Reliance Industries: ઈશા, આકાશ અને અનંત અંબાણીને 1 રૂપિયો પણ નથી મળતો પગાર, જાણો શું છે કારણ?
ઈશા અને આકાશ 31 વર્ષના છે, જ્યારે અનંત 28 વર્ષનો છે. આ ત્રણેય લોકોની રિલાયન્સના બોર્ડમાં એ જ નિયમો અને શરતો પર નિમણૂક કરવામાં આવી છે જેના આધારે 2014માં મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીની નિમણૂક કરવામાં આવી હતી.

Reliance: મુકેશ અંબાણીના (Mukesh Ambani) ત્રણ બાળકો ઈશા, આકાશ અને અનંતને એક પણ રૂપિયાનો પગાર મળતો નથી. હાલમાં ત્રણેય પાસે રિલાયન્સના અલગ-અલગ વર્ટિકલ્સની જવાબદારી છે અને તાજેતરમાં જ ત્રણેયને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં પણ સામેલ કરવામાં આવ્યા છે. તેમ છતાં તેમને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી કોઈ પગાર મળતો નથી. જાણો શું છે કારણ?
હવે કંપનીના શેરધારકોએ પણ ઈશા, આકાશ અને અનંતને રિલાયન્સના બોર્ડમાં સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે. આ માટે શેરધારકોને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે જો ત્રણેય રિલાયન્સના બોર્ડ મેમ્બર બનશે તો તેમને કોઈ પગાર નહીં મળે. રિલાયન્સના બોર્ડમાં મુકેશ અંબાણીના ત્રણ બાળકોનો સમાવેશ તેમની આગામી પેઢીને બિઝનેસ સોંપવાની પ્રક્રિયાનો એક ભાગ છે.
આ પણ વાંચો: નીરવ મોદીની કરોડો રૂપિયાની બે મિલકતની થશે હરાજી, મુંબઈની ડેટ રિકવરી ટ્રિબ્યુનલે આપ્યો આદેશ
જો કે બોર્ડ મીટિંગ ફી મળશે
ઈશા, આકાશ અને અનંત અંબાણીને પગાર નહીં મળે, પરંતુ બોર્ડની બેઠકમાં હાજરી આપવા માટે તેમને નિશ્ચિત ફી મળશે. આ ઉપરાંત કમિટીની બેઠકો માટે પણ નાણાં ઉપલબ્ધ થશે. આ સિવાય બંનેને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નફા પર કમિશન પણ મળશે.
ઈશા અને આકાશ 31 વર્ષના છે, જ્યારે અનંત 28 વર્ષનો છે. આ ત્રણેય લોકોની રિલાયન્સના બોર્ડમાં એ જ નિયમો અને શરતો પર નિમણૂક કરવામાં આવી છે જેના આધારે 2014માં મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીની નિમણૂક કરવામાં આવી હતી. નીતા અંબાણીને બોર્ડની બેઠકમાં હાજરી આપવા માટે 6 લાખ રૂપિયાની બેઠક ફી અને 2 કરોડ રૂપિયાનું કમિશન મળતું હતું.
ત્રણ લોકોને બોર્ડમાં સામેલ કરવા માટે નીતા અંબાણીએ રિલાયન્સના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે, જોકે તેમને કંપની દ્વારા કાયમી આમંત્રિત સભ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ રીતે તે હજુ પણ બોર્ડ મીટિંગમાં હાજરી આપી શકે છે.
મુકેશ અંબાણી પણ પગાર લેતા નથી
કંપનીના ચેરમેન મુકેશ અંબાણી નાણાકીય વર્ષ 2020-21થી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસેથી એક પણ રૂપિયાનો પગાર લેતા નથી. આ પહેલા પણ તેણે 2008-09થી વાર્ષિક 15 કરોડ રૂપિયાનો પગાર નક્કી કર્યો હતો. હાલમાં જ કંપનીએ તેમને વધુ 5 વર્ષ માટે કંપનીના ચેરમેન બનાવ્યા છે, આ માટે પણ તેમને કોઈ પગાર નહીં મળે.