Made In China કાર ભારતીય રોડ ઉપર દોડશે નહિ! જાણો ચીનને ફટકો આપવાના બદલામાં કેન્દ્રીય મંત્રી ગડકરીએ TESLA ને આપી શું ઓફર?
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના જણાવ્યા મુજબ તેમણે અમેરિકન ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક (ટેસ્લા) ને સ્પષ્ટ કરી દીધું છે કે ચીનમાં ઉત્પાદિત તેમના વાહનો ભારતના રસ્તાઓ પર ચાલી શકશે નહીં.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી(Nitin Gadkari) સ્પષ્ટ વક્તા અને નિખાલસતા માટે જાણીતા છે. આ વખતે ગડકરીએ વિશ્વના અબજોપતિ એલોન મસ્ક(Elon Musk)ની કંપની ટેસ્લા(Tesla)ને ભારતમાં વેપાર અંગે એક જબરદસ્ત સલાહ આપી છે. ગડકરીએ કહ્યું છે કે તેમણે ટેસ્લા કંપનીને મહત્વની સલાહ આપી છે. ગડકરીના જણાવ્યા અનુસાર તેમણે ટેસ્લાને ભારતમાં તેની કારનું ઉત્પાદન કરવાનું કહ્યું છે આ માટે સંપૂર્ણ સહકાર માટે ખાતરી આપી છે પણ ગડકરીએ કંપનીને ચીનમાં બનેલા વાહનો ભારતીય રોડ ઉપર ઉતારવાના આયોજન અથવા વિચાર સામે ચેતવણી આપી છે.
કેન્દ્રીય મંત્રી ગડકરીએ શું કહ્યું? કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના જણાવ્યા મુજબ તેમણે અમેરિકન ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક (ટેસ્લા) ને સ્પષ્ટ કરી દીધું છે કે ચીનમાં ઉત્પાદિત તેમના વાહનો ભારતના રસ્તાઓ પર ચાલી શકશે નહીં. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ભારતમાં ટેસ્લાની ઇલેક્ટ્રિક કારના ઉત્પાદન માટે તેઓ જે પણ સહકાર ઈચ્છે છે તે ઉપલબ્ધ થશે. આ અંગે સરકાર સાથે વાત કરવા આમંત્રણ અપાયું છે. ગડકરીએ ભૂતકાળમાં કહ્યું હતું કે ટેસ્લા પાસે ભારતમાં તેનું ઉત્પાદન એકમ સ્થાપવાની સુવર્ણ તક છે કારણ કે ભારત ઈ-વાહનોને લઈને ઘણા મહત્વના પગલાં લઈ રહ્યું છે.
ટેસ્લાને શક્ય તમામ મદદની ખાતરી એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કહ્યું કે ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને લઈને પરિસ્થિતિ સાફ થઈ ગઈ છે. ગડકરીએ કહ્યું કે ટેસ્લાએ આ વિકલ્પ પર વિચાર કરવો જોઈએ. નીતિન ગડકરીએ કહ્યું, “મેં ટેસ્લાને કહ્યું છે કે ભારતમાં ચીનમાં બનેલી ઇલેક્ટ્રિક કાર વેચશો નહીં. તમારે ભારતમાં ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરવું જોઈએ અને ભારતમાંથી કારની નિકાસ પણ કરવી જોઈએ. ટેસ્લાને જે પણ સહકાર જોઈએ તે અમારી સરકાર આપશે.
કારની કિંમત જેટલીજ ઈમ્પોર્ટ ડયુટી ભારત 40,000 ડોલર અથવા રૂ. 30 લાખથી વધુ કિંમતના આયાતી વાહનો પર 100% ટેક્સ વસૂલે છે જ્યારે તેનાથી ઓછી કિંમતની કાર 60% ઈમ્પોર્ટ ડયુટી લાગે છે. ટેસ્લાના સીઈઓ એલોન મસ્કએ તાજેતરમાં જ કહ્યું હતું કે તેઓ આ કાર ભારતમાં લોન્ચ કરવા માંગે છે પરંતુ ઈવી પર ભારતની ઈમ્પોર્ટ ડ્યૂટી “વિશ્વમાં અત્યાર સુધીની સૌથી વધુ” છે.
ટેસ્લાએ ભારત સરકારને EV પર આયાત ડ્યૂટી 100 ટકાથી ઘટાડીને 40 ટકા કરવાની વિનંતી કરી હતી. ટેસ્લાએ 2019 માં પ્રથમ વખત અમેરિકાની બહાર શાંઘાઈમાં પોતાનો પ્લાન્ટ સ્થાપ્યો હતો. પ્લાન્ટ ટેસ્લા મોડલ 3 અને મોડેલ Y વાહનોના ઉત્પાદન માટે ઉત્પાદન કેન્દ્ર બની ગયો છે.
ટેસ્લાના ઔરમુખ એલોન મસ્કએ અપીલ કરી હતી ટેસ્લાના ચીફ એલોન મસ્કએ તાજેતરમાં જ કહ્યું હતું કે તેઓ ભારતમાં આ કાર લોન્ચ કરવા માંગે છે પરંતુ દેશ પર EVs પરની આયાત ફી વિશ્વમાં સૌથી વધુ છે. મસ્કએ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે “અમે આ કરવા માગીએ છીએ પરંતુ આયાત ફી (ભારતમાં) અન્ય કોઇ મોટા દેશની તુલનામાં વિશ્વમાં સૌથી વધુ છે.”
આ પણ વાંચો : Petrol-Diesel Price Today : પેટ્રોલ બાદ હવે ડીઝલ પણ 100 ને પાર, જાણો અમદાવાદ સહીત ક્યાં ડીઝલના ભાવમાં સેન્ચુરી નોંધાઈ