રેલવેની આ કંપનીને મળ્યો 140 કરોડનો વર્ક ઓર્ડર, રોકાણકારોની લાગી લાઇન, 6 મહિનામાં ભાવ 126 ટકા વધ્યા

RailTel Share: આજે બુધવારે ટ્રેડિંગ દરમિયાન રેલ્વે સંબંધિત કંપની રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના શેરો ફોકસમાં છે. કંપનીનો શેર આજે ઇન્ટ્રાડે 5% વધીને રૂ. 385.25 પર પહોંચ્યો હતો. શેરના આ વધારા પાછળ મોટો ઓર્ડર છે. ખરેખર, RailTel Corporation of India ને પ્રસાર ભારતી બ્રોડકાસ્ટિંગ તરફથી OTT પ્લેટફોર્મ માટે ઓર્ડર મળ્યો છે. ત્યારથી શેરોમાં જબરદસ્ત ખરીદી જોવા મળી રહી છે.

રેલવેની આ કંપનીને મળ્યો 140 કરોડનો વર્ક ઓર્ડર, રોકાણકારોની લાગી લાઇન, 6 મહિનામાં ભાવ 126 ટકા વધ્યા
Follow Us:
Sagar Solanki
| Edited By: | Updated on: Feb 15, 2024 | 7:01 AM

RailTel એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “RailTel Corporation of India Limitedને ડિઝાઇન, વિકાસ, અમલીકરણ, સંચાલન અને જાળવણી માટે પ્રસાર ભારતી બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તરફથી વર્ક ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર રૂ. 139.73 કરોડનો છે.”

રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડના શેર છ મહિનામાં 126.83 ટકા અને એક વર્ષમાં 223.61 ટકા વધ્યા છે. આ સાથે રેલટેલ સૌથી વધુ નફાકારક રલવે શેરોમાંનો એક છે.

શેર છ મહિનામાં 11.20 ટકા અને વર્ષમાં 20.53 ટકા વધ્યો

તેણે બેન્ચમાર્ક Nifty50 કરતાં વધુ સારો દેખાવ કર્યો છે, જે છ મહિનામાં 11.20 ટકા અને વર્ષમાં 20.53 ટકા વધ્યો છે. તેની 52 સપ્તાહની ઊંચી સપાટી 459.30 રૂપિયા અને 52 સપ્તાહની નીચી સપાટી 96.20 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 12,075.3 કરોડ છે.

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

ડિસેમ્બર ક્વાર્ટરમાં RailTel Corporation of India Limitedના નફા અને આવકમાં વધારો થયો છે. 31 ડિસેમ્બર, 2023 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં 47 ટકાનો વધારો થયો છે.

કંપનીની આવકમાં વધારો

કંપનીની આવક ગયા વર્ષના રૂ. 454 કરોડથી વધીને ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 668 કરોડ થઈ છે. આ સમયગાળા દરમિયાન ચોખ્ખો નફો રૂ. 32 કરોડથી 93 ટકા વધીને રૂ. 62 કરોડ થયો છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી આપની જાણકારી માટે છે. Tv9 ગુજરાતી કોઈ પણ રોકાણ કરવા માટે પ્રોત્સાહિત નાથી કરતું. કોઈ પણ રોકાણ નિષ્ણાંતની સલાહ લઈને કરવી. 

g clip-path="url(#clip0_868_265)">