RBI નો ચોકાવનારો રિપોર્ટ, કોરોનાની મોંધી સારવાર માટે લોકોએ થાપણો તોડી, બેંકની ફિક્સ ડિપોઝીટમાં નોંધાયો ઘટાડો

કોવિડ -19 રોગચાળા(COVID-19 Pandemic)ની બીજી લહેર દરમિયાન લોકોની બેંક ડિપોઝીટ (Bank Deposits) અને હાથમાં રોકડ (Currency Holding) પર વિપરીત અસર પડી છે.

RBI નો ચોકાવનારો રિપોર્ટ,  કોરોનાની મોંધી સારવાર માટે લોકોએ થાપણો તોડી, બેંકની ફિક્સ ડિપોઝીટમાં નોંધાયો ઘટાડો
Reserve Bank of India
Follow Us:
| Updated on: Jun 17, 2021 | 10:28 AM

કોવિડ -19 રોગચાળા(COVID-19 Pandemic)ની બીજી લહેર દરમિયાન લોકોની બેંક ડિપોઝીટ (Bank Deposits) અને હાથમાં રોકડ (Currency Holding) પર વિપરીત અસર પડી છે. આ બતાવે છે કે રોગચાળાને લીધે લોકોને સારવાર પાછળ ઘણો ખર્ચ થયો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના માસિક સામયિકમાં અધિકારીઓએ લખેલાએક લેખમાં આ વાત કહી છે. તે જણાવે છે કે એક પરિવારની કુલ સંપત્તિમાં બેંક થાપણોનો હિસ્સો લગભગ 55 ટકા હોય છે. માસિક ધોરણે એપ્રિલ 2021 ના ​​અંતમાં તેમાં 0.1 ટકાનો ઘટાડો થયો છે જ્યારે એપ્રિલ 2020 માં તે 1.1 ટકા વધ્યો છે.

બેંકોમાં જમા થતી ઘરની બચત ઓછી થઈ આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે બેંક થાપણોમાં ઘટાડાનો દર પણ બેંક લોનની તુલનાએ વધારે રહ્યો છે. આ બતાવે છે કે આ વખતે બેંકોમાં જમા થતી ઘરની બચત ઓછી થઈ છે. આ પ્રથમ લહેર દરમિયાન જોવા મળેલ બચતમાં વધારાથી વિપરીત છે. લોકો પાસેની રોકડમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે અને એપ્રિલ 2021 માં તે 1.7 ટકા ઘટી છે, જેમાં એક વર્ષ અગાઉ સમાન મહિનામાં 3.5 ટકાનો વધારો હતો. આનો અર્થ એ છે કે કોવિડ -19 રોગચાળાને લીધે લોકોએ સારવાર માટે ઘણાં બધાં ખર્ચ કર્યા છે.

લોકો અનિશ્ચિતતામાં વધુ બચત કરે છે જ્યારે વધુ અનિશ્ચિતતા હોય છે ત્યારે લોકો સાવચેતી તરીકે વધુ બચત કરે છે અને ઇરાદાપૂર્વક ખર્ચમાં ઘટાડો કરે છે. આ રોગચાળાના સમયગાળા દરમિયાન વ્યક્તિગત અંતિમ ઉપભોગતા ખર્ચના આંકડામાં પ્રતિબિંબિત થાય છે. RBI ના પ્રારંભિક અંદાજ મુજબ પરિવારની આર્થિક બચત વર્ષ 2020-21 ના ​​ત્રીજા ક્વાર્ટરમાં ઘટીને ૮.૨ ટકા થઇ છે જે અગાઉના બે ક્વાર્ટરમાં અનુક્રમે 21 ટકા અને 10.4 ટકા હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જાણો ક્યાં થયું રોકાણ? હાઈ નેટ વર્થ ઈન્ડિવિઝ્યુલસ (HNI) અને વ્યક્તિઓના લિક્વિડ ફંડ્સ(Liquid Funds) (જ્યાંથી તરત જ પૈસા ઉપાડવાનું શક્ય છે તે ફંડ) માં બચત વધી છે. તે COVID-19 રોગચાળાને કારણે લગાવાયેલા લોકડાઉનના કારણે ઉભી થયેલી અનિશ્ચિતતાઓને બતાવે છે. પરિવારોએ ગોલ્ડ એક્સચેંજ ટ્રેડેડ ફંડ (Gold ETF) માં પણ તેમના નાણાંનું રોકાણ કર્યું હતું.

આર્ટિકલ મુજબ, HNI એ લિક્વિડ ફંડમાંથી નાણાં ઉપાડયા છે જ્યારે છૂટક રોકાણકારોએ ત્યાં પૈસા બચત તરીકે રાખ્યા છે. બીજી તરફ ગોલ્ડ ઇટીએફમાં શ્રીમંત લોકો (HNI) અને છૂટક રોકાણકારોનું રોકાણ જૂન 2020 થી સકારાત્મક છે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">