PM Svanidhi Yojana: આ યોજન હેઠળ કેન્દ્ર સરકાર આપી રહી છે 10,000 રૂપિયા, આ રીતે ચેક કરો યોગ્યતા અને જાણો લાભ લેવાની રીત

પીએમ સ્વાનિધિ યોજના હેઠળ સરકાર સ્ટ્રીટ વેન્ડર્સને 10,000 રૂપિયાની સંપૂર્ણ લોન આપી રહી છે અને આ લોન લેવા માટે કોઈ ગેરંટી જરૂરી નથી. આ સિવાય જો તમે આ લોન સમયસર ચૂકવો છો તો તમને સબસિડીનો લાભ પણ મળે છે.

PM Svanidhi Yojana: આ યોજન હેઠળ કેન્દ્ર સરકાર આપી રહી છે 10,000 રૂપિયા, આ રીતે ચેક કરો યોગ્યતા અને જાણો લાભ લેવાની રીત
PM Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 8:03 AM

PM Svanidhi Yojana: કેન્દ્ર સરકાર ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવી રહી છે. આ અંતર્ગત સમાજના વિવિધ વર્ગોને તમામ પ્રકારની સુવિધાઓ અને આર્થિક મદદ આપવામાં આવી રહી છે. આ શ્રેણીમાં કેન્દ્ર સરકારની PM સ્વાનિધિ યોજના સારો લાભ આપેછે. આ યોજનાના પાત્ર લોકો સરકાર તરફથી 10,000 રૂપિયા મેળવી શકે છે.

પીએમ સ્વાનિધિ યોજના હેઠળ સરકાર સ્ટ્રીટ વેન્ડર્સને 10,000 રૂપિયાની સંપૂર્ણ લોન આપી રહી છે અને આ લોન લેવા માટે કોઈ ગેરંટી જરૂરી નથી. આ સિવાય જો તમે આ લોન સમયસર ચૂકવો છો તો તમને સબસિડીનો લાભ પણ મળે છે.

યોજનાનો લાભ કોને મળશે? આ યોજનાનો લાભ વાળંદની દુકાન, મોચી, ધોબી, શાકભાજી વેચનાર, ફળ વેચનાર, સ્ટ્રીટ ફૂડ, ટી સ્ટોલ અથવા ચાહ વાળા, બ્રેડ પકોડા અથવા ઇંડા વેચનાર, હોકર, સ્ટેશનરી વિક્રેતાઓ યોજનાનો લાભ લઈ શકે છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

લોન સંબંધિત અગત્યનાઈ માહિતી

  • સૌ પ્રથમ લોન લેનારનો મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જરૂરી છે.
  • આ લોન ફક્ત તે જ લોકોને મળશે જેઓ 24 માર્ચ 2020 ના રોજ અથવા તે પહેલા આવા કામમાં રોકાયેલા હતા.
  • આ લોનની યોજનાનો સમયગાળો માત્ર માર્ચ 2022 સુધીનો છે તેથી જેમને તેની જરૂર છે તેઓએ તેની પ્રક્રિયા જલ્દી પૂર્ણ કરવી જોઈએ.
  • શહેરી ,અર્ધશહેરી અને ગ્રામ્ય વિક્રેતાઓ આ લોન મેળવી શકે છે.
  • આ લોનના વ્યાજ પર સબસિડી ઉપલબ્ધ છે તે ત્રિમાસિક ધોરણે સીધા જ ખાતામાં ટ્રાન્સફર થાય છે.

મફત લોનની ગેરંટી આ સ્કીમ હેઠળ સ્ટ્રીટ વેન્ડર્સને એક વર્ષ માટે 10,000 રૂપિયા સુધીની કોલેટરલ ફ્રી લોન મળી શકે છે. આનો અર્થ એ છે કે તમારે લોન લેવા માટે કોઈપણ પ્રકારની ગેરેંટી આપવી પડશે નહીં. આ સિવાય તમે માસિક હપ્તામાં લોન ચૂકવી શકો છો.

તમને કેટલી સબસિડી મળે છે? તમને જણાવી દઈએ કે જો વેન્ડર પીએમ સ્વાનિધિ સ્કીમમાં મળેલી લોનની નિયમિત ચુકવણી કરે છે તો તેને વાર્ષિક 7 ટકા વ્યાજ સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે. વ્યાજ સબસિડીની રકમ ત્રિમાસિક ધોરણે લાભાર્થીના બેંક ખાતામાં સીધી મોકલવામાં આવશે. જો તમે સમયસર લોન ચૂકવશો તો તમારી સબસિડી તમારા ખાતામાં જમા થશે.

સત્તાવાર લિંક આ લોન વિશે વધુ માહિતી માટે, તમે https://pmsvanidhi.mohua.gov.in/ આ લિંકની મુલાકાત લઈ શકો છો.

આ પણ વાંચો :  Budget 2022-23 : તમારો એક વિચાર બજેટ માટે મહત્વનો મુદ્દો બની શકે છે, 7 જાન્યુઆરી સુધી આ રીતે સરકારને મોકલો સૂચન

આ પણ વાંચો :  Gold Hallmarking હેઠળ દેશમાં 1.26 લાખ જવેલર્સ થયા રજીસ્ટર્ડ, 256 જિલ્લામાં હોલમાર્કિંગનો સંપૂર્ણ અમલ લાગુ કરાયો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">