AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI Credit Policy: સામાન્ય માણસને મળશે લાભ કે વ્યાજ દર વધશે? આજે નિર્ણય જાહેર થશે

રેપો રેટ એપ્રિલ 2001 પછીના સૌથી નીચા સ્તરે 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે. રિવર્સ રેપો તેને કહેવામાં આવે છે જેના હેઠળ બેંકો તેમની વધુ રોકડ રિઝર્વ બેંકમાં જમા કરે છે. રિઝર્વ બેંક તેના પર વ્યાજ આપે છે.

RBI Credit Policy: સામાન્ય માણસને મળશે લાભ કે વ્યાજ દર વધશે? આજે નિર્ણય જાહેર થશે
Shaktikanta Das - RBI Governer
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 8:31 AM
Share

ભારતીય રિઝર્વ બેંક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) તેની ચોથી દ્વિમાસિક નાણાકીય પોલિસી આજે એટલે કે 8 ડિસેમ્બરે રજૂ કરશે. RBI ગવર્નર શક્તિકાંત દાસ આજે સવારે 10 વાગ્યે બેઠકના પરિણામોની જાહેરાત કરશે. કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને આરબીઆઈ દ્વિ-માસિક નાણાકીય સમીક્ષામાં સતત નવમી વખત પોલિસી રેટ મોરચે યથાવત સ્થિતિ જાળવી શકે છે. રિકવરી વધુ મજબૂત કરવા માટે રિઝર્વ બેન્ક રેટ વધારા માટે થોડી વધુ રાહ જોઈ શકે છે. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની બેઠક 6 ડિસેમ્બરે શરૂ થઈ હતી.

રેપો રેટ એપ્રિલ 2001 પછીના સૌથી નીચા સ્તરે 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે. રિવર્સ રેપો તેને કહેવામાં આવે છે જેના હેઠળ બેંકો તેમની વધુ રોકડ રિઝર્વ બેંકમાં જમા કરે છે. રિઝર્વ બેંક તેના પર વ્યાજ આપે છે. તે જ સમયે રેપો રેટને તે દર કહેવામાં આવે છે જેના પર બેંકો આરબીઆઈ પાસેથી લોન લે છે.

પોલિસી દરોમાં ફેરફારની શક્યતા ઓછી છે બજારના નિષ્ણાતોનું માનવું છે કે વર્તમાન સંજોગોને જોતાં રિઝર્વ બેન્ક દર સ્થિર રાખી શકે છે. નિષ્ણાતોના મતે, આ બેઠક હાલમાં ઓમિક્રોન અંગેની આશંકાઓ વચ્ચે થઈ રહી છે અને અર્થવ્યવસ્થા હજુ પણ કોવિડની અસરમાંથી સંપૂર્ણ રીતે બહાર આવી નથી. આ સ્થિતિમાં રિઝર્વ બેંક એવું કોઈ પગલું લેવાનું પસંદ કરશે નહીં જેનાથી સેન્ટિમેન્ટ્સને અસર થાય.

કોટક ઈકોનોમિક રિસર્ચના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રિઝર્વ બેંક રેટ વધારતા પહેલા અર્થતંત્ર વિશે વધુ સ્પષ્ટ ચિત્રની રાહ જોઈ શકે છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એનારોકના ચેરમેન અનુજ પુરી પણ દરોમાં સ્થિરતાની અપેક્ષા રાખી રહ્યા છે. તેમના મતે સસ્તી હોમ લોનનો યુગ હજુ થોડો સમય ચાલી શકે છે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું કે રેપો રેટ વધવો નિશ્ચિત છે અને સસ્તી લોનનો યુગ વધુ સમય સુધી ચાલુ રાખી શકાય નહીં.

રિવર્સ રેપો રેટમાં કોઈ વધારો નહીં રોકાણકાર વર્ગમાં રિવર્સ રેપો રેટમાં વધારાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે SBIએ આ શક્યતાને નકારી કાઢી છે. SBI રિસર્ચ રિપોર્ટ જણાવે છે કે રિઝર્વ બેન્ક તેની પોલિસી સમીક્ષામાં માત્ર રિવર્સ રેપો રેટ અંગે કોઈ પગલું ભરશે નહીં. કોટક ઇકોનોમિક રિસર્ચ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રિવર્સ રેપો રેટ પર આગામી બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં. રિપોર્ટ અનુસાર એવી સંભાવના છે કે ફેબ્રુઆરીની બેઠકમાં રિવર્સ રેપો રેટનો નિર્ણય લેવામાં આવી શકે છે જ્યારે કેન્દ્રીય બેંક 2022-23ના મધ્યમાં રેપો રેટ અંગે નિર્ણય લઈ શકે છે.

આ પણ વાંચો :  Life Certificate : સમયમર્યાદામાં વધારા બાદ છેલ્લી તારીખનો ઇંતેજાર ન કરી આજેજ પતાવી લો આ કામ

આ પણ વાંચો : Tega Industries Share Allotment : વિક્રમી સબ્સ્ક્રિપશન મેળવનાર ઇશ્યુમાં તમારા ખાતામાં શેર જમા થશે કે પૈસા? જાણો આ રીતે

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">