PIB Fact Check : શું મકાન અને દુકાનના ભાડા ઉપર 12% GST લાગશે? જાણો સરકારનો જવાબ
PIBએ લોકોને આવી ભ્રામક અને અફવા ફેલાવતી પોસ્ટથી દૂર રહેવાની સલાહ આપી છે. PIBએ કહ્યું કે લોકોએ આવી પોસ્ટ શેર કરવાથી બચવું જોઈએ.
સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર ભાડાના મકાનો અને દુકાનો પર 12 ટકા Goods and Services Tax – GST વસૂલવા જઈ રહી છે. દાવામાં કહેવામાં આવ્યું છે કે GST કાઉન્સિલની આગામી બેઠકમાં 12 ટકા GST ટેક્સનો નિયમ લાગુ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ દાવામાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની તસવીર જોડાયેલ છે. જો કે, સરકારે આ દાવાને નકારી કાઢ્યો છે અને તેના પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે. સરકારી પ્રેસ એજન્સી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ આ વાયરલ મેસેજની સત્યતા જણાવી છે. પીઆઈબીએ તેના ફેક્ટ ચેક(PIB Fact Check)માં કહ્યું છે કે નાણામંત્રીએ જીએસટીને લઈને આવો કોઈ નિર્ણય લીધો નથી.
તે સાચું છે કે GST કાઉન્સિલની બેઠકો સમયાંતરે યોજાય છે જેમાં GST સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે. પરંતુ એવા કોઈ સંકેત નથી કે સરકાર ભાડાના મકાનો અને દુકાનો પર 12 ટકા GST વસૂલવાનું વિચારી રહી છે. GSTની બેઠકમાં ઘણી વખત GSTના દરોમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવે છે. આવું પણ અનેક પ્રસંગોએ જોવા મળ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે ક્યારેક ફેક મેસેજ પણ ફરતા થાય છે. 12 ટકા જીએસટી સાથેનો મેસેજ પણ આ જ શ્રેણીનો છે.
સરકારે શું કહ્યું
વાયરલ મેસેજમાં ભાડાના મકાનો અને દુકાનો પર 12 ટકા GST લાદવાનું કહેવામાં આવ્યું છે, જેના કારણે મકાનમાલિકોમાં ચિંતા વધી ગઈ છે. આ ચિંતાને દૂર કરતાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે 12 ટકા જીએસટી લાદવાની કોઈ યોજના નથી અને સરકારી સ્તરે આવી કોઈ તૈયારી નથી. સરકાર વતી પીઆઈબીએ પોતાના ફેક્ટચેક ટ્વીટમાં લખ્યું છે કે આ મેસેજ સંપૂર્ણપણે ખોટો અને નકલી છે. PIB ફેક્ટ ચેક ટીમના જણાવ્યા અનુસાર, નાણામંત્રીએ GST કાઉન્સિલની આગામી બેઠક અંગે આવો કોઈ નિર્ણય લીધો નથી.
Claim : A 12% GST tax on rent for houses and shops will be introduced at the upcoming GST Council meeting.#PIBFactCheck :
➡️@FinMinIndia has made no such prior decision for the forthcoming GST Council meeting.
➡️Please refrain from sharing these posts. pic.twitter.com/afGO8t2jPw
— PIB Fact Check (@PIBFactCheck) April 3, 2022
વાયરલ મેસેજ
PIBએ લોકોને આવી ભ્રામક અને અફવા ફેલાવતી પોસ્ટથી દૂર રહેવાની સલાહ આપી છે. PIBએ કહ્યું કે લોકોએ આવી પોસ્ટ શેર કરવાથી બચવું જોઈએ.
GST નો નિયમ શું છે?
GST ફક્ત ત્યારે જ લાગુ થાય છે જ્યારે તે મકાન વાણિજ્યિક હેતુઓ માટે ભાડે આપવામાં આવે. કોઈપણ કોમર્શિયલ જગ્યા કે જે ભાડા પર આપવામાં આવે છે, તે 18 ટકાના દરે GSTને પાત્ર છે. કરપાત્ર મૂલ્ય પર 18% કર લાદવામાં આવે છે અને તેને સેવાના કરપાત્ર પુરવઠા તરીકે ગણવામાં આવે છે.