Mukesh Ambani એ ખરીદી દેશની સૌથી મોંઘી કાર, કિંમત અને રજીસ્ટ્રેશન પાછળ કરાયેલ ખર્ચ જાણશો તો ઉડી જશે હોશ !!!
આ કારને પહેલીવાર રોલ્સ રોયસે વર્ષ 2018માં લોન્ચ કરી હતી. તે સમયે તેની કિંમત 6.95 કરોડ રૂપિયાથી શરૂ થઈ હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(RIL)ના ચેરમેન મુકેશ અંબાણી(Mukesh Ambani)એ હાલમાં જ દેશની સૌથી મોંઘી કાર ખરીદી છે. અંબાણીએ અલ્ટ્રા લક્ઝરી રોલ્સ રોયસ (Rolls Royce)કાર ખરીદી છે. આ હેચબેક કારની કિંમત 13.14 કરોડ હોવાનું અનુમાન છે. RTO ઑફિસના જણાવ્યા અનુસાર આ ભારતમાં સૌથી મોંઘી કાર ખરીદી પૈકીની એક હોઈ શકે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ કાર કંપની વતી દક્ષિણ મુંબઈના તારદેવ પ્રાદેશિક પરિવહન કાર્યાલય (RTO)માં નોંધાયેલી છે. RTO અધિકારીઓના જણાવ્યા અનુસાર (Rolls Royce Cullinan petrol model) ની આ કાર દેશમાં અત્યાર સુધીની સૌથી મોંઘી કારમાંથી એક છે. અંબાણીના ઉપયોગ માટે ખરીદેલી આ કારનો VIP નંબર પણ લેવામાં આવ્યો છે.
આ કારને પહેલીવાર રોલ્સ રોયસે વર્ષ 2018માં લોન્ચ કરી હતી. તે સમયે તેની કિંમત 6.95 કરોડ રૂપિયાથી શરૂ થઈ હતી. ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સનું કહેવું છે કે આ કારની કિંમત ગ્રાહકની ડિમાન્ડ પ્રમાણે મોડિફાઈ કર્યા બાદ વધી જાય છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે આ લક્ઝરી કારના રજીસ્ટ્રેશન માટે 20 લાખનો ટેક્સ ચુકવ્યો છે. તેનું રજીસ્ટ્રેશન 30 જાન્યુઆરી, 2037 સુધી માન્ય રહેશે. આ સિવાય રૂ. 40,000 રોડ ટેક્સ તરીકે પણ ચૂકવવામાં આવ્યા છે.
કારનો નંબર 0001
રિલાયન્સના કાફલામાં પહેલાથી જ ઘણા મોંઘા વાહનો સામેલ છે. આ રોલ્સ રોયસ મોડેલની માલિકી કેટલાક અન્ય ઉદ્યોગપતિઓ અને બોલિવૂડ હસ્તીઓ પાસે પણ છે. આરટીઓ અધિકારીઓના જણાવ્યા અનુસાર અંબાણીએ VIP નંબર માટે 12 લાખ રૂપિયા ચૂકવ્યા છે. આ કારનો નંબર “0001” છે.
અંબાણીએ ત્રણ ગણો ખર્ચ કરી 12 લાખમાં VIP નંબર મેળવ્યો
અધિકારીઓએ કહ્યું કે સામાન્ય રીતે વીઆઈપી નંબર (VIP Number)માટે 4 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે છે પરંતુ મુકેશ અંબાણીને જે નંબર ઈશ્યૂ કરવામાં આવ્યો છે તે કોઈને ઈશ્યૂ થઈ ચૂક્યો હતો. તેથી આરટીઓ કચેરીએ નવી શ્રેણી શરૂ કરી અને પછી આ નંબર અંબાણીને જારી કરવામાં આવ્યો હતો. આ માટે અંબાણીએ ત્રણ ગણો ખર્ચ કરી 12 લાખમાં VIP નંબર મેળવ્યો છે.
BMWની અલ્ટ્રા લક્ઝરી કાર 9 કરોડમાં ખરીદી હતી
થોડા વર્ષો પહેલા મુકેશ અંબાણીએ પોતાના અને તેમની પત્ની માટે BMW આર્મર્ડ કાર (BMW 760Li) ખરીદી હતી. આ કારની કિંમત લગભગ રૂ. 9 કરોડ હતી. તેમની સુરક્ષામાં લાગેલા પોલીસકર્મીઓ પણ BMW કારમાં સવારી કરે છે. આ ઉપરાંત સુરક્ષા ગાર્ડ પણ MG મોટરમાં સવારી કરે છે. અંબાણીના કાફલામાં ડઝનબંધ લક્ઝરી કાર છે.
આ પણ વાંચો : Disinvestment : સરકાર LIC ઉપરાંત વધુ 3 કંપનીઓના IPO લાવી શકે છે, વિનિવેશ લક્ષ્ય હાંસલ કરવા મહત્વના નિર્ણય લેવાયા