RIL AGM 2023: Jio Air Fiber 19 સપ્ટેમ્બરે લોન્ચ થશે, રિલાયન્સ રિટેલ અને જીયોના IPO અંગે કોઈ જાહેરાત નહીં

મુકેશ અંબાણીએ પોતાના સંબોધનમાં Jio એર ફાઈબર અંગે જાહેરાત કરતા કહ્યુ કે, તે ગણેશ ચતુર્થી એટલે કે 19 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. Jio Air Fiber 5G નેટવર્ક અને અત્યાધુનિક વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘર અને ઓફિસમાં વાયરલેસ બ્રોડબેન્ડ સેવા પ્રદાન કરશે.

RIL AGM 2023: Jio Air Fiber 19 સપ્ટેમ્બરે લોન્ચ થશે, રિલાયન્સ રિટેલ અને જીયોના IPO અંગે કોઈ જાહેરાત નહીં
Mukesh Ambani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2023 | 4:18 PM

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમ (RIL AGM 2023) બેઠક આજે એટલે કે 28 ઓગસ્ટના રોજ યોજાઈ હતી. મુકેશ અંબાણીની (Mukesh Ambani) આ બેઠકથી રોકાણકારોને ઘણી આશાઓ હતી. મીડિયા અહેવાલ અનુસાર રિલાયન્સ રિટેલ અને જીયોના IPO અંગે એજીએમમાં જાહેરાત કરવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી હતી. પરંતુ આ બાબતે કોઈ એનાઉસમેન્ટ કરવામાં આવ્યું નથી.

Jio Air Fiber 19 સપ્ટેમ્બરે લોન્ચ થશે

મુકેશ અંબાણીએ પોતાના સંબોધનમાં Jio એર ફાઈબર અંગે જાહેરાત કરતા કહ્યુ કે, તે ગણેશ ચતુર્થી એટલે કે 19 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. Jio Air Fiber 5G નેટવર્ક અને અત્યાધુનિક વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘર અને ઓફિસમાં વાયરલેસ બ્રોડબેન્ડ સેવા પ્રદાન કરશે. Jio Air Fiberના લેન્ડિંગને કારણે ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં સ્પર્ધા વધવાની સંભાવના છે.

ડિસેમ્બર સુધીમાં લગભગ 1 મિલિયન 5G સેલ કાર્યરત થશે

મુકેશ અંબાણીએ કહ્યું કે, ભારતમાં કાર્યરત કુલ 5G સેલમાંથી લગભગ 85 ટકા જિયોના નેટવર્કમાં છે. કંપની દર 10 સેકન્ડે તેના નેટવર્કમાં એક 5G સેલ ઉમેરી રહી છે અને ડિસેમ્બર સુધીમાં લગભગ 1 મિલિયન 5G સેલ કાર્યરત થઈ જશે. મુકેશ અંબાણીએ કહ્યું કે ભારતમાં કાર્યરત કુલ 5G સેલમાંથી લગભગ 85% જિયોના નેટવર્કમાં છે. અમે દર 10 સેકન્ડે અમારા નેટવર્કમાં એક 5G સેલ ઉમેરી રહ્યા છીએ અને ડિસેમ્બર સુધીમાં અમારી પાસે લગભગ 1 મિલિયન 5G સેલ કાર્યરત થઈ જશે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

આ પણ વાંચો : RIL AGM 2023: નીતા અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી આપ્યું રાજીનામું, હવે પુત્રી ઈશાના હાથમાં રહેશે રિલાયન્સની કમાન

રિલાયન્સ રિટેલનું વેલ્યુએશન 8.28 લાખ કરોડ રૂપિયા

રિલાયન્સ રિટેલ પર વાત કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ રિટેલનું વેલ્યુએશન 2020માં 4.28 લાખ કરોડ રૂપિયાથી વધીને આજે 8.28 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રિલાયન્સ રિટેલે નાણાકીય વર્ષ 2023માં રૂ. 2,60,364 કરોડની આવક મેળવી હતી. કંપનીનો એબિટડા રૂ. 17,928 કરોડ હતો અને ચોખ્ખો નફો રૂ. 9,181 કરોડ હતો. મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ રિટેલ વૈશ્વિક સ્તરે ટોચના 100માં એકમાત્ર ભારતીય રિટેલર છે અને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા રિટેલર્સમાંનું એક છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">