PM Awas Yojana : સપનાના ઘરના નિર્માણ માટેની સહાય યોજનાની મુદત બે વર્ષ માટે લંબાવવામાં આવી, કોણ કરી શકે છે અરજી?

આ યોજના 25 જૂન 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ મિશનનો ઉદ્દેશ્ય EWS/LIG અને MIG કેટેગરીમાં શહેરી આવાસની અછતને દૂર કરવાનો છે.

PM Awas Yojana : સપનાના ઘરના નિર્માણ માટેની સહાય યોજનાની મુદત બે વર્ષ માટે લંબાવવામાં આવી, કોણ કરી શકે છે અરજી?
Pradhan Mantri Awas Yojana – Urban (PMAY-U)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2022 | 7:04 AM

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-અર્બન (PMAY-U)નો સમયગાળો બે વર્ષ માટે લંબાવ્યો છે. હવે આ યોજના 31 ડિસેમ્બર, 2024 સુધી લાગુ રહેશે. આમાં 31 માર્ચ, 2022 સુધીમાં મંજૂર થયેલા 122.69 લાખ મકાનોનું બાંધકામ પૂર્ણ કરવા માટે નાણાકીય સહાયનો પણ સમાવેશ થાય છે. દેશના તમામ લોકોને પાકાં મકાનો આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. એક મીડિયા રિપોર્ટ મુજબ સરકારી નિવેદન અનુસાર ઓરીજીનલ પ્રોજેક્ટ ડિમાન્ડ અનુસાર 102 લાખ મકાનોના નિર્માણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પૈકી 62 લાખ મકાનોનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.

કુલ મંજૂર થયેલા 123 લાખ મકાનોમાંથી 40 લાખ મકાનોની દરખાસ્તો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી મોડી પ્રાપ્ત થઈ હતી જેને પૂર્ણ થવામાં બીજા બે વર્ષનો સમય લાગે છે. તેથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિનંતીઓના આધારે કેન્દ્રીય કેબિનેટે PMAY-U ના અમલીકરણની અવધિ 31 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.

આ યોજના વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી

આ યોજના 25 જૂન 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ મિશનનો ઉદ્દેશ્ય EWS/LIG અને MIG કેટેગરીમાં શહેરી આવાસની અછતને દૂર કરવાનો છે જેમાં ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ સહિત તમામ પાત્ર શહેરી પરિવારોને પાકાં મકાનો સુનિશ્ચિત કરવામાં આવે છે. આ યોજના હેઠળ વર્ષ 2017માં અંદાજિત 100 લાખ મકાનોની માંગ હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

યોજનાનો લાભ કોને મળી શકે ?

3 લાખથી 18 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતું કોઈપણ કુટુંબ, અરજદાર અથવા પરિવારના કોઈપણ સભ્ય પાસે દેશના કોઈપણ ભાગમાં પાકું મકાન ન હોવું જોઈએ. 18 લાખથી વધુની કમાણી કરતી વ્યક્તિઓ જેમની પાસે પહેલેથી જ પોતાનું પાકું મકાન છે અથવા જેમને ભૂતકાળમાં કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી આવાસ યોજનાનો લાભ મળ્યો છે તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લઈ શકતા નથી.

આ દસ્તાવેજો જરૂરી પડશે

  • ઓળખ પત્ર: PAN કાર્ડ, મતદાર આઈડી, આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઇસન્સ, સરકાર દ્વારા ઈશ્યુ કરાયેલ કોઈપણ ફોટો આઈડી કાર્ડ, માન્યતાપ્રાપ્ત અધિકારી અથવા જાહેર સેવક પાસેથી ફોટોગ્રાફ સાથેનો કોઈપણ પત્ર.
  • સરનામાનો પુરાવો: મતદાર કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ, વીમો, રહેઠાણનું સરનામું પ્રમાણપત્ર, સ્ટેમ્પ પેપર પરનું ભાડું કરાર અથવા બેંક પાસબુક પર લખેલું સરનામું.
  • આવકનો પુરાવો: છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ, ITRની રસીદ, છેલ્લા 2 મહિનાની સેલરી સ્લીપ
  • મિલકતનો પુરાવો: વેચાણ ડીડ, વેચાણ/ખરીદી કરાર, મિલકત નોંધણી પ્રમાણપત્ર, જો ઉપલબ્ધ હોય તો, ચુકવણીની રસીદ.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">