EPFO પેન્શનમાં મોટા ફેરફારની તૈયારી, જેટલું યોગદાન તેટલું પેન્શનની નીતિ અપનાવાઈ શકે છે

સરકાર EPFO પેન્શન ફંડમાં ફેરફાર કરવાની તૈયારીમાં છે. શ્રમ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ લેબર સંદર્ભે સંસદીય પેનલને જણાવ્યું હતું કે બંધારણ બદલવાની જરૂર છે.

EPFO પેન્શનમાં મોટા ફેરફારની તૈયારી, જેટલું યોગદાન તેટલું પેન્શનની નીતિ અપનાવાઈ શકે છે
EPFO
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 09, 2021 | 3:43 PM

સરકાર EPFO પેન્શન ફંડમાં ફેરફાર કરવાની તૈયારીમાં છે. શ્રમ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ લેબર સંદર્ભે સંસદીય પેનલને જણાવ્યું હતું કે બંધારણ બદલવાની જરૂર છે. હમણાં EPFO પેન્શન માટેની લઘુતમ મર્યાદા નિશ્ચિત છે. તે એક પ્રકારે ‘નિર્ધારિત લાભો’ નું એક મોડેલ છે. આવનારા સમયમાં, યોગદાનના આધારે આ મોડેલને બદલવા અને અપનાવવા પડશે.

હાલમાં 23 લાખ EPFO પેન્શનર્સ છે જેમની માસિક પેન્શન 1000 રૂપિયા છે. યોગદાનની દ્રષ્ટિએ, ફંડ કોર્પસમાં તેમનું યોગદાન લાભના 25 ટકા પણ નથી. આવી સ્થિતિમાં, EPFO માટે લાંબા સમય સુધી આ ભારણ સહન કરવું મુશ્કેલ છે. આ જ કારણ છે કે શ્રમ મંત્રાલયના અધિકારીઓએ ‘જેટલૂ યોગદાન તેટલું પેંશન’ માર્ગ સૂચવ્યો છે.

ઓગસ્ટ 2019 માં પેન્શન વધારવાના સૂચનો આપવામાં આવ્યા હતા ગયા વર્ષે લેબરના મામલાઓ અંગેની પાર્લામેન્ટરી પેનલ દ્વારા શ્રમ મંત્રાલયને પૂછવામાં આવ્યું હતું કે EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઓ ઓગસ્ટ 2019 ના સૂચન કેમ લાગુ કરાયા નથી. ઓગસ્ટ 2019 માં EPFOએ લઘુત્તમ પેન્શનને 1000 થી વધારીને 2000 અથવા 3000 રૂપિયા કરવાનું સૂચન કર્યું હતું.

દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?

બોજ વધશે શ્રમ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે જો લઘુતમ પેન્શન 2000 કરવામાં આવે તો EPFO પર 4500 કરોડનો વધારાનો ભાર વધશે. જો તેને વધારીને 3000 રૂપિયા કરવામાં આવશે તો આ ભારણ લગભગ 14600 કરોડ થશે. મળતી માહિતી મુજબ, શેરબજારમાં EPFO દ્વારા કરવામાં આવેલા વિશાળ રોકાણ પર કોરોનાની ખરાબ અસર પડી છે અને વળતર નકારાત્મક બન્યું છે. વળતર જે રોકાણ કર્યું હતું તેના કરતા ઓછા છે.

શેરબજારમાં રોકાણને કારણે નુકસાન માર્ચ 2020 માં, EPFOને તેના રોકાણ પર નકારાત્મક વળતર મળ્યું. તે પછી પણ તેણે શેર બજારમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું હતું.

13.7 લાખ કરોડનું ભંડોળ EPFOએ શેર બજારમાં લગભગ 4600 કરોડનું રોકાણ કર્યું હતું. તેનું કુલ ભંડોળ આશરે 13.7 લાખ કરોડ છે. તે માત્ર 5 ટકા છે. સરકાર ઇપીએફઓને સતત સલામત સ્થળોએ રોકાણ કરવા માટે કહી રહી છેજ્યાં જોખમ ઘણું ઓછું હોય.

આ પણ વાંચો: શનિ દેવને પ્રસન્ન કરવા છે? તો કરો આ ઉપાય, દરેક મનોકામના થશે પૂરી

આ પણ વાંચો: Maharashtra : વોર્ડમાં હતો એટલો ધુમાડો કે બાળકોના શરીર કાળા પડવા લાગ્યા હતા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">