‘ઘર બનાવવા માટે પાકિસ્તાની સિમેન્ટ વગર ચલાવી લઈશું’, ભારતીય વેપારીઓએ પાક.ને આપ્યો ખરેખરનો આર્થિક આંચકો
પુલવામા આતંકી હુમાલા પછી સમગ્ર દેશમાં પાકિસ્તાન સામે વિરાધ વધી રહ્યો છે. ત્યારે સરકારે પાકિસ્તાનને આર્થિક અને રાજનીતિક મોર્ચે ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજજો છીનવી લીધો છે. ત્યારે દેશના વેપારીઓએ પણ પાકિસ્તાનને પોતાના હિસાબે જવાબ આપવાનો નિર્ણય કર્યો છે. જેના માટે વેપારીઓએ પાકિસ્તાનમાં સિમેન્ટના આયાત પર જ પ્રતિબંધ લગાવી દેવાનો નિર્ણય […]
પુલવામા આતંકી હુમાલા પછી સમગ્ર દેશમાં પાકિસ્તાન સામે વિરાધ વધી રહ્યો છે. ત્યારે સરકારે પાકિસ્તાનને આર્થિક અને રાજનીતિક મોર્ચે ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજજો છીનવી લીધો છે. ત્યારે દેશના વેપારીઓએ પણ પાકિસ્તાનને પોતાના હિસાબે જવાબ આપવાનો નિર્ણય કર્યો છે.
જેના માટે વેપારીઓએ પાકિસ્તાનમાં સિમેન્ટના આયાત પર જ પ્રતિબંધ લગાવી દેવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનના એક રિપોર્ટ અનુસાર, ભારતીય વેપારીઓએ પાકિસ્તાનથી આવતાં 600-800 સિમેન્ટ કન્ટેનરો પર પ્રતિબંધ લગાવી દીધો છે. જે હાલમાં કરાચી, કોલંબો અને દુબઈ પોર્ટ પર રહેલાં છે.
વાર્ષિક ભારત પાકિસ્તાનને 7 થી 8 ડોલર(500 -572 કરોડ રૂપિયા) ની સિમેન્ટ વેચે છે. ભારત પાકિસ્તાન તરફથી 75 ટકા સિમેન્ટ આયાત કરે છે. જેમા કારણે પાકિસ્તાનને વાર્ષિક 1.92 અબજ ડોલરની આવક થાય છે. ઘર બનાવવા માટે પાકિસ્તાનની સિમેન્ટનો ઉપયોગ થશે નહીં.
જ્યારે બીજી તરફ મેરઠ સ્પોર્ટસ ઉત્પાદન માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. જેમાં પાકિસ્તાનમાં પણ સૌથી વધુ સ્પોર્ટસનો સામાન મેરઠથી જ પહોંચે છે. ત્યારે હવે મેરઠના ક્રિકેટના સામાનના પ્રમુખે જણાવ્યું કે, SS, BDM અને જેવી અનેક કંપનીઓ પાકિસ્તાનમાં ક્રિકેટનો સામાન મોકલશે નહીં.
આ ઉપરાંત અન્ય એથલેટિક્સનો સામાન મોકલતી કંપનીઓ જેમકે વિનેક્સ સ્પોર્ટસ અને કોક્સટોન સ્પોર્ટસ દ્વારા પણ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્ય છે. અને તેઓ હોકીથી લઈ એથલેટિક્સ સંબંધિત તમામ રમતોનો સામાન મોકલશે નહીં. જેના કારણે પાકિસ્તાને હવે ચીન અને અન્ય દેશો પાસેથી મોંઘા ભાવે સામાન ખરીદવો પડશે. જ્યારે ક્રિકેટ માટે સમગ્ર દુનિયામાં ભારતથી મોટું માર્કેટ નથી ત્યારે પાકિસ્તાન માટે મુશ્કેલી વધી રહેશે.
[yop_poll id=1623]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]