AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance Industries : જબરદસ્ત પ્રોફિટ નોંધાવ્યા બાદ Mukesh Ambaniએ આ ચોંકાવી દેનારો નિર્ણય જાહેર કર્યો

65 વર્ષીય મુકેશ અંબાણીએ પહેલેથી જ તેના ત્રણ બાળકો વચ્ચે પોતાનો બિઝનેસ વહેંચી દીધો છે. મોટા પુત્ર આકાશ અંબાણીને ટેલિકોમ બિઝનેસની કમાન સોંપવામાં આવી છે જ્યારે રિટેલ બિઝનેસ પુત્રી ઈશા અંબાણીને સોંપવામાં આવ્યો છે.

Reliance Industries : જબરદસ્ત પ્રોફિટ નોંધાવ્યા બાદ Mukesh Ambaniએ આ ચોંકાવી દેનારો નિર્ણય જાહેર કર્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2023 | 7:01 AM
Share

દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે(Reliance Industries) માર્ચ ક્વાર્ટરમાં તમામ અનુમાનોથી વિપરીત રેકોર્ડબ્રેક નફો કર્યો છે. શુક્રવારે બજાર બંધ થયા બાદ મુકેશ અંબાણી(Mukesh Ambani)ની કંપનીએ તેના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા પરંતુ તેની સાથે કંપનીએ એક ચોંકાવનારો નિર્ણય પણ લીધો છે. રિલાયન્સે તેની સહયોગી કંપની ના મર્જરનો પ્રસ્તાવ પાછો ખેંચી લીધો છે. કંપનીએ પોતે સ્ટોક એક્સચેન્જોને મોકલેલી માહિતીમાં આ અંગેની જાણકારી આપી છે. 21 એપ્રિલના રોજ મળેલી રિલાયન્સના બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : બાળકોને નથી જોઈતી તમારી મિલકત? તો શું તે કોઈ મિત્રને ભેટમાં આપી શકાય? પ્રોપર્ટી ટ્રાન્સફરના નિયમો શું કહે છે જાણો

અંબાણીએ સંતાનોમાં બિઝનેસની વહેંચણી કરી દેવાઈ છે

65 વર્ષીય મુકેશ અંબાણીએ પહેલેથી જ તેના ત્રણ બાળકો વચ્ચે પોતાનો બિઝનેસ વહેંચી દીધો છે. મોટા પુત્ર આકાશ અંબાણીને ટેલિકોમ બિઝનેસની કમાન સોંપવામાં આવી છે જ્યારે રિટેલ બિઝનેસ પુત્રી ઈશા અંબાણીને સોંપવામાં આવ્યો છે. નાના પુત્ર અનંત અંબાણીને ઓઈલ રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસ સોંપવામાં આવ્યો છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી હવે પોતાનું ધ્યાન ગ્રીન એનર્જી પર કેન્દ્રિત કરશે.

આ પણ વાંચો : દેશ-વિદેશથી આવતા પર્યટકોને અયોધ્યામાં મળશે 5 સ્ટાર સુવિધા, ટાટા ગ્રુપ બનાવશે તાજ હોટલ

મર્જરના પ્રસ્તાવને પરત ખેંચ્યો

RNEL એ રિલાયન્સની સંપૂર્ણ માલિકીની કંપની છે. હાલમાં તેની મર્જર દરખાસ્ત નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મુંબઈ શાખામાં મંજૂરી માટે પેન્ડિંગ છે. રિલાયન્સે એક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેના બોર્ડે ગયા વર્ષે 6 મેના રોજ રિલાયન્સ સાથે RENLના મર્જરના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ન્યૂ એનર્જી/રિન્યુએબલ એનર્જી બિઝનેસની સમીક્ષા અને રોકાણના માળખાના આધારે બોર્ડે દરખાસ્ત પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે. 21 એપ્રિલના રોજ મળેલી રિલાયન્સના બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કંપની હવે આરએનઇએલ દ્વારા રિન્યુએબલ એનર્જીનો બિઝનેસ કરશે.

મુકેશ અંબાણીને દર મહિને 42 લાખ રૂપિયા ભાડુ ચૂકવશે Apple ના CEO ટિમ કુક

અંબાણી પરિવારના મોલમાં Apple નો સ્ટોર ખોલવામાં આવ્યો છે. જેનું ભાડું ખરેખર ચોંકાવનારુ છે. એક્ટ્રેસ મૌની રોય પણ એપલ સ્ટોરના લોન્ચિંગ પ્રસંગે પતિ સાથે પહોંચી હતી. જ્યારે આ ઈવેન્ટમાં માધુરી દીક્ષિત, અરમાન મલિક, નેહા ધૂપિયા, બોની કપૂર અને અરમાન મલિક જોવા મળ્યા હતા.રિલાયન્સ જિયો વર્લ્ડ ડ્રાઇવ મોલમાં આવેલ એપલ કંપનીનો સ્ટોર ખૂબ જ અદભૂત છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે એનર્જી એફિશિયન્ટ ડિઝાઇનમાં બનેલા આ સ્ટોરનું માસિક ભાડું 42 લાખ રુપિયા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">