Tega Industries Share Allotment : વિક્રમી સબ્સ્ક્રિપશન મેળવનાર ઇશ્યુમાં તમારા ખાતામાં શેર જમા થશે કે પૈસા? જાણો આ રીતે
ટેગા ઇન્ડસ્ટ્રીઝના IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આ ઈશ્યુ 219 ગણો સબસ્ક્રાઈબ કરવામાં આવ્યો છે. ક્વોલિફાઈડ સંસ્થાકીય ખરીદદારોથી માંડીને છૂટક રોકાણકારો સુધી દરેકે આ ઈશ્યુમાં ક્રેઝ દર્શાવ્યો છે.
Tega Industries IPO Share Allotment Status: ખનિજ અને ખાણ ઉદ્યોગમાં સેવાઓ પૂરી પાડતી કંપની ટેગા ઇન્ડસ્ટ્રીઝ(Tega Industries) ના IPOમાં રોકાણ કરનારા સફળ રોકાણકારોને આજે 8 ડિસેમ્બરે શેરની ફાળવણી થઇ શકે છે. નશીબદાર રોકાણકારોના ડીમેટ ખાતામાં 10 ડિસેમ્બર સુધીમાં શેર આવી જશે. કંપનીના સ્ટોક લિસ્ટ 13 ડિસેમ્બરના રોજ થશે.
ટેગા ઇન્ડસ્ટ્રીઝના IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આ ઈશ્યુ 219 ગણો સબસ્ક્રાઈબ કરવામાં આવ્યો છે. ક્વોલિફાઈડ સંસ્થાકીય ખરીદદારોથી માંડીને છૂટક રોકાણકારો સુધી દરેકે આ ઈશ્યુમાં ક્રેઝ દર્શાવ્યો છે. સબ્સ્ક્રિપ્શન અને વર્તમાન ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને આ સ્ટોક બજારમાં પ્રીમિયમ પર લિસ્ટ થઈ શકે છે. આવી સ્થિતિમાં જો તમે પણ ઇશ્યૂ માટે સબ્સ્ક્રાઇબ કર્યું છે તો તમે સરળતાથી ચકાસી શકો છો કે તમને શેર મળશે કે પરત પૈસા?
BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો
- સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ પર જવું પડશે.
- અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે.
- હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો.
- તમારો એપ્લિકેશન નંબર લખો.
- પાન નંબર દાખલ કરો
- હવે Search પર ક્લિક કરો.
- હવે આખી વિગત તમને જોવા મળશે.
રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તપાસો
- linkintime પ્રાઇવેટ લિમિટેડ આ ઈશ્યુના રજિસ્ટ્રાર છે.
- આ IPO માટે, રજિસ્ટ્રારની વેબસાઇટ પર જવું પડશે.
- લિંક: linkintime.co.in/MIPO/Ipoallotment.html
- ડ્રોપડાઉનમાં કંપનીનું નામ લખો.
- આ પછી બોક્સમાં PAN નંબર, એપ્લિકેશન નંબર અથવા ડિપોઝિટરી/ક્લાયન્ટ ID દાખલ કરો
- કેપ્ચા દાખલ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો. પછી તમને તમારું સ્ટેટસ ખબર પડશે.
ટેગા ઇન્ડસ્ટ્રીઝના IPOને તમામ કેટેગરીના રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. શેર રિટેલ રોકાણકારો માટે આરક્ષિત હિસ્સામાં 29 ગણો ઓવરસબ્સ્ક્રાઇબ થયા છે. બીજી તરફ બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) તેમના અનામત શેરમાં 663 ગણી વધુ બિડ કરે છે. ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (QIB)ની શ્રેણીને 215.45 ગણી વધુ બિડ મળી છે.
IPO હેઠળ, 1,36,69,478 ઇક્વિટી શેર પ્રમોટર્સ અને હાલના શેરધારક દ્વારા વેચાણ માટે ઓફર-ફોર-સેલ હેઠળ ઓફર કરવામાં આવશે. પ્રમોટર મદન મોહન મોહનકા 33.14 લાખ ઇક્વિટી શેર અને મનીષ મોહનકા 6.63 લાખ ઇક્વિટી શેર વેચશે. આ સિવાય યુએસ સ્થિત પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ TA એસોસિએટ્સ સાથે સંકળાયેલ વેગનર ઓફર-ફોર-સેલ દ્વારા 96.92 લાખ શેરનું વેચાણ કરશે. હાલમાં, પ્રમોટર્સ અને પ્રમોટર જૂથ ટેગા ઇન્ડસ્ટ્રીઝમાં 85.17 ટકા હિસ્સો ધરાવે છે જયારે વેગનર પાસે 14.54 ટકા હિસ્સો છે.
ટેગા ઇન્ડસ્ટ્રીઝ આવકની દૃષ્ટિએ દેશમાં પોલિમર આધારિત મિલ લાઇનર્સની બીજી સૌથી મોટી ઉત્પાદક છે. ટેગા ઇન્ડસ્ટ્રીઝ કંપનીની સ્થાપના ભારતમાં 1978માં સ્વીડનના સ્કજા એબીના સહયોગથી કરવામાં આવી હતી. બાદમાં પ્રમોટર મદન મોહન મોહનાએ 2001માં કંપનીમાં Skaja ABનો સંપૂર્ણ હિસ્સો ખરીદ્યો હતો.
આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇથેનોલ ઉત્પાદન પર ભાર મૂક્યો, ઇથેનોલ ખેડૂતોની આવક વધારશે