MONEY9: તમે સંતાનોને વારસામાં વિવાદ આપવા માગો છો કે શાંતિ? જો શાંતિ, તો જુઓ આ વીડિયો
તમે તમારા સમગ્ર જીવન દરમિયાન ખુબ કમાયા ખુબ સંપત્તિ ભેગી કરી. તમે પણ કુદરતના વાસ્તવિક નિયમ મુજબ આ દુનિયા છોડીને એક દિવસ જવાના જ છો. તમે જો તમારી વિદાય બાદ તમારા સંતાનોને સુખ શાંતિ આપવા માગતા હો તો આ કામ અત્યારે જ કરી દો.
ટંડનજીનો હસતો રમતો પરિવાર અચાનક ઝગડાનું (DISPUTE) કેન્દ્ર બની ગયો. કોઇને એવી આશા નહોતી કે તેમના પ્રતિષ્ઠિત પરિવાર (FAMILY)માં આવુ મહાભારત સર્જાઇ જશે. ઊંચા સરકારી હોદ્દા પરથી રિટાયર થયેલા ટંડનજી ખુબ કમાયા, બાળકોને સારી રીતે ભણાવ્યા. પરંતુ અંતિમ યાત્રા પર નીકળતા પહેલા ધીરુભાઇ અંબાણીવાળી ભુલ કરી ગયા. વસિયત (WILL) ન કરી અને પછી આખો પરિવાર એકબીજાનો દુશ્મન બની ગયો.
વસિયત શું છે? વસિયત એક કાયદેસરનો દસ્તાવેજ છે. જે તમારા પછી તમારી સંપત્તિની કાયદેસરની વહેંચણીનો આધાર હોય છે. જો તે નથી તો પરિવારને તમારી આશાઓ કે યોજના અનુસાર સંપત્તિઓની વહેંચણી કરવામાં મુશ્કેલી આવી શકે છે. જે કોર્ટમાં દાવાઓનો દોર શરૂ કરી શકે છે. ભારતમાં 66 ટકા કેસો જમીન-મિલકત સાથે જોડાયેલા છે. દેશમાં તમામ પ્રકારની આવક ધરાવતા લોકો એટલે કે ગરીબ ખેડૂતથી લઇને અંબાણી પરિવાર સુધી આ પ્રકારના વિવાદમાં મુકાઇ જાય છે. એટલે વસિયત હોવી અનિવાર્ય છે.
આ પણ જુઓ
MONEY9: શું તમે ક્યારેય તમારું પોતાનું મૂલ્યાંકન કર્યું છે? તમે પ્લસમાં છો કે માઇનસમાં? સમજો આ વીડિયોમાં
આ પણ જુઓ