AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rustomjee ગ્રુપની કંપની કીસ્ટોન રિયલ્ટર્સે IPO દ્વારા એકત્ર કરશે 850 કરોડ રૂપિયા, જાણો કંપનીની નાણાકીય સ્થિતિ

31 માર્ચ 2022 સુધીમાં રિયલ એસ્ટેટ કંપનીએ મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં 32 પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે. 12 પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે અને 19 પ્રોજેક્ટ લોન્ચ થવાના છે. રુસ્તમજી બ્રાન્ડ એફોર્ડેબલ, મિડ એન્ડ માસ, એસ્પિરેશનલ, પ્રીમિયમ અને સુપર પ્રીમિયમ કેટેગરી ધરાવે છે.

Rustomjee ગ્રુપની કંપની કીસ્ટોન રિયલ્ટર્સે IPO દ્વારા એકત્ર કરશે 850 કરોડ રૂપિયા, જાણો કંપનીની નાણાકીય સ્થિતિ
IPO (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2022 | 5:45 PM
Share

રૂસ્તમજી ગ્રૂપની (Rustomjee Group) કંપની કીસ્ટોન રિયલ્ટર્સે (KEYSTONE REALTORS) IPO દ્વારા રૂ. 850 કરોડ એકત્ર કરવા માટે સેબી (SEBI) પાસે પ્રારંભિક દસ્તાવેજો સબમિટ કર્યા છે. ડ્રાફ્ટ દસ્તાવેજો અનુસાર IPO હેઠળ રૂ. 700 કરોડ સુધીના નવા શેર જાહેર કરવામાં આવશે. કંપનીના પ્રમોટર્સ રૂ. 150 કરોડ સુધીની ઑફર ઑફ સેલ (OFS) લાવશે. OFSમાં બોમન રૂસ્તમ ઈરાની, પર્સી સોરાબજી ચૌધરી અને ચંદ્રેશ દિનેશ મહેતા દ્વારા અનુક્રમે રૂ. 75 કરોડ, રૂ. 37.5 કરોડ અને રૂ. 37.5 કરોડમાં શેરના વેચાણનો સમાવેશ થાય છે.

કીસ્ટોન રિયલ્ટર્સ તેની પેટાકંપનીનું દેવું ચૂકવવા માટે IPOમાંથી ઊભા કરાયેલા નાણાંમાંથી રૂ. 427 કરોડ ખર્ચશે. વધુમાં કંપની કેટલીક રકમનો ઉપયોગ લોનની ચુકવણી અથવા પૂર્વ ચુકવણી માટે કરશે અને બાકીની રકમનો ઉપયોગ ભવિષ્યના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

જાણો કંપનીની નાણાકીય સ્થિતિ

એક્સિસ કેપિટલ અને ક્રેડિટ સુઈસ ઈસ્યુના મેનેજર છે. નાણાકીય વર્ષ 2021માં કંપનીની Consolidated Revenue રૂ. 848.72 કરોડ રહી હતી. નાણાકીય વર્ષ 2020માં કંપનીની આવક 1211.47 કરોડ રૂપિયા હતી. નાણાકીય વર્ષ 2021માં કંપનીનો ચોખ્ખો નફો અગાઉના નાણાકીય વર્ષમાં રૂ. 14.50 કરોડની સરખામણીએ રૂ. 231.82 કરોડ હતો. ડિસેમ્બર 2021 સુધીમાં કંપની પર કુલ રૂ. 1,439.18 કરોડનું દેવું હતું. માઈક્રો માર્કેટમાં આ એક પ્રખ્યાત રિયલ એસ્ટેટ ડેવલપર્સ છે. જુહુ, બાંદ્રા પૂર્વ, ખાર, ભાંડુપ, વિરાર અને થાણેમાં કંપનીની ઓફિસો છે. આ MMRs માઈક્રો-માર્કેટ જ્યાં તેના પ્રોજેક્ટ્સ સ્થિત છે, ત્યાં પ્રીમિયમ કિંમતો મેળવવામાં સક્ષમ છે.

માર્ચ 2022 સુધીમાં 32 પ્રોજેક્ટ પૂર્ણ

31 માર્ચ 2022 સુધીમાં રિયલ એસ્ટેટ કંપનીએ મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં 32 પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે. 12 પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે અને 19 પ્રોજેક્ટ લોન્ચ થવાના છે. રુસ્તમજી બ્રાન્ડ એફોર્ડેબલ, મિડ એન્ડ માસ, એસ્પિરેશનલ, પ્રીમિયમ અને સુપર પ્રીમિયમ કેટેગરી ધરાવે છે.

રહેણાંક બિલ્ડિંગો, પ્રીમિયમ ગેરેટ એસ્ટેટ, ટાઉનશીપ, કોર્પોરેટ પાર્ક, છૂટક જગ્યાઓ, શાળાઓ, આઈકોનિક સીમાચિહ્નો અને અન્ય ઘણા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ હેઠળ 20.05 મિલિયન ચોરસ ફૂટ જગ્યા ડેવલપ કરી. ગયા વર્ષે મુંબઈ સ્થિત માઈક્રોટેક ડેવલપર્સ લિમિટેડ, જે લોઢા બ્રાન્ડ હેઠળ વેચાણ કરે છે અને બેંગલુરુ સ્થિત શ્રીરામ પ્રોપર્ટીઝ લિમિટેડે IPOમાંથી અનુક્રમે રૂ. 2,500 કરોડ અને રૂ. 600 કરોડ એકત્ર કર્યા હતા.

બજારમાં મોટો ઘટાડો

અમેરિકામાં મોંઘવારી દરે 41 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેના કારણે ફેડરલ રિઝર્વ પર વ્યાજ દર વધારવાનું દબાણ વધી ગયું છે. FOMC પરિણામો 15 જૂને બહાર આવશે. સેન્સેક્સ 1,456 પોઈન્ટ ઘટીને 52,846ના સ્તરે અને નિફ્ટી 427 પોઈન્ટના ઘટાડા સાથે 15,774ના સ્તરે બંધ થયા છે. નિષ્ણાતો કહે છે કે આજના ઘટાડાથી રોકાણકારોના લગભગ 7 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા.

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">