AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2022-23 : તમારો એક વિચાર બજેટ માટે મહત્વનો મુદ્દો બની શકે છે, 7 જાન્યુઆરી સુધી આ રીતે સરકારને મોકલો સૂચન

સરકારે લોકોને MyGov.in પ્લેટફોર્મ પર બજેટ અંગે તેમના મંતવ્યો રજૂ કરવા કહ્યું છે. દેશનો દરેક નાગરિક પોતાનો વિચાર સરકાર સાથે ઓનલાઈન શેર કરી શકે છે.

Budget 2022-23 : તમારો એક વિચાર બજેટ માટે મહત્વનો મુદ્દો બની શકે છે,  7 જાન્યુઆરી સુધી આ રીતે સરકારને મોકલો સૂચન
Finance Minister Nirmala Sitharaman
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 5:54 PM
Share

કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરીએ સંસદમાં નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરવા જઈ રહી છે. હવે આ બજેટ રજૂ થવામાં માત્ર બે મહિના બાકી છે. આવી સ્થિતિમાં બજેટમાં શું હોવું જોઈએ તે અંગે સરકારે જનતાનો અભિપ્રાય માંગ્યો(Inviting Ideas and Suggestions for Union Budget 2022 – 2023) છે. તમારા તરફથી મળેલ કોઈપણ સૂચનો સરકારને પસંદ આવશે તો તેને કેન્દ્રીય બજેટમાં સ્થાન આપવામાં આવી શકે છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman) આ બજેટ પહેલા ઘણી બેઠકો અને ચર્ચાઓમાં ભાગ લઈ રહ્યા છે. તાજેતરમાં ઉદ્યોગ જગતે નાણા પ્રધાન નિર્મલા સીતારમણને આવકવેરા સ્લેબને તર્કસંગત બનાવવા, ડિજિટલ સેવાઓને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપવા અને આગામી બજેટમાં હાઇડ્રોજન સ્ટોરેજને પ્રોત્સાહિત કરવા પગલાં લેવાનું સૂચન કર્યું હતું. હવે સરકારે બજેટ માટે સામાન્ય નાગરિકો પાસેથી તેમના અભિપ્રાય અને સૂચનો પણ માંગ્યા છે.

MyGov.in પ્લેટફોર્મ દ્વારા 7 જાન્યુઆરી સુધી સૂચનો આપી શકાશે સરકારે લોકોને MyGov.in પ્લેટફોર્મ પર બજેટ અંગે તેમના મંતવ્યો રજૂ કરવા કહ્યું છે. દેશનો દરેક નાગરિક પોતાનો વિચાર સરકાર સાથે ઓનલાઈન શેર કરી શકે છે. બજેટ પર લોકોનો અભિપ્રાય સરકાર માટે ફાયદાકારક બની શકે છે. વધુને વધુ લોકો આ અદ્ભુત તકનો લાભ લેવાનો પ્રયાસ કરે તેવા પ્રયત્ન હાથ ધરાયા છે. 7 જાન્યુઆરી સુધીમાં આ મુદ્દે સરકાર સમક્ષ વાત રજૂ કરી શકાશે. સાથે જ સરકાર આ સુવિધા દ્વારા બજેટમાં સામાન્ય લોકોની વસ્તુઓનો સમાવેશ કરવાનો પ્રયાસ કરશે.

તમે તમારા સૂચનો આ રીતે મોકલી શકો છો

  • તમારે બજેટ 2021 માટે સૂચનો આપવા માટે https://www.mygov.in/ ની મુલાકાત લેવી પડશે.
  • પહેલા તમારા ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબરથી લોગીન કરવું પડશે.
  • આ પ્રક્રિયામાં તમારા મોબાઈલ નંબર પર OTP આવશે.
  • તમે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ Facebook, Twitter, LinkedIn દ્વારા પણ લૉગ ઇન કરી શકો છો.
  • લોગ ઇન કર્યા પછી તમે ત્યાં બજેટ સંબંધિત કોઈપણ વિચાર શેર કરી શકશો.

આ પણ વાંચો :   Tata group: 2024 સુધીમાં ભારતનું 3 ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય, ટાટા ગ્રુપની રહેશે મહત્વની ભૂમિકા – એન. ચંદ્રશેખર

આ પણ વાંચો :  Gold price today : અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ 49775 રૂપિયા, શું છે તમારા શહેરના લેટેસ્ટ રેટ? જાણો અહેવાલ દ્વારા

Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">