આ બેંકો આપી રહી છે 7% કરતા ઓછા દરે Home Loan, જાણો કઈ બેંકમાં મળશે સૌથી સસ્તી લોન
હાલમાં ઓછામાં ઓછી 17 બેંકો એવી છે જે વાર્ષિક 7% થી ઓછી હોમ લોન ઓફર કરે છે. જો તમે જલ્દી જ હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે ઘર ખરીદવાનું સપનું સાકાર કરવાનો આ શ્રેષ્ઠ સમય છે.
મોંઘવારીના આ યુગમાં ઘણી બેંકો ખૂબ જ સસ્તા દરે હોમ લોન(Home loan) આપી રહી છે. લોનનો દર 7 ટકાથી ઓછો છે. આવી સ્થિતિમાં ગ્રાહકો માટે ઘર ખરીદવા અથવા બનાવવાની સુવર્ણ તક છે. જો આપણે વર્તમાન સમય પર નજર કરીએ તો હોમ લોનના દર (Home loan rates)અત્યારે સૌથી નીચા સ્તરે છે. બેંકો હોય કે ફાઇનાન્સ કંપનીઓ તેમાં સસ્તી લોન આપવાની સ્પર્ધા છે. પહેલા લોકો ફાઇનાન્સ કંપનીઓ પાસેથી હોમ લોન લેતા હતા પરંતુ હવે તેઓ બેંકોમાં લોન ટ્રાન્સફર કરી રહ્યા છે. આ પાછળનું કારણ જણવા મળી રહ્યું છે કે છેલ્લા બે વર્ષથી રિઝર્વ બેંક (RBI)એ રેપો રેટને 4 ટકા પર સ્થિર છે. આ જ કારણ છે કે હોમ લોનના દર ક્યાં તો ઓછા અથવા સ્થિર રહે છે.
મોટાભાગની બેંકો રિઝર્વ બેંકના રેપો રેટને તેમના બેન્ચમાર્ક તરીકે ધ્યાનમાં લઈને હોમ લોનના દર નક્કી કરે છે. રિઝર્વ બેંકે ભૂતકાળમાં એમ પણ કહ્યું હતું કે તમામ બેંકોએ તેમની હોમ લોનને એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે લિંક કરવી જોઈએ જેથી કરીને જો લોનના દરમાં કોઈ ઘટાડો થાય તો તેનો સીધો ફાયદો ગ્રાહકોને મળે. આ જ કારણ છે કે હોમ લોન પહેલા કરતા સસ્તી થઈ ગઈ છે. રેપો રેટને બેન્ચમાર્ક સાથે જોડવાને કારણે હોમ લોનમાં કઠિન સ્પર્ધાનો સમયગાળો શરૂ થયો છે. આનાથી ગ્રાહકો માટે સસ્તી લોન લેવાનું સરળ બને છે.
હાલમાં ઓછામાં ઓછી 17 બેંકો એવી છે જે વાર્ષિક 7% થી ઓછી હોમ લોન ઓફર કરે છે. જો તમે જલ્દી જ હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે ઘર ખરીદવાનું સપનું સાકાર કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. 30 લાખથી નીચેની લોન માટે ફ્લોટિંગ રેટ હોમ લોન પર સૌથી નીચો વ્યાજ દર ઓફર કરતી 17 બેંકો પર એક નજર નાખો.
Bank |
Home loan rate |
Bank Of Maharashtra | 6.40-7.95 |
UCO Bank | 6.50-6.70 |
Indian Bank | 6.50-7.2 |
Punjab And Sind Bank | 6.5-7.60 |
Bank Of Baroda | 6.5-7.95 |
bank of india | 6.50-8.35 |
Kotak Mahindra Bank | 6.55-7.15 |
Punjab National Bank | 6.55-7.8 |
Union Bank of India | 6.6-7.35 |
Bankbazaar.comના ડેટા અનુસાર, મહારાષ્ટ્રની સરકારી બેંક સૌથી સસ્તી હોમ લોન આપે છે. તે રૂ. 75 લાખની 20 વર્ષની હોમ લોન માટે વાર્ષિક 6.4 ટકા વ્યાજ દર ધરાવે છે. માસિક હપ્તા એટલે કે EMI રૂ. 55,477 રહે છે.
Bank |
Home Loan Rate |
Canara Bank | 6.65-8.9 |
State Bank of India | 6.70 – 7.15 |
ICICI Bank | 6.70-7.30 |
Axis Bank | 6.75-7.20 |
HDFC bank | 6.75-7.50 |
IDBI Bank | 6.75-9.90 |
central bank | 6.85-7.30 |
Jammu and Kashmir Bank | 6.95-7.05 |
પંજાબ એન્ડ સિંધ, પંજાબ નેશનલ બેંક, યુકો બેંક, ઇન્ડિયન બેંક, બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઇન્ડિયા સહિતની સરકારી બેંકો તેમના હોમ લોન લેનારાઓને 6.5 ટકાના દરે વ્યાજ ઓફર કરે છે. આ બેંકોના હોમ લોન લેનારાઓની EMI 55,918 રૂપિયા હશે. આ 20 વર્ષની મુદત સાથે રૂ. 75 લાખની લોન માટે છે.