Privatisation : Air India બાદ ડિસેમ્બર સુધીમાં આ બે સરકારી કંપનીઓ ખાનગી બનશે! સરકારે આપ્યા સંકેત

ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) ના સચિવ તુહિનકાંત પાંડેએ એક મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે લગભગ બે દાયકામાં પ્રથમ ખાનગીકરણમાંથી શીખેલા પાઠ સરકારની ખાનગીકરણની ગતિને ઝડપી બનાવવામાં મદદ કરશે.

Privatisation : Air India બાદ ડિસેમ્બર સુધીમાં આ બે સરકારી કંપનીઓ ખાનગી બનશે! સરકારે આપ્યા સંકેત
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 8:21 PM

જાહેર ક્ષેત્રની કંપનીઓ(public sector undertaking – psu)ને ખાનગી હાથમાં સોંપવા(Privatization)નું કેન્દ્રનું અભિયાન વેગ પકડી રહ્યું છે. સરકારે ડિસેમ્બર સુધીમાં વધુ બે સરકારી માલિકીની કંપનીઓ ખાનગી બને તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ બે કંપનીઓ છે નીલાચલ ઇસ્પાત(neelachal ispat nigam ltd) અને સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ(central electronics limited) છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ બે કંપનીઓ સાથે સંબંધિત વ્યવહારો ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) ના સચિવ તુહિનકાંત પાંડેએ એક મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે લગભગ બે દાયકામાં પ્રથમ ખાનગીકરણમાંથી શીખેલા પાઠ સરકારની ખાનગીકરણની ગતિને ઝડપી બનાવવામાં મદદ કરશે. જે PSU નું સરકાર ખાનગીકરણ કરવા માંગે છે તેમાં શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(shipping corporation of india) અને પવન હંસ(pawan hans limited)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત સરકાર માર્ચ ક્વાર્ટરમાં ભારત કુકીંગ કોલ લિમિટેડ (bharat coking coal limited) BCCL અને ભારત અર્થ મુવર્સ લિમિટેડ (bharat earth movers limited – BEML)ના ખાનગીકરણની સાથે સ્ટોક એક્સચેન્જ પર એલઆઈસી(LIC)ના મેગા લિસ્ટિંગની પણ અપેક્ષા રાખે છે.

એર ઇન્ડિયાનું વેચાણ મોટી સફળતા ટાટા સન્સે(tata sons) એર ઈન્ડિયા(air india)ના વેચાણ માટે બોલી જીત્યા પછી એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે અન્ય અસ્તિત્વ ધરાવતી સરકારી કંપનીઓના ખાનગીકરણનો માર્ગ સરળ બનશે. ટાટા સન્સએ એર ઇન્ડિયા માટે 18000 કરોડ રૂપિયાની બોલી જીતી છે. સ્પાઇસ જેટના સ્થાપક અજય સિંહની આગેવાની હેઠળનું કન્સોર્ટિયમ પણ એર ઇન્ડિયાને ખરીદવાની રેસમાં હતું તમેણે 15,000 કરોડની બોલી લગાવી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

Air Indiaના વેચાણ બાદ તેની 4 પેટા કંપનીઓને વેચવાની તૈયારી કરી રહી છે સરકાર 8 ઓક્ટોબરના રોજ સરકારે જાહેરાત કરી હતી કે ટાટા સન્સે 18,000 કરોડ રૂપિયામાં દેવાગ્રસ્ત રાષ્ટ્રીય એરલાઈન એર ઈન્ડિયાને ખરીદવાની બોલી જીતી લીધી છે. આમાં 2,700 કરોડ રૂપિયાની રોકડ ચુકવણી અને 15,300 કરોડ રૂપિયાનું દેવું શામેલ છે. હવે એર ઈન્ડિયાની પેટાકંપનીઓના મુદ્રીકરણની યોજના પર કામ થશે. આ પેટાકંપનીઓ ભારત સરકારની એર ઈન્ડિયા એસેટ હોલ્ડિંગ લિમિટેડ (AIAHL) પાસે છે. એર ઈન્ડિયાની ચાર પેટાકંપનીઓ છે – એર ઈન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસીસ લિમિટેડ (AIATSL), એરલાઈન એલાઈડ સર્વિસીસ લિમિટેડ (AASL), એર ઈન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસીસ લિમિટેડ (AIESL) અને હોટલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (HCI) લિમિટેડ.

આ પણ વાંચો :  Ratan Tata : 83 વર્ષના આ દિગ્ગ્જ કારોબારી પહેલા નિર્ણય લઈ પછી તેને સાચા સાબિત કરે છે, જાણો રતન ટાટા વિશે કેટલીક રસપ્રદ માહિતી

આ પણ વાંચો : Made In China કાર ભારતીય રોડ ઉપર દોડશે નહિ! જાણો ચીનને ફટકો આપવાના બદલામાં કેન્દ્રીય મંત્રી ગડકરીએ TESLA ને આપી શું ઓફર?

g clip-path="url(#clip0_868_265)">