નવા વર્ષ 2023માં બદલાઈ જશે નિયમો, જાણો તમારા રોજબરોજના કામકાજ પર કેવી થશે અસર

નવા વર્ષ 2023 માં, કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી પડશે. જે આપણા વ્યક્તિગત રોજબરોજના વ્યવહાર અને નાણાકીય બાબતોને અસર કરી શકે છે. નવા કેલેન્ડર વર્ષની શરૂઆતનો અર્થ એ પણ થાય કે ઘણા બધા ફેરફારો થશે, જે આપણને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસરકર્તા રહી શકે છે.

નવા વર્ષ 2023માં બદલાઈ જશે નિયમો, જાણો તમારા રોજબરોજના કામકાજ પર કેવી થશે અસર
New rules in the new year
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2023 | 8:40 AM

નવું વર્ષ 2023 આવી ગયું છે. ઘણા લોકોએ નવા વર્ષ માટે ઘણી તૈયારીઓ કરી લીધી હશે. જો કે, આપણે કેટલીક બાબતોનું પણ હવે ધ્યાન રાખવું પડશે. જે આપણા અંગત નાણાંને અસર કરી શકે છે. નવા કેલેન્ડર વર્ષની શરૂઆતનો અર્થ એ પણ કરી શકાય કે રોજબરોજના વ્યવહારોને સાંકળતા ઘણા બધા નિયમોમાં ફેરફારો થશે. જે આપણને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસરકર્તા થઈ શકે છે. આ ફેરફારોમાં બેંક લોકર, ક્રેડિટ કાર્ડ, GST, CNG-PNGની કિંમતો વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ ફેરફારો આજથી જ એટલે કે, 1 જાન્યુઆરી 2023થી લાગુ થશે. દરેક વ્યક્તિએ સરકારના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. તમને કેટલાક ફેરફારો પણ જણાવીએ જે 1 જાન્યુઆરી એટલે કે આજથી શરૂ થઈ રહ્યા છે.

NPS ના નિયમોમાં ફેરફાર

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ આ NPSમાંથી નાણા ઉપાડવા અંગે એક નવો આદેશ જાહેર કર્યો છે. નવા આદેશ મુજબ સરકારી ક્ષેત્રના સબ્સ્ક્રાઇબર્સ એટલે કે કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓ હવે આંશિક ઉપાડ માટે તેમની અરજી રજૂ કરી શકે છે. અરજી નોડલ ઓફિસર પાસે જ જમા કરાવવી પડશે. આ નિયમ આજે 1 જાન્યુઆરી 2023થી લાગુ થઈ ગયો છે.

બેંક લોકર માટે નવા નિયમો

આરબીઆઈએ ગ્રાહકોને અપડેટ કરેલ લોકર કરાર પ્રદાન કરવા સહિત બેંક લોકરના નિયમોમાં ફેરફાર કર્યો છે. લોકરને લગતા નવા નિયમ પણ આજે એટલે કે 1 જાન્યુઆરી, 2023થી અમલમાં આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સુધારેલી સૂચનાઓ અનુસાર, બેંકોએ ખાતરી કરવી જોઈએ કે તેમના લોકર કરારમાં કોઈ અયોગ્ય નિયમો અથવા શરતોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. વધુમાં, કરારની શરતો બેંકના હિતનું રક્ષણ કરવા માટે સામાન્ય વ્યવસાયમાં જરૂરી હોય તેના કરતાં વધુ કઠોર ન હોવી જોઈએ. બેંકો 1 જાન્યુઆરી, 2023 સુધીમાં હાલના લોકર ગ્રાહકો સાથે તેમના લોકર કરારનું નવીકરણ કરશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વાહનોની નંબર પ્લેટ

મોટર વાહન અધિનિયમ અને કેન્દ્રીય મોટર વાહન નિયમો મુજબ, HSRP અને કલર-કોડેડ સ્ટીકરો તમામ વાહનો માટે ફરજિયાત છે. નિયમો અનુસાર, HSRP અને કલર-કોડેડ સ્ટીકરો વગર પકડાયેલ કોઈપણ વાહન માટે વાહન માલિકને 5,000 થી 10,000 રૂપિયા સુધીનો ભારે દંડ થઈ શકે છે. હાઇ-સિક્યોરિટી નંબર પ્લેટની કિંમત ટુ-વ્હીલર માટે રૂ. 365 અને ફોર-વ્હીલર માટે રૂ. 600 થી રૂ. 1,100 નક્કી કરવામાં આવી છે. ઘણા રાજ્યોમાં ઉચ્ચ સુરક્ષા નંબર પ્લેટ લગાવવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2022 હતી આવા તમામ રાજ્યોમાં હવે આ દંડનાત્મક કાર્યાવાહી થઈ શકે છે.

ક્રેડિટ કાર્ડને લગતા નિયમોમાં ફેરફાર

નવા વર્ષ 2023 થી, ઘણી બેંકોએ તેમના ક્રેડિટ કાર્ડ પેમેન્ટ માટે, રિવોર્ડ પોઈન્ટ સ્કીમમાં ફેરફાર કરે તેવી શક્યતા છે. આ અંગે, તમારે 31 ડિસેમ્બર સુધીમાં ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટ રિડીમ કરવાના હતા.

 તમામ વીમા પોલિસી માટે હવેથી KYC ફરજિયાત

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ જણાવ્યું છે કે તમામ વીમા પોલિસીધારકોએ નવી પોલિસી માટે સાઇન અપ કરતા પહેલા KYCને લગતી તમામ વિગતો સબમિટ કરવી આવશ્યક છે. વીમા કંપનીએ કહ્યું છે કે, જીવન, આરોગ્ય, મોટર, ઘર અને મુસાફરી વીમા પોલિસી સહિતની પોલિસીઓ વેચતા પહેલા પોલિસીધારકોના KYC દસ્તાવેજોની ચકાસણી રાખશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">