Russia-Ukraine War: Google Pay અને Apple Payનો ઉપયોગ નહી કરી શકે રશિયન બેંકના ગ્રાહકો, લાગ્યો પ્રતિબંધ
ગૂગલ પે અને એપલ પે રશિયામાં એટલા લોકપ્રિય નથી જેટલા તે યુએસમાં છે. 29 ટકા રશિયન લોકો Google Payનો ઉપયોગ કરે છે અને 20 ટકા Apple Payનો ઉપયોગ કરે છે.
રશિયા અને યુક્રેન (Russia Ukraine Crisis) વચ્ચે યુદ્ધ ચાલુ છે. અમેરિકાએ રશિયા પર નાણાકીય પ્રતિબંધો લાદ્યા બાદ હજારો રશિયન ગ્રાહકોને એપ્પલ પે (Apple Pay) અને Google Pay સેવાઓનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રશિયામાં ઘણી બેંકોના ગ્રાહકોએ જાણ કરી હતી કે તેઓ Google Pay અને Apple Pay સાથે તેમના બેંક કાર્ડનો ઉપયોગ કરવામાં અસમર્થ હતા. રશિયાની સેન્ટ્રલ બેંકના નિવેદન અનુસાર, પ્રતિબંધો હેઠળની બેંકોના ગ્રાહકો (VTB Group, Sovcombank, Novikombank, Promsvyazbank, Otkritie) વિદેશમાં આ બેંકોના કાર્ડથી ચૂકવણી કરી શકશે નહીં.
સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું કે, સાથે જ આ બેંકોના કાર્ડનો ઉપયોગ એપ્પલ પે, ગુગલ પે સેવાઓ સાથે કરી શકાશે નહીં. પરંતુ આ કાર્ડ્સ સાથે સ્ટાન્ડર્ડ કોન્ટેક્ટ અથવા કોન્ટેક્ટલેસ પેમેન્ટ સમગ્ર રશિયામાં ઉપલબ્ધ છે. ગૂગલ પે અને એપલ પે રશિયામાં એટલા લોકપ્રિય નથી જેટલા તે યુએસમાં છે. 29 ટકા રશિયન લોકો ગુગલ પેનો ઉપયોગ કરે છે અને 20 ટકા એપ્પલ પેનો ઉપયોગ કરે છે.
અમેરિકા, યુકેએ રશિયન બેંકો પર મોટું પગલું ભર્યું
યુએસએ રશિયાની બે સૌથી મોટી નાણાકીય સંસ્થાઓ, Sberbank અને VTB બેંક પર પ્રતિબંધો લાદ્યા છે, જ્યારે UKએ પાંચ રશિયન બેંકોની સંપત્તિ જપ્ત કરી છે. વ્હાઇટ હાઉસે એ પણ જાહેરાત કરી છે કે યુએસ, યુરોપિયન દેશો અને કેનેડા સાથે મળીને કેટલીક રશિયન બેંકોને SWIFTમાંથી દૂર કરશે, જે મોટાભાગના આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો માટે ઉપયોગમાં લેવાતી પેમેન્ટ સિસ્ટમ છે.
રુબલ તુટ્યો તો બેંક ઓફ રશિયાએ વ્યાજ દરમાં વધારો કર્યો
બેંક ઓફ રશિયાએ તેના દેશ પર લાદવામાં આવેલા તમામ આર્થિક પ્રતિબંધો વચ્ચે વ્યાજ દરમાં 100 ટકાથી વધુનો વધારો કર્યો છે. યુરોપ અને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને, તેણે મહત્વપૂર્ણ વ્યાજ દર 9.5 ટકાથી વધારીને 20 ટકા કર્યા છે. આ બે દાયકામાં સર્વોચ્ચ સ્તર છે.
તમને જણાવી દઈએ કે યુક્રેન પર હુમલાની વચ્ચે સોમવારે રશિયન ચલણ રૂબલમાં લગભગ 30 ટકાનો ઘટાડો થયો હતો અને ડોલર સામે ઓલ ટાઈમ લો લેવલ પર પહોંચી ગયો હતો. ડોલરની સામે રૂબલ 117 ડોલરના સ્તરે પહોંચી ગયો હતો. રશિયા પર SWIFT આંતરરાષ્ટ્રીય ચૂકવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ કારણે રશિયન ચલણ પર ઘણું દબાણ છે. રશિયન સેન્ટ્રલ બેંકે પેનિક સેલિંગ રોકવા માટે આ પ્રતિબંધ લગાવ્યો છે. રશિયા સામેની કાર્યવાહીના ભાગરૂપે, યુરોપિયન યુનિયને રશિયાની સેન્ટ્રલ બેંકની રિઝર્વ એસેટનું સંચાલન અટકાવી દીધું છે.
આ પણ વાંચો : MONEY9: તમે સંતાનોને વારસામાં વિવાદ આપવા માગો છો કે શાંતિ? જો શાંતિ, તો જુઓ આ વીડિયો