Bank Holidays May 2023 : ચાલુ મહિનામાં 12 દિવસ બેંક બંધ રહેશે, કામના પ્લાનિંગ પહેલા યાદી તપાસી લો
Bank Holidays May 2023 : મે મહિનામાં વિવિધ પ્રસંગોએ બેંકો કુલ 12 દિવસ બંધ રહેશે. જેમાં તહેવારો, દિવસો અને જ્યંતીને કારણે બેંકો 6 દિવસ બંધ રહેશે, જ્યારે દેશભરની બેંકોમાં 4 રવિવાર અને 2 શનિવારના રોજ રજા છે. મે મહિનાની શરૂઆત રજા સાથે થઈ રહી છે.
Bank Holidays May 2023 : એપ્રિલ મહિનો પૂરો થઇ છે અને આજથી મેં મહિનાની શરૂઆત થઇ છે. આ સાથે જ આજથી નવો મહિનો પણ શરૂ થયો છે. નવા મહિનામાં બેંકોની રજાઓની નવી યાદી પણ બહાર આવી છે. બેંક રજાઓની સંપૂર્ણ યાદી RBIની સત્તાવાર યાદી અનુસાર જાહેર કરવામાં આવી છે. RBI ના લિસ્ટ મુજબ મે મહિનામાં બેંકો 12 દિવસ બંધ રહેશે. મહિનાની શરૂઆત પણ રજા સાથે થવા જઈ રહી છે. આ રજાઓ ઘણી બેંકોને લાગુ પડશે જ્યારે કેટલીક ચોક્કસ રાજ્યો અને પ્રદેશોને લાગુ પડશે. આ 12 દિવસની રજામાં તમામ એકસાથે દરેક સ્થળે લાગુ પડતી નથી જોકે તેમાં 4 રવિવાર અને 2 શનિવારનો પણ સમાવેશ થાય છે.
મે મહિનામાં બેંક કેટલા દિવસ બંધ રહેશે ?
મે મહિનામાં વિવિધ પ્રસંગોએ બેંકો કુલ 12 દિવસ બંધ રહેશે. જેમાં તહેવારો, દિવસો અને જ્યંતીને કારણે બેંકો 6 દિવસ બંધ રહેશે, જ્યારે દેશભરની બેંકોમાં 4 રવિવાર અને 2 શનિવારના રોજ રજા છે. મે મહિનાની શરૂઆત રજા સાથે થઈ રહી છે. જેમાં 1 મેના રોજ મજૂર દિવસ નિમિત્તે બેંકો બંધ રહેશે. આ ઉપરાંત મે મહિનામાં મહારાષ્ટ્ર દિવસ, બુદ્ધ પૂર્ણિમા, મહારાણા પ્રતાપ જયંતિ નિમિત્તે બેંક રજાઓ રહેશે. તમને જણાવી દઈએ કે બેંકોની રજાઓ અલગ-અલગ ઝોનમાં અલગ-અલગ હોય છે.
આ પણ વાંચો : ATM ટ્રાન્ઝેક્શનથી લઈને GST નિયમો સુધી, 1 મેથી થશે આ 4 મોટા ફેરફારો
મે 2023 માં બેંકની રજાઓની સંપૂર્ણ યાદી
- 1 May- મે ડે, મહારાષ્ટ્ર દિવસ (સોમવાર) – મહારાષ્ટ્ર ,આસામ, બિહાર, ગોવા, કર્ણાટક, કેરળ, મણિપુર, પુડુચેરી, તેલંગાણા, તમિલનાડુ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ
- 5 May – બુદ્ધ પૂર્ણિમા (શુક્રવાર) – દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, આસામ, બિહાર, ગુજરાત, અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ
- 7 May – રવિવાર – સાપ્તાહિક રજા
- 9 May – રવિન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ (મંગળવાર) – પશ્ચિમ બંગાળમાં બેંકો બંધ રહેશે
- 13 May – બીજો શનિવાર – સાપ્તાહિક રજા
- 14 May – રવિવાર – સાપ્તાહિક રજા
- 16 May (મંગળવાર) – સિક્કિમ સ્ટેટ ડે – સિક્કિમ
- 20 May – ચોથો શનિવાર – સાપ્તાહિક રજા
- 21 May – રવિવાર – જાહેર રજા
- 22 May – મહારાણા પ્રતાપ જયંતિ – સોમવાર – હિમાચલ પ્રદેશમાં બેંકો બંધ રહેશે.
- 27 May- ચોથો શનિવાર – જાહેર રજા
- 28 May – રવિવાર – જાહેર રજા
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…