Reliance નું વિશ્વના સૌથી મોટા Blue Hydrogen ઉત્પાદક બનવાનું લક્ષ્ય, હાલની પડતર કિંમતથી અડધા ખર્ચે ઉત્પાદન કરશે

રિલાયન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપની હાલમાં બ્લુ હાઇડ્રોજન (Blue Hydrogen)ના ઉત્પાદન માટે પેટ્રોલિયમ કોકને સિન્થેટિક ગેસમાં રૂપાંતરિત કરતા રૂ 30,000 કરોડના પ્લાન્ટનું પુનર્ગઠન કરશે.

Reliance નું વિશ્વના સૌથી મોટા Blue Hydrogen ઉત્પાદક બનવાનું લક્ષ્ય, હાલની પડતર કિંમતથી અડધા ખર્ચે ઉત્પાદન કરશે
Mukesh Ambani - Chairman , RIL
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 8:20 AM

દેશના બીજા ક્રમના સૌથી મોટા ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ વૈશ્વિક સ્તરે બ્લુ હાઇડ્રોજન (Blue Hydrogen)ના સૌથી મોટા ઉત્પાદકોમાંનું એક બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. રિલાયન્સે આ શૂન્ય-ઉત્સર્જન ઇંધણનું ઉત્પાદન વૈશ્વિક સરેરાશ ઉત્પાદન ખર્ચના અડધા ભાવે કરવાની વાત કરી છે.

રિલાયન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપની હાલમાં બ્લુ હાઇડ્રોજન (Blue Hydrogen)ના ઉત્પાદન માટે પેટ્રોલિયમ કોકને સિન્થેટિક ગેસમાં રૂપાંતરિત કરતા રૂ 30,000 કરોડના પ્લાન્ટનું પુનર્ગઠન કરશે. હાઇડ્રોજન એ તમામ જાણીતા ઇંધણમાં સૌથી સ્વચ્છ છે, અને ઉત્પાદનની પદ્ધતિના આધારે તે લીલો, વાદળી અથવા રાખોડી હોઈ શકે છે. આમાં બ્લુ હાઇડ્રોજન (Blue Hydrogen)ને કાર્બન સાપેક્ષ પણ કહેવામાં આવે છે કારણ કે તે વાતાવરણમાં ઉત્સર્જનને ફેલાવતું નથી.

રિલાયન્સે વર્ષ 2035 સુધીમાં તેના વ્યવસાયો માટે શૂન્ય-શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે અને હાલમાં તે બ્લુ હાઇડ્રોજન (Blue Hydrogen)ના ઉત્પાદનમાં વધારો કરવા દબાણ કરી રહી છે. નવીનીકરણીય ઉર્જા તરફના પગલામાં, RIL તેના જામનગર સિંગાસ પ્રોજેક્ટને તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓમાં સ્થાનાંતરિત કરી રહી છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

કંપનીએ તાજેતરમાં જણાવ્યું હતું કે તે નવીનીકરણીય સ્ત્રોતોમાંથી ઓછામાં ઓછી 100 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરશે અથવા 2030 સુધીમાં ઉત્પાદન ક્ષમતા મેળવશે, જેને કાર્બન-મુક્ત ગ્રીન હાઇડ્રોજનમાં રૂપાંતરિત કરી શકાય છે.

એક દાયકામાં હાઇડ્રોજનની કિંમતમાં ધરખમ ઘટાડો કરવાનું લક્ષ્ય રાખ્યું છે. RIL એ આગામી દાયકામાં હાઇડ્રોજનની કિંમતને એક ડોલર પ્રતિ કિલોગ્રામ સુધી લાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે . ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 18,549 કરોડનો ચોખ્ખો નફો એકત્રિત કર્યો છે. કંપનીનો ચોખ્ખો નફો 41.5 ટકા વધ્યો છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોનો ચોખ્ખો નફો 3,615 કરોડ રૂપિયા રહ્યો. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 19,347 કરોડ છે.

ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની કામગીરીમાંથી એકીકૃત આવક 54.25 ટકા વધીને રૂ. 1,91,271 કરોડ થઈ છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 1,23,997 કરોડ હતો. કંપનીનો ચોખ્ખો નફો માર્જિન 9.8 ટકા રહ્યો છે. તેની સરખામણીમાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો માર્જિન 8.1 ટકા અને એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં 10.8 ટકા હતો.

આ પણ વાંચો :  ભારતીય શેરબજારમાં નાના રોકાણકાર લગાવી રહ્યા છે મોટા દાવ, જાણો ટોપ-10 હોલ્ડિંગની સ્થિતિ

આ પણ વાંચો : Share Market : આ શેર ટૂંક સમયમાં ડિવિડન્ડ ચૂકવવા જઈ રહ્યા છે, જાણો કેટલું મળશે ડિવિડન્ડ અને શું છે રેકોર્ડ ડેટ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">