TATA GROUP ના આ શેર્સએ રોકાણકારોને કર્યા માલામાલ , 54% સુધી રિટર્ન આપનાર સ્ટોક્સ તરફ રાકેશ ઝુનઝુનવાલાનો પણ છે ઝુકાવ

રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો(rakesh zunzunwala portfolio)માં ટાટા ગ્રુપના ચાર શેર છે - Tata Motors, Tata Communications, Titan Company અને Indian Hotels. આ ચાર શેરો 2021 ગેઇનર લિસ્ટમાં સમાવિષ્ટ છે. અત્યાર સુધી 2021 માં આ શેરો 54 ટકા રિટર્ન આપ્યું છે.

TATA GROUP ના આ શેર્સએ રોકાણકારોને કર્યા માલામાલ , 54% સુધી રિટર્ન આપનાર સ્ટોક્સ તરફ રાકેશ ઝુનઝુનવાલાનો પણ છે ઝુકાવ
Shares of the Tata Group are currently trading higher
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 10:49 AM

TATA એ દેશનું કારોબારી ક્ષેત્રનું અગ્રગણ્ય ગ્રુપ છે. આ ઉદ્યોગ જૂથની ઓળખ તેના પૂર્વ ચેરમેન રતન ટાટા(Ratan Tata) સાથે સંકળાયેલી છે. હાલમાં ટાટા ગ્રુપના શેર જબરદસ્ત તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. સતત ઉપર તરફ ગતિ કરતા સ્ટોક્સે મોટા રોકાણકારોનું પણ તેમના તરફ ધ્યાન ખેંચ્યું છે. રોકાણકારોને માલામાલ બનાવનાર શેર્સ 54 ટકા સુધી રિટર્ન આપી ચુક્યા છે.

રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો(rakesh zunzunwala portfolio)માં ટાટા ગ્રુપના ચાર શેર છે – Tata Motors, Tata Communications, Titan Company અને Indian Hotels. આ ચાર શેરો 2021 ગેઇનર લિસ્ટમાં સમાવિષ્ટ છે. અત્યાર સુધી 2021 માં આ શેરો 54 ટકા રિટર્ન આપ્યું છે. રાકેશ ઝુનઝુનવાલા પાસે રહેલા આ શેર પૈકી ટાટા મોટર્સે 2021 માં સૌથી વધુ વળતર આપ્યું છે. આ સમયગાળામાં સ્ટોક 54 ટકા રિટર્ન આપનાર ટોપ ગેઈનર્સની યાદીમાં છે. આ ઉપરાંત ટાટા કોમ્યુનિકેશન્સ, ટાઇટન કંપની અને ઇન્ડિયન હોટલે સમાન સમયગાળામાં અનુક્રમે 27 ટકા, 19 ટકા અને 15 ટકા વળતર આપ્યું છે.

જાણીએ ચારેય સ્ટોકની બજારમાં સ્થિતિ અને પર્ફોમન્સ ઉપર કરીએ એક નજર

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

Titan Company વર્ષ 2021 માં આ શેર 1567 રૂપિયા પ્રતિ શેરથી વધીને 1870.10 રૂપિયા થઈ ગયો છે. આ વર્ષે અત્યાર સુધી આ શેરમાં 19 ટકાનો વધારો જોવા મળ્યો છે. રાકેશ અને તેની પત્ની રેખાનો શેરમાં 4.81 ટકા હિસ્સો છે.

Tata Motors: વર્ષ 2021 માં આ શેર 183 રૂપિયાથી વધીને 281.60 રૂપિયા પ્રતિ શેર સુધી ઉછળ્યો છે. આ વર્ષે અત્યાર સુધી આ શેરમાં 54 ટકાનો વધારો જોવા મળ્યો છે. રાકેશ ઝુનઝુનવાલા સ્ટોકમાં 1.14 ટકા હિસ્સો ધરાવે છે.

The Modi government will get Rs 8,000 crore by selling its stake in Tata Communications

Tata communications

આ શેર વર્ષ 2021 માં 1100 રૂપિયા પ્રતિ શેરથી વધીને 1394.50 રૂપિયા સુધી ઉપલા સ્તરે જોવા મળ્યો છે. આ વર્ષે અત્યાર સુધી આ શેરમાં 27 ટકાનો વધારો જોવા મળ્યો છે. રાકેશ ઝુનઝુનવાલા સ્ટોકમાં 1.04 ટકા હિસ્સો ધરાવે છે.

Indian Hotels આ શેર વર્ષ 2021 માં 120.10 રૂપિયા પ્રતિ શેરથી વધીને 138 રૂપિયા થઈ ગયો છે. આ વર્ષે અત્યાર સુધી આ શેરમાં 15 ટકાનો વધારો જોવા મળ્યો છે. રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્નીનો શેરમાં 1.05 ટકા હિસ્સો ધરાવે છે.

આ પણ વાંચો :  Petrol Diesel Rate Today : એક મહિના પછી પેટ્રોલના ભાવમાં થયો ફેરફાર , જાણો આજે પેટ્રોલ – ડીઝલ મોંઘા થયા કે મળી રાહત

આ પણ વાંચો : LIC IPO : દેશના સૌથી મોટા IPO પછી વીમા ક્ષેત્રમાં આ મોટો ફેરફાર જોવા મળશે ? વિગતવાર જાણો અહેવાલમાં

g clip-path="url(#clip0_868_265)">