Mukesh Ambani: ઓલ ટાઈમ હાઈની નજીક પહોચ્યો રિલાયન્સનો શેર, આ ભાવે પહોચવાનું અનુમાન, ગોલ્ડમેન સેક્સે આપ્યું લક્ષ્ય

|

Mar 27, 2024 | 2:54 PM

દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં આજે ત્રણ ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સૅક્સે રિલાયન્સના શેર પર બાય રેટિંગ જાળવી રાખીને લક્ષ્ય ભાવમાં વધારો કર્યો છે. આજે કંપનીના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. બપોરે 1.45 વાગ્યે તે શેર 3.62 ટકાનો વધારો જોવા મળ્યો છે.

Mukesh Ambani: ઓલ ટાઈમ હાઈની નજીક પહોચ્યો રિલાયન્સનો શેર, આ ભાવે પહોચવાનું અનુમાન, ગોલ્ડમેન સેક્સે આપ્યું લક્ષ્ય

Follow us on

ભારત અને એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર આજે ઓલટાઈમ હાઈની નજીક પહોંચી ગયા છે. ટ્રેડિંગ દરમિયાન તે 3.5%થી વધુ વધીને રૂ. 2995.00 પર પહોંચી ગયા છે. તેની 52 સપ્તાહની ઊંચી સપાટી 3,024.80 રૂપિયા છે.

આજે કંપનીના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો

કંપનીના શેર 4 માર્ચે આ સ્તરે પહોંચ્યા હતા. રિલાયન્સના શેર પર બાય રેટિંગ જાળવી રાખતા ગોલ્ડમેન સૅક્સે લક્ષ્ય ભાવ રૂ. 2925થી વધારીને રૂ. 3,400 કર્યો છે. આ કારણે આજે કંપનીના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. બપોરે 1.45 વાગ્યે તે શેર 3.62 ટકાના વધારા સાથે રૂ. 2988.50 પર ટ્રેડ કરી રહ્યો હતો.

રિલાયન્સનો રિસ્ક-ટુ-રિવોર્ડ રેશિયો હજુ પણ અનુકૂળ: ગોલ્ડમેન સૅક્સે

રિલાયન્સનો શેર BSE પર છેલ્લા સત્રમાં રૂ. 2884.15 પર બંધ થયો હતો અને આજે રૂ. 2899.65 પર ખૂલ્યો હતો. ગોલ્ડમેન સૅક્સે તેની સ્ટોક રિવ્યુ નોટમાં જણાવ્યું હતું કે રિલાયન્સનો રિસ્ક-ટુ-રિવોર્ડ રેશિયો હજુ પણ અનુકૂળ છે. સ્ટોક તેની 52 સપ્તાહની ટોચની નજીક છે. ગોલ્ડમેન સૅક્સનું કહેવું છે કે કંપનીનું EBITDA નાણાકીય વર્ષ 2024 અને 2027 વચ્ચે વાર્ષિક 17 ટકાના દરે વૃદ્ધિ કરી શકે છે.

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

કંપનીનું પરફોર્મન્સ

રિલાયન્સના શેર હાલમાં 50 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ થઈ રહ્યા છે. ગતિ સૂચકાંકો અનુસાર, તે નોંધપાત્ર રીતે વેગ આપી શકે છે.

નફામાં 0.7 ટકા અને આવકમાં લગભગ ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો

માર્કેટ કેપ દ્વારા દેશની સૌથી મોટી કંપની રિલાયન્સે ડિસેમ્બર ક્વાર્ટરમાં 9.3 ટકાની ગતિએ રૂ. 17,265 કરોડનો નફો કર્યો હતો. કામગીરીમાંથી કંપનીની એકીકૃત આવક 3.6 ટકા વધીને રૂ. 2.28 લાખ કરોડ થઈ છે. ત્રિમાસિક ધોરણે કંપનીના નફામાં 0.7 ટકા અને આવકમાં લગભગ ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

આ પણ વાચો: પાટણના પટોળાથી ઓછો નથી અનિલ અંબાણીની કંપનીનો આ શેર, 10 રૂપિયાથી સીધો પહોંચ્યો 275ને પાર, ખરીદવા માટે લોકો તૂટી પડ્યા

Next Article