99 કરોડ રૂપિયા હતી. મલ્ટી એસેટ એલોકેશન કેટેગરી આ રકમના અંદાજે 57 ટકા હિસ્સો ધરાવે છે. 31 ઓક્ટોબર, 2002ના રોજ 10 લાખ રૂપિયાનું એક સાથે રોકાણ કર્યું હોય તો 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં લગભગ 5.49 કરોડ રૂપિયા થાય છે.

સબકા સપના મની મની: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ દ્વારા કરો કમાણી, આવી રીતે 10 લાખ રૂપિયા થયા 5.49 કરોડ
રોજના 10-20 રૂપિયા બચાવીને કોઈપણ વ્યક્તિ કરોડપતિ બની શકે છે. તેના માટે માત્ર લાંબા ગાળાના રોકાણની જરૂર પડશે. જો તમે દરરોજ 10 રૂપિયા બચાવો છો, તો તે મહિનામાં 300 રૂપિયા થઈ જાય છે. તેને મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરો. જો તમે 35 વર્ષ સુધી દર મહિને 300 રુપિયાની SIP કરો છો અને તેના પર 18% વળતર મેળવી શકો છો, તો 35 વર્ષ પછી તમને કુલ 1.1 કરોડનું વળતર મળી શકે છે.
| Updated on: Nov 20, 2023 | 8:27 PM
Share

રોકાણકારો હાલ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી વધારે કમાણી કરી રહ્યા છે. મલ્ટી એસેટ એલોકેશન ફંડે ઈન્વેસ્ટર્સને વધારે સારું વળતર આપ્યું છે. આંકડા મૂજબ આ ફંડે 21 વર્ષમાં વાર્ષિક ધોરણે 21 ટકાના દરે રિટર્ન આપ્યું છે. ICICI પ્રુડેન્શિયલ મલ્ટી એસેટ ફંડ, સૌથી મોટા મલ્ટિ એસેટ એલોકેશન ફંડ્સમાંથી એક છે, જેણે 21 વર્ષ પૂરા કર્યા છે. વેલ્યુ રિસર્ચ ડેટા મૂજબ 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં આ સ્કીમની એસેટ અંડર મેનેજમેન્ટ એટલે કે AUM 24,060.99 કરોડ રૂપિયા હતી.

એક સાથે 10 લાખ રૂપિયાનું રોકાણ

મલ્ટી એસેટ એલોકેશન કેટેગરી આ રકમના અંદાજે 57 ટકા હિસ્સો ધરાવે છે. આ સ્કીમની શરૂઆતના સમયે એટલે કે 31 ઓક્ટોબર, 2002ના રોજ 10 લાખ રૂપિયાનું એક સાથે રોકાણ કર્યું હોય તો 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં 21 ટકા CAGRના દરે લગભગ 5.49 કરોડ રૂપિયા થાય છે.

SIP વાર્ષિક રિટર્ન 17.5 ટકા રહ્યું

ICICI પ્રુડેન્શિયલના મલ્ટી એલોકેશન ફંડની આ સ્કીમ નિફ્ટી 200 TRI જેવા સરખા બેન્ચમાર્કમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કરીને, અંદાજે 2.57 કરોડ રૂપિયાનું વળતર આપ્યું છે. તેમાં ચક્રવૃદ્ધિ વ્યાજના દરે વાર્ષિક 16 ટકા રિટર્ન આપ્યું છે. IPRU સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP ના રિટર્નની વાત કરીએ તો, જે ઈન્વેસ્ટર્સે 21 વર્ષ પહેલા 10,000 રૂપિયાની SIP દ્વારા 25.2 લાખ રૂપિયાનું રોકાણ થાય છે. આ રકમ 30 સપ્ટેમ્બર સુધીમાં કુલ 2.1 કરોડ રૂપિયા થાય છે. તે મૂજબ વાર્ષિક રિટર્ન 17.5 ટકા રહ્યું છે.

આ પણ વાંચો : સબકા સપના મની મની: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ દ્વારા કરો કમાણી, મલ્ટી એસેટ ફંડ્સમાં રોકાણકારોને થઈ રહ્યો છે મોટો નફો

આ રીતે વધે છે તમારા રૂપિયા

ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડમાં એક ટીમ દ્વારા નક્કી કરવામાં આવે છે કે નાણાંનું રોકાણ કેવી રીતે કરવું. ઈક્વિટી, ડેટ અને કોમોડિટી એસેટ ક્લાસના ફંડ મેનેજર એક ટીમ બનાવે છે અને સાથે મળીને તેઓ ઈન્વેસ્ટમેન્ટ પાટે નિર્ણય લે છે. તેનાથી રોકાણકારોને સ્કીમનો એસેટ ક્લાસ નક્કી કરવા માટે ફંડ મેનેજરની કુશળતાનો ફાયદો મળે છે.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">