Rishabh Instruments IPO : આજે વધુ એક IPO ખુલ્યો, જાણો પ્રાઇસ બેન્ડ અને GMP સહિતની માહિતી
Rishabh Instruments IPO : પ્રાથમિક બજારમાં રોકાણની વધુ એક તક મળી છે. રિષભ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો IPO આજથી ખુલ્યો છે. 30 ઓગસ્ટથી શરૂ થયેલી આ જાહેર ઓફરમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 1 સપ્ટેમ્બર છે. કંપની IPO દ્વારા રૂ. 490.78 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.
Rishabh Instruments IPO : પ્રાથમિક બજારમાં રોકાણની વધુ એક તક મળી છે. રિષભ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો IPO આજથી ખુલ્યો છે. 30 ઓગસ્ટથી શરૂ થયેલી આ જાહેર ઓફરમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 1 સપ્ટેમ્બર છે. કંપની IPO દ્વારા રૂ. 490.78 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.
ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલિંગ અનુસાર, રિષભ ઇન્સ્ટ્રુમેન્ટ્સ IPO માટે પ્રાઈસ બેન્ડ રૂ. 418 થી રૂ. 441 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.
Rishabh Instruments IPO
- રોકાણનો સમયગાળો : આજથી 1લી સપ્ટેમ્બર સુધી યોજના ખુલ્લી રહેશે
- પ્રાઇસ બેન્ડ : રૂ 418-441/શેર
- લોટ સાઈઝ : 34 શેર
- ન્યૂનતમ રોકાણ : 14994 રૂપિયા
પ્રમોટર OFS માં હિસ્સો વેચશે
એક લોટમાં 34 શેર મળશે. લઘુત્તમ રિટેલ રોકાણકાર રૂ. 14,994 છે. વધુમાં વધુ 13 લોટ માટે બિડિંગ કરવા માટે રોકાણકારોને પરવાનગી મળે છે. આ માટે 194,922 રૂપિયાનું પેમેન્ટ કરી શકાય છે. IPOમાં ઓફર ફોર સેલ (OFS) દ્વારા રૂ. 415.78 કરોડ એકત્ર કરી શકાય છે. આમાં, કંપનીના પ્રમોટરો અને વર્તમાન રોકાણકારો શેર વેચશે. IPOમાં તાજા ઈશ્યુમાંથી મળેલી રકમમાંથી 60 કરોડનો ઉપયોગ વિસ્તરણ માટે કરવામાં આવશે.
ફંડ ક્યાં વાપરવામાં આવશે?
રિષભ ઇન્સ્ટ્રુમેન્ટ્સના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે કંપની વીજળીના તમામ પરિમાણોને માપે છે. અત્યારે ભારતમાં કોઈ હરીફ નથી. મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર રિષભ ઇન્સ્ટ્રુમેન્ટ્સના પોલેન્ડમાં 2 અને ચીનમાં 1 પ્લાન્ટ છે. કંપની પાસે 50% ક્ષમતાનો ઉપયોગ છે.
Rishabh Instruments IPO ની માહિતી
Subject | Detail |
IPO Date | Aug 30, 2023 to Sep 1, 2023 |
Face Value | ₹10 per share |
Price | ₹418 to ₹441 per share |
Lot Size | 34 Shares |
Total Issue Size | 11,128,858 shares (aggregating up to ₹490.78 Cr) |
Fresh Issue | 1,700,680 shares (aggregating up to ₹75.00 Cr) |
Offer for Sale | 9,428,178 shares of ₹10 (aggregating up to ₹415.78 Cr) |
Issue Type | Book Built Issue IPO |
Listing At | BSE, NSE |
Share holding pre issue | 36,260,678 |
Share holding post issue | 37,961,358 |
Rishabh Instruments IPO GMP શું છે?
બજાર વિશ્લેષકોના જણાવ્યા અનુસાર ઋષભ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો સ્ટોક ગ્રે માર્કેટમાં રૂપિયા 32 પ્રતિ શેરના જીએમપી સાથે ઉપલબ્ધ છે. જો કે, અહીં ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે આ કિંમત માત્ર સૂચક છે અને વાસ્તવમાં તેનું કોઈ મહત્વ નથી.
ડીએએમ કેપિટલ એડવાઈઝર્સ, મિરે એસેટ કેપિટલ માર્કેટ્સ (ઈન્ડિયા) અને મોતીલાલ ઓસ્વાલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ ઈસ્યુના બુક-રનિંગ લીડ મેનેજર છે અને કેફિન ટેક્નોલોજીસ ઈસ્યુના રજિસ્ટ્રાર છે.