AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ruchi Soya FPO : 3 વર્ષમાં 9600% રીટર્ન આપનાર BABA RAMDEV ની આ કંપનીમાં આવી રહી છે રોકાણ માટે તક, જાણો વિગતવાર

Ruchi Soya FPO: અદાણી ગ્રુપની કંપની Adani Wilmar દ્વારા 100 કરોડ ડોલરના IPO ની તૈયારી શરૂ થયાના અહેવાલોના ગણતરીના દિવસોમાં કંપનીના વ્યવસાયિક સ્પર્ધક બાબા રામદેવ(BABA RAMDEV )ની કંપની રૂચી સોયા(Ruchi Soya) રોકાણ માટેની તક લાવી રહી હોવાનું સાંભળવા મળી રહ્યું છે.

Ruchi Soya FPO : 3 વર્ષમાં 9600% રીટર્ન આપનાર BABA RAMDEV ની આ કંપનીમાં આવી રહી છે રોકાણ માટે તક, જાણો વિગતવાર
Baba Ramdev - File Photo
| Updated on: Jun 14, 2021 | 7:35 AM
Share

Ruchi Soya FPO: અદાણી ગ્રુપની કંપની Adani Wilmar દ્વારા 100 કરોડ ડોલરના IPO ની તૈયારી શરૂ થયાના અહેવાલોના ગણતરીના દિવસોમાં કંપનીના વ્યવસાયિક સ્પર્ધક બાબા રામદેવ(BABA RAMDEV )ની કંપની રૂચી સોયા(Ruchi Soya) રોકાણ માટેની તક લાવી રહી હોવાનું સાંભળવા મળી રહ્યું છે.

આ કંપની પતંજલિ આયુર્વેદની માલિકીની છે. રૂચિ સોયાએ કોરોના સમયગાળા દરમિયાન તેના રોકાણકારોને ધનિક બનાવ્યા છે. હવે આ કંપની રૂ. 4300 કરોડનો FPO (follow-on public offer) લાવવાની તૈયારી કરી રહી છે. જોકે FPO પાછળ સેબીના નિયમ પાલનનો પ્રયાસ કારણભૂત માનવામાં આવી રહ્યો છે.

રૂચિ સોયામાં પ્રમોટર 98.90 ટકા હિસ્સો ધરાવે છે રૂચિ સોયામાં પ્રમોટર 98.90 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે લોકોની પાસે ફક્ત 1.1 ટકા હિસ્સો છે. સેબીના નિયમો અનુસાર કોઈપણ લિસ્ટેડ કંપનીમાં જાહેર શેરહોલ્ડિંગ 25 ટકા હોવી જરૂરી છે. આ શેર તેના રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યો છે. તેણે એક મહિનામાં 64 ટકા, ત્રણ મહિનામાં 73 ટકા, એક વર્ષમાં 40 ટકા અને ત્રણ વર્ષમાં 9648 ટકાનું ઉત્તમ વળતર આપ્યું છે. ગયા અઠવાડિયે શેરની બંધ કિંમત 1242.95 રૂપિયા હતી. 52-અઠવાડિયાની ઉચ્ચતમ કિંમત 1519.65 રૂપિયા હતી જ્યારે સૌથી નીચું સ્તર 403.75 રૂપિયા છે.

27 જાન્યુઆરી 2020 માં શેરની કિંમત 17 રૂપિયા હતી રુચિ સોયા જાન્યુઆરી 2020 માં શરૂ થઈ હતી. પતંજલિએ આ કંપની નાદારી પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત કરી હતી. આ શેરને 27 જાન્યુઆરી 2020 ના રોજ ફરીથી શેર બજારમાં લિસ્ટેડ કરવામાં આવ્યો હતો અને તેની કિંમત 17 રૂપિયા હતી. 28 જાન્યુઆરીથી 18 મે 2020 સુધી સતત સ્ટોક અપર સર્કિટ સાથે બંધ રહ્યો હતો. ફક્ત ચાર મહિનામાં જ આ શેર રૂ. 706 ની સપાટીએ બંધ રહ્યો હતો. થોડા ઘટાડા બાદ 28 મેના રોજ, શેરનો ભાવ રૂપિયા 545 સુધી દેખાયો હતો અને 26 જૂન સુધી તેની કિંમત રૂ 1519 પર પહોંચી છે જે તેની સર્વોચ્ચ કિંમત છે.

FPO છ મહિનામાં આવશે રુચિ સોયાના FPO વિશે રિપોર્ટ અનુસાર આગામી છ મહિનામાં તે લોન્ચ કરવામાં આવશે. કંપનીના પ્રમોટરો ઓછામાં ઓછા 9 ટકા હિસ્સો વેચશે. કંપની વતી કહેવામાં આવ્યું હતું કે ઇશ્યૂ કમિટીએ ભંડોળ એકત્ર કરવા મંજૂરી આપી છે.

હિસ્સો ઘટાડીને 75 ટકા કરવો પડશે સેબીના લિસ્ટિંગના નિયમો અનુસાર કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 75 ટકાથી વધી શકશે નહીં. આવી સ્થિતિમાં રૂચી સોયાએ આગામી ત્રણ વર્ષમાં પ્રમોટરનો હિસ્સો 75 ટકા નીચે લાવવો પડશે. આ કંપની મુખ્યત્વે ખાદ્યતેલ અને સોયાબીન ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. તેની મુખ્ય બ્રાન્ડ્સ Mahakosh, Sunrich, Ruchi Gold અને Nutrela છે.

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">