RBI Cash Deposit Rule : શું ₹ 2000ની નોટ બંધ થયા બાદ હવે બેંકમાં જમા રકમ અંગે પણ નિયમ લાગુ થશે? વાંચો PIBFactCheck નો જવાબ
RBI Cash Deposit Rule : 500-1000ની નોટો બંધ થયા બાદ અને હવે 2,000ની નોટો ચલણમાંથી બહાર થઈ છે. લોકો કેશ ડિપોઝીટ, બેંક એકાઉન્ટ અને અન્ય બેંકિંગ નિયમોને લઈને ચિંતિત બની ગયા છે. આવી સ્થિતિમાં જો હવે સમાચાર આવે કે કોઈક કારણોસર તમારું બેંક એકાઉન્ટ બંધ થઈ શકે છે તો સ્વાભાવિક છે કે ગભરાટ વધશે
RBI Cash Deposit Rule : 500-1000ની નોટો બંધ થયા બાદ અને હવે 2,000ની નોટો ચલણમાંથી બહાર થઈ છે. લોકો કેશ ડિપોઝીટ, બેંક એકાઉન્ટ અને અન્ય બેંકિંગ નિયમોને લઈને ચિંતિત બની ગયા છે. આવી સ્થિતિમાં જો હવે સમાચાર આવે કે કોઈક કારણોસર તમારું બેંક એકાઉન્ટ બંધ થઈ શકે છે તો સ્વાભાવિક છે કે ગભરાટ વધશે અને ખાતેદાર જાણવા માંગશે કે શું થઈ રહ્યું છે? આવી સ્થિતિમાં ભ્રામક સમાચારો પણ ખૂબ ચાલે છે. PIBએ આવા જ એક સમાચાર પર ફેક્ટ ચેક કર્યું છે. એક વાઇરલ ન્યુઝ છે કે સેન્ટ્રલ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Das) એક મોટી જાહેરાત કરી છે કે જો કોઈના ખાતામાં 30,000 રૂપિયાથી વધુ હશે તો તેનું બેંક ખાતું બંધ કરી દેવામાં આવશે. આ દર ફેલાવતા હેવાલોનું આનું ખંડન કરતાં PIB એ કહ્યું છે કે વાત ખોટી છે અને આરબીઆઈ આવા કોઈ નિયમ લઈને આવી રહી નથી.
एक ख़बर में दावा किया जा रहा है कि भारतीय रिजर्व बैंक के गवर्नर ने बैंक खातों को लेकर एक अहम ऐलान किया है कि अगर किसी भी खाताधारक के खाते में 30,000 रुपये से ज्यादा है तो उसका खाता बंद कर दिया जाएगा#PIBFactCheck
▪️ यह ख़बर #फ़र्ज़ी है।
▪️ @RBI ने ऐसा कोई निर्णय नहीं लिया है। pic.twitter.com/dZxdb5tOU9
— PIB Fact Check (@PIBFactCheck) June 15, 2023
શું બેંકમાં રોકડ રાખવાની કોઈ મર્યાદા છે?
રિઝર્વ બેંકના નિયમો અનુસાર દેશમાં એવી કોઈ મર્યાદા નથી કે તમે તમારા બેંક ખાતામાં કેટલા પૈસા રાખી શકો… તમે હજારો, લાખ્ખો, કરોડોમાં કેટલી રકમ રાખો અને તમે કેટલા પૈસા ઉપાડી શકો તે માટે કોઈ મર્યાદા નથી. હા, તે સમજી શકાય છે કે તમારી રકમ ક્યાંથી અને કેવી રીતે આવી તેનો હિસાબ હોવો જોઈએ.
મિનિમમ બેલેન્સનો નિયમ છે
બેંકો પાસે મહત્તમ નહીં પરંતુ મિનિમમ બેલેન્સનો નિયમ ચોક્કસપણે છે. તમારા બેંક ખાતામાં ઓછામાં ઓછી ચોક્કસ રકમ હોવી જોઈએ. દરેક બેંકમાં મિનિમમ બેલેન્સની ચોક્કસ રકમ હોય છે જે સરકારી બેંકોમાં ઓછી અને ખાનગી બેંકોમાં વધુ હોઈ શકે છે.
રોકડ થાપણનો નિયમો
દેશમાં રોકડ જમા કરાવવા માટે ચોક્કસ નિયમો છે. તમે તમારા બચત ખાતામાં એક જ વારમાં 1 લાખ રૂપિયા રોકડ એટલે કે કેશ જમા કરી શકો છો. એક વર્ષમાં ફક્ત 10 લાખ રૂપિયા સુધીની રોકડ જમા કરી શકાય છે. જો તમે આનાથી વધુ પૈસા જમા કરવા માંગતા હોવ તો તમે ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા જમા કરાવી શકો છો. આરબીઆઈએ બેંકોને 10 લાખ અને તેનાથી વધુની ડિપોઝિટ અથવા ઉપાડ પર નજર રાખવા અને આવા વ્યવહારોના અલગ રેકોર્ડ રાખવા સૂચના આપી છે.