AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મફત મળશે ઘરનું તમામ રાશન, આ જગ્યાએ ખુલવા જઈ રહી છે એક મોટી દુકાન

જરૂરિયાતમંદ લોકો જ્યારે ઇચ્છે ત્યારે આ દુકાન પર આવી શકે છે અને ટૂથપેસ્ટ, ખાંડ, તેલ, ઇંડા, મસાલા, બ્રેડ, લોટ, શાકભાજી, ફળો વગેરે જેવી દૈનિક જરૂરિયાતો મફતમાં મેળવી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ માટે તમને અહીં રોકવાવાળું કોઈ નહીં હોય.

મફત મળશે ઘરનું તમામ રાશન, આ જગ્યાએ ખુલવા જઈ રહી છે એક મોટી દુકાન
Free Ration
| Updated on: Jun 08, 2024 | 5:50 PM
Share

ભારતમાં સરકાર દેશના ગરીબ લોકોની મદદ માટે હંમેશા નવા પ્રયાસો કરે છે. ત્યારે આવી જ એક દુકાન ખુલવા જઈ રહી છે જ્યાં જરૂરિયાતમંદ લોકોને તેમની જરૂરિયાત મુજબની તમામ રાશનની વસ્તુઓ મફતમાં મળી શકે ? એટલે કે અહીં તમારે રાશન માટે એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર નહીં પડે. તો ચાલો તમને આ અનોખી દુકાન વિશે વિગતવાર જણાવીએ.

જરૂરિયાતમંદ લોકો જ્યારે ઇચ્છે ત્યારે આ દુકાન પર આવી શકે છે અને ટૂથપેસ્ટ, ખાંડ, તેલ, ઇંડા, મસાલા, બ્રેડ, લોટ, શાકભાજી, ફળો વગેરે જેવી દૈનિક જરૂરિયાતો મફતમાં મેળવી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ માટે તમને અહીં રોકવાવાળું કોઈ નહીં હોય. તમે તમારી અનુકૂળતા મુજબ આ દુકાન પર જઈને તમારી જરૂરિયાત મુજબનો સામાન લઈ શકો છો.

આ અનોખી દુકાન ક્યાં ખુલી છે ?

તમને જણાવી દઈએ કે આ દુકાન હજુ ખુલી નથી, પરંતુ કેનેડાના સાસ્કાચેવનના રેજિનામાં ટૂંક સમયમાં ખુલવા જઈ રહી છે. આ પહેલો સ્ટોર હશે જ્યાં ગરીબ લોકોને મફતમાં રાશનની વસ્તુઓ મળશે. આ દુકાનને કોમ્યુનિટી ફૂડ હબ નામ આપવામાં આવ્યું છે અને તે અઠવાડિયામાં પાંચ દિવસ ખુલ્લી રહેશે. રેજિના ફૂડ બેંક આ પહેલ શરૂ કરી રહી છે.

ઝડપથી વધી રહ્યા છે ફૂડ બેંકના યુઝર્સ

મીડિયા સાથે વાત કરતા રેજિના ફૂડ બેંકના વાઇસ પ્રેસિડેન્ટે કહ્યું કે કોરોના પછી કેનેડામાં ફૂડ બેંકના યુઝર્સની સંખ્યામાં વધારો થયો છે. એટલે કે એવા લોકો કે જેઓ પોતાના માટે ખોરાક મેળવવા માટે સક્ષમ નથી. રેજિના ફૂડ બેંક એક NGO છે જે લોકોને મદદ કરે છે. તેમનું માનવું છે કે આ દુકાનની મદદથી તેઓ એવા લોકોને મદદ કરી શકશે કે જેઓ પહેલા સ્વાભિમાનના કારણે ભોજન માંગવામાં અચકાતા હતા. સીબીસીના રિપોર્ટ અનુસાર, રેજિના ફૂડ બેંકના યુઝર્સમાં 25 ટકાનો વધારો થયો છે.

Follow Us
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">