MONEY9: જૂનમાં રાજ્યોને મળતું GST કમ્પન્સેશન થશે બંધ, જાણો તમને શું થશે અસર?

રાજ્યોને દર વર્ષે GST કમ્પન્સેશન હેઠળ કેન્દ્ર સરકાર પાસેથી જે સહાય મળે છે, તેની મુદત જૂન 2022માં પૂરી થઈ રહી છે. જો આ વળતર બંધ થશે, તો રાજ્યો શું કરશે, તે જાણીએ આ વીડિયોમાં.

Divyesh Nagar
| Edited By: | Updated on: Apr 01, 2022 | 8:57 PM

કદાચ પહેલીવાર એવું જોવા મળશે, જ્યારે દેશનાં મહત્તમ રાજ્યોનાં નાણા મંત્રાલય (FINANCE MINISTRY) એકસરખી ચિંતામાં ડૂબેલા હશે. તેમને ચિંતા છે કે, જૂનમાં જીએસટી (GST) કમ્પન્સેશન મળતું બંધ થઈ જશે, તો શું થશે? વાત જાણે એમ છે કે, જીએસટી અમલમાં આવ્યો ત્યારે, રાજ્યોને વળતર (COMPENSATION) આપવાનો નિર્ણય લેવાયો હતો અને આ રાહતનો સમયગાળો હવે પૂરો થવાની તૈયારીમાં છે. એટલે કે, રાજ્યોને દર વર્ષે જીએસટી કમ્પન્સેશન હેઠળ જે સહાય મળે છે, તે જૂન 2022 પછી બંધ થઈ જશે.

જીએસટી કમ્પન્સેશન શું છે?
જીએસટી કમ્પન્સેશન શું છે, તે પણ સમજી લઈએ. કેન્દ્ર સરકારે જીએસટી લાગુ કરતી વખતે ગેરન્ટી આપી હતી કે, આ કાયદો અમલી થયા પછી રાજ્યોની કમાણીમાં દર વર્ષે ઓછામાં ઓછો 14 ટકા વધારો થશે અને જે ઘટ પડશે, તેને કેન્દ્ર સરકાર પૂરી કરશે. બસ, આ ઘટ પૂરી કરવા માટે કેન્દ્ર જે સહાય આપે છે, તે જ છે કમ્પન્સેશન. એટલે કે, જૂન પછી રાજ્યોએ પોતાના બળે ઊભા રહેવું પડશે.

આથી, જ તો બધા રાજ્યો ભેગા મળીને, કમ્પન્સેશન વધુ બેથી પાંચ વર્ષ સુધી લંબાવવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ દબાણ કરી રહ્યાં છે. છત્તીસગઢનાં મુખ્યમંત્રી ભૂપેશ બધેલે તો કેન્દ્ર પર દબાણ ઊભું કરવા માટે 17 રાજ્યોને પત્ર પણ લખી દીધો છે, હવે બધાની નજર આવતા મહિને મળી રહેલી જીએસટી કાઉન્સિલની બેઠક પર છે અને શક્યતા છે કે, બેઠકમાં કમ્પન્સેશનનો મુદ્દો ચર્ચામાં રહેશે.

નાણામંત્રાલયનો શું છે સંકેત
નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં જ સંસદમાં સ્પષ્ટતા કરી હતી કે, કમ્પન્સેશન માત્ર પ્રારંભિક પાંચ વર્ષ માટે જ હતું. તેમની આ સ્પષ્ટતાથી એવો સંકેત મળે છે કે, અત્યારે તો કેન્દ્ર સરકાર કમ્પન્સેશન વધારવાના મૂડમાં નથી. નાણામંત્રીએ તો એમ પણ જણાવ્યું હતું કે, રાજ્યોને કમ્પન્સેશન આપવા માટે કેન્દ્ર સરકારે જે દેવું કર્યું છે, તે ચૂકવવા માટે લગાવવામાં આવેલો સેસ નાણાકીય વર્ષ 2026 સુધી ચાલુ રહેશે.

કમ્પન્સેશન બંધ થઈ ગયા પછી શું?
કમ્પન્સેશન બંધ થઈ ગયા પછી શું થશે? તે પણ સમજીએ. કમ્પન્સેશન મળતું બંધ થઈ જશે, એટલે રાજ્યો આવક વધારવા માટે જીએસટીના દર વધારવાનો વિકલ્પ અપનાવશે. જીએસટી લાગુ કર્યા બાદ જેટલા પણ લાભ આપ્યા હતા, તે પાછા ખેંચાઈ શકે છે. પરંતુ વર્તમાન સમયને જોતાં આ પગલું ભરવું અઘરું છે. કારણ કે, મોંઘવારીને લીધે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્ક પહેલેથી જ પરેશાન છે.

આવી સ્થિતિમાં જો જીએસટીના દર વધારવામાં આવે તો, મોંઘવારીની આગમાં ઘી નહીં, પણ પેટ્રોલ હોમાશે. અત્યારે જીએસટીનો સરેરાશ દર 11 ટકા છે અને કેટલાક રાજ્યો તેને વધારીને 15 ટકા કરવાની તરફેણમાં છે.

કેરળના નાણામંત્રી એન. બાલગોપાલે તાજેતરમાં કહ્યું હતું કે, તેમના રાજ્યએ એવી 25 આઈટમની યાદી તૈયાર કરી છે, જેનો લાભ કંપનીઓએ ગ્રાહકોને આપ્યો જ નથી. આવી આઈટમ પર જીએસટીના દર વધારી શકાય એમ છે. આ યાદીમાં રેફ્રિજરેટર જેવા મોંઘા ઉત્પાદનો પણ સામેલ છે. બાલગોપાલે એમ પણ જણાવ્યું હતું કે, અમને અપેક્ષા છે કે, સરકાર 30 જૂન પછી પણ મદદ કરતી રહેશે, નહીંતર રાજ્ય કફોડી હાલતમાં મૂકાઈ જશે.

આમ, જીએસટી તેના પાંચ વર્ષનાં સફરમાં અત્યારે એવા વળાંક પર છે, જ્યાંથી આગળની સફર ખેડવી બહુ અઘરી બની શકે છે. અને હા, એક મહત્ત્વની વાત કહી દઈએ કે, રાજ્યોને મળતું કમ્પન્સેશન રહેશે કે જશે, પણ ટેક્સના દર તો વધવાના જ છે અને તમારું ખિસ્સું કપાવાનું જ છે.

આ પણ જુઓ

શેર વેચવાથી થતી આવક પર કેટલો ટેક્સ લાગે?

આ પણ જુઓ

PPF ખાતુ ખોલાવતાં પહેલાં આટલાં સવાલ અવશ્ય પૂછો, આખી યોજના સમજાઈ જશે

Follow Us:
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
g clip-path="url(#clip0_868_265)">