AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI એ Amazon Pay ને 3,06,66,000 રૂપિયાનો દંડ ફટકાર્યો, આ નિયમોના ઉલ્લંઘનના કારણે કાર્યવાહી કરાઈ

એમેઝોન પેના જવાબની તપાસ કર્યા પછી આરબીઆઈએ કહ્યું કે તે નિષ્કર્ષ પર આવ્યું છે કે કંપની પર આરબીઆઈના નિર્દેશોનું પાલન ન કરવાનો આરબીઆઈનો આરોપ સાચો છે અને કંપની પર નાણાકીય દંડ લાદવો યોગ્ય છે.

RBI એ Amazon Pay ને 3,06,66,000 રૂપિયાનો દંડ ફટકાર્યો, આ નિયમોના ઉલ્લંઘનના કારણે કાર્યવાહી કરાઈ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2023 | 7:38 AM
Share

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા –RBI એ શુક્રવારે કહ્યું કે તેણે એમેઝોન પે (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ પર 3.06 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. સેન્ટ્રલ બેંકે કહ્યું કે તેણે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPIs)ના કેટલાક નિયમોનું પાલન ન કરવા બદલ કંપની પર આ કાર્યવાહી કરી છે. કંપની પર કુલ 3,06,66,000 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ મામલે કંપનીને કેન્દ્રીય બેંકે નોટિસ મોકલી છે. આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ દંડ PPIs પર માસ્ટર ડાયરેક્શન્સ અને માસ્ટર ડિરેક્શન – Know Your Customer Direction 2016 ની જોગવાઈઓનું પાલન ન કરવા બદલ લાદવામાં આવ્યો છે.

KYC ના નિયમોનુ પાલન નહીં

કેન્દ્રીય બેંકે કહ્યું કે એવું જાણવા મળ્યું છે કે એમેઝોન પે દ્વારા KYC જરૂરિયાતો પર જાહેરકરાયેલા નિર્દેશોનું પાલન કર્યું નથી.  વધુમાં જણાવ્યું છે કે તદનુસાર કંપનીને એક નોટિસ ઈશ્યુ કરવામાં આવી હતી જેમાં તેને કારણ બતાવવા માટે કહેવામાં આવ્યું  કે નિર્દેશોનું પાલન ન કરવા બદલ તેના પર દંડ શા માટે લાદવામાં ન આવે? એમેઝોન પેના જવાબની તપાસ કર્યા પછી આરબીઆઈએ કહ્યું કે તે નિષ્કર્ષ પર આવ્યું છે કે કંપની પર આરબીઆઈના નિર્દેશોનું પાલન ન કરવાનો આરબીઆઈનો આરોપ સાચો છે અને કંપની પર નાણાકીય દંડ લાદવો યોગ્ય છે.

વ્યવહારની માન્યતા સાથે સંબંધિત નથી

આરબીઆઈના પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ 2007ની કલમ 30 હેઠળ સત્તાનો ઉપયોગ કરીને દંડ લાદવામાં આવ્યો છે. કેન્દ્રીય બેંકે વધુમાં કહ્યું કે આ કાર્યવાહી નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારિત છે. અને તે એમેઝોન પે દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલ કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા અંગે નિર્ણય પસાર કરતું નથી.

થોડા દિવસો પહેલા આરબીઆઈએ કેટલીક બેંકો પર નિયંત્રણો લાદી દીધા છે. રિઝર્વ બેંક દ્વારા પ્રતિબંધિત 5 જાહેર ક્ષેત્રની બેંકોમાં HCBL સહકારી બેંક લખનૌ, આદર્શ મહિલા નાગરિક સહકારી બેંક મર્યાદિત ઔરંગાબાદ, શિમશા સહકારી બેંક નિયામિથા મદ્દુર-કર્ણાટક, ઉરાવકોંડા કો-ઓપરેટિવ ટાઉન બેંક, ઉરાવકોંડા-આંધ્રપ્રદેશ અને શંકરરાવ મોહિતે પાટીલ સહકારી બેંક, અકલુજ-મહારાષ્ટ્ર સામેલ છે. HCBL સહકારી બેંક લખનૌ, આદર્શ મહિલા નગરી સહકારી બેંક ઔરંગાબાદ અને શિમશા સહકારી બેંક નિયમમિથા મદ્દુરના ગ્રાહકો વર્તમાન પ્રવાહિતાની તંગીને કારણે તેમના પોતાના ખાતામાંથી પૈસા ઉપાડી શકશે નહીં.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">