પ્રોફિટ બુકિંગના પગલે તેજીનું વલણ સમાપ્ત, સેન્સેક્સમાં 50 અંકનો ઘટાડો
શેરબજારના સાત ટ્રેડિંગ સેશનમાં આવેલી તેજી પર પ્રોફિટ બુકિંગના લીધે બ્રેક લાગી હતી. તેમજ શેરબજારના સેન્સેક્સ 50 અંક ઘટાડા સાથે થયો હતો.
પ્રોફિટ બુકિંગના( Profit Booking) કારણે શેરબજારમાં(Share Market) તેજીનું વલણ સાત ટ્રેડિંગ સત્ર બાદ મંગળવારે સમાપ્ત થયું. રોકાણકારોએ નફો બુક કર્યો કારણ કે બજાર વિક્રમી ઉંચા સ્તરે હતું, જેના કારણે સેન્સેક્સ(Sensex) લગભગ 50 પોઇન્ટ ઘટી ગયો હતો. જેમાં દિવસના કારોબાર દરમિયાન બીએસઈનો 30 શેરોનો સેન્સેક્સ 62,245.43 પોઈન્ટની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. જોકે, અંતે તે 49.54 પોઇન્ટ એટલે કે 0.08 ટકા ઘટીને 61,716.05 પર બંધ થયો હતો.
તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 58.30 પોઈન્ટ એટલે કે 0.32 ટકા ઘટીને 18,418.75 પોઈન્ટ થયો હતો. દિવસના વેપાર દરમિયાન તે 18,604.45 પોઇન્ટના રેકોર્ડ સ્તરને સ્પર્શ્યો હતો.
ITC ટોપ લૂઝર
સેન્સેક્સ કંપનીઓમાં ITC નો શેર સૌથી વધુ 6 ટકા ઘટ્યો હતો. હિન્દુસ્તાન યુનિલિવર, ટાઇટન, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને પાવરગ્રીડના શેરો પણ રેડ ઝોનમાં રહ્યા હતા. બીજી બાજુ, ટેક મહિન્દ્રા, એલએન્ડટી, ઇન્ફોસિસ, બજાજ ફિનસર્વ, કોટક બેંક અને એચડીએફસી બેન્કના શેરના ભાવ વધ્યા હતા.
મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ઘટાડો થયો હતો મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં લાર્જકેપ કરતાં વધુ ઘટાડો થયો છે. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 1.98 ટકા ઘટીને બંધ થયો છે. જ્યારે BSE સ્મોલકેપ ઇન્ડેક્સ 1.79 ટકા ઘટીને બંધ થયો.
FMCG, PSU બેન્ક, રિયલ્ટી અને મેટલ ઈન્ડેક્સમાં મોટો ઘટાડો
મંગળવારના ટ્રેડિંગમાં માત્ર નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસ અને નિફ્ટી આઇટી ઇન્ડેક્સ સેક્ટરલ ઇન્ડેક્સમાં વધ્યા હતા. અન્ય તમામ સૂચકાંકો મોટા ઘટાડા સાથે બંધ થયા. સૌથી મોટો ઘટાડો નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સમાં 4.74 ટકા નોંધાયો હતો.
આ સિવાય નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 1.59 ટકા, નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ 3.19 ટકા, નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 2.46 ટકા, નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 1.46 ટકા, નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 3.73 ટકા ઘટ્યો હતો. જ્યારે નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સ 1.25 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ 2.44 ટકા અને નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ 1.06 ટકા ઘટ્યા હતા.
એલકેપી સિક્યોરિટીઝના હેડ ઓફ રિસર્ચ એસ રંગનાથને જણાવ્યું હતું કે, બજારમાં પ્રોફિટ બુકિંગનો ટ્રેન્ડ હતો. જોકે, આઇટી સેગમેન્ટના ઇન્ડેક્સમાં ઉતાર ચઢાવ હોવા છતાં દિવસભર મજબૂત રહ્યો હતો. જ્યારે અન્ય એશિયન બજારોમાં, હોંગકોંગનું હેંગ સેંગ, ચીનનું શાંઘાઈ કમ્પોઝિટ, દક્ષિણ કોરિયાનું કોસ્પી અને જાપાનનું નિક્કી વધ્યા હતા. યુરોપિયન બજારો પણ બપોરના વેપારમાં ફાયદામાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : ભારે વરસાદ અને ભૂસ્ખલનને પગલે ચારધામ યાત્રા અટકી, ગુજરાતના અનેક યાત્રાળુઓ ફસાયા
આ પણ વાંચો : Virat Kohli trolled : દિવાળી મનાવવાની ટીપ્સ શેયર કરવી વિરાટ કોહલીને ભારે પડી, લોકોએ ટ્વીટર પર લગાવી દીધી ક્લાસ