PNBના ગ્રાહકો સાવચેત રહેજો, હવે ATMમાંથી પૈસા નહીં નીકળે તો ચાર્જ ચૂકવવો પડશે, જાણો શું છે નવો નિયમ
અહીં એ જાણવું જરૂરી છે કે ATMનો ઉપયોગ કરતી વખતે તમારો વ્યવહાર નિષ્ફળ જાય છે. તો તે સમયે PNB ગ્રાહક તેમની ફરિયાદો નોંધવા માટે ટોલ-ફ્રી નંબર 1800180222 અને 18001032222 દ્વારા કસ્ટમર કેર સેન્ટરનો સંપર્ક કરી શકે છે તેમજ બેંકદ્વારા સર્વેક્ષણ હાથ ધરાયુ છે

જો તમારું પણ પંજાબ નેશનલ બેંકમાં ખાતું છે તો આ સમાચાર તમને ચોંકાવી શકે છે. આજથી જો તમે બેલેન્સ વગર એટીએમનો ઉપયોગ કરો છો અથવા તમારા એટીએમમાંથી પૈસા નીકળતા નથી તો તમારે તેના માટે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. બેંકે પોતે તેની સત્તાવાર વેબસાઇટ પર આ માહિતી આપી છે. આની સાથે જ બેંક પોતાના ગ્રાહકોને મેસેજ દ્વારા પણ આ જાણકારી આપી રહી છે.આપને જણાવી દઈએ કે નિયમો અનુસાર તમારા ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી છે. જો તમે આમ ન કરો તો બેંક તમારા ખાતામાંથી પેનલ્ટી ચાર્જ કાપી લે છે.
કેટલો ચાર્જ લેવામાં આવશે
પંજાબ નેશનલ બેંક નિષ્ફળ ટ્રાન્ઝેક્શન પર GSTની સાથે 10 રૂપિયા ચાર્જ કરશે. એટલે કે, જો તમારા ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવામાં આવે અને તમે ATMમાં બેલેન્સ ચેક કરવા માટે કાર્ડ દાખલ કરો છો, તો તમારે GST સાથે 10 રૂપિયાનો પેનલ્ટી ચાર્જ ચૂકવવો પડશે. બીજી તરફ, જો તમારા ખાતામાં મિનિમમ બેલેન્સ છે પરંતુ કોઈ ટેકનિકલ સમસ્યાને કારણે તમે પૈસા ઉપાડી શક્યા નથી અને વ્યવહાર નિષ્ફળ ગયો છે, તો તમે દંડની ફરિયાદ કરી શકો છો.
જો તમે બેંકમાં નિષ્ફળ ટ્રાન્ઝેક્શન વિશે ફરિયાદ કરો છો, તો ફરિયાદ મળ્યાના 3 થી 7 દિવસમાં બેંક તમારા પૈસા પરત કરશે. બીજી તરફ, જો તમારા પૈસા 30 દિવસમાં પાછા નહીં આવે, તો બેંક તમને દરરોજ 100 રૂપિયા વળતર આપશે.
આ પણ વાંચો: Bank Holidays May 2023 : ચાલુ મહિનામાં 12 દિવસ બેંક બંધ રહેશે, કામના પ્લાનિંગ પહેલા યાદી તપાસી લો
આ હેલ્પલાઇન નંબરો પર ફરિયાદ કરી શકાશે
અહીં એ જાણવું જરૂરી છે કે ATMનો ઉપયોગ કરતી વખતે તમારો વ્યવહાર નિષ્ફળ જાય છે. તો તે સમયે PNB ગ્રાહક તેમની ફરિયાદો નોંધવા માટે ટોલ-ફ્રી નંબર 1800180222 અને 18001032222 દ્વારા કસ્ટમર કેર સેન્ટરનો સંપર્ક કરી શકે છે તેમજ બેંકદ્વારા સર્વેક્ષણ હાથ ધરાયુ છે જેમાં ગ્રાહકો PNBની વેબસાઇટની મુલાકાત લઈને ભાગ લઈ શકે છે. તેઓ બેંકની સેવાઓ સાથેના તેમના અનુભવ વિશે અને તેઓ બેંકથી સંતુષ્ટ છે કે નહીં તે વિશે પોતાના પ્રતિસાદ અને અભિપ્રાય આપી શકે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…