Petrol Diesel Price Today : આજે સતત 20મા દિવસે પણ નથી બદલાયો પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો 1 લીટર ઇંધણની કિંમત શું છે?

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : આજે સતત 20મા દિવસે પણ નથી બદલાયો પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો 1 લીટર ઇંધણની કિંમત શું છે?
Petrol Diesel Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 6:33 AM

આજે સતત 20મા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol Diesel Price Today)માં કોઈ ફેરફાર થયો નથી. ઇંધણની કિંમત 6 એપ્રિલથી સ્થિર છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ ઉપભોક્તા છે અને તે તેની તેલની જરૂરિયાતના 85 ટકા આયાત કરે છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે આપણા દેશમાં દરરોજ 6 કરોડ લોકો પેટ્રોલ પંપ પર પહોંચે છે. આપણો દૈનિક વપરાશ 50 લાખ બેરલ છે. આ સ્થિતિમાં સરકારની પ્રથમ પ્રાથમિકતા તેની પર્યાપ્ત ઉપલબ્ધતા પર છે. ભાવમાં ઘટાડા અંગે કહ્યું કે કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં 10 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. હવે રાજ્યોનો વારો છે કે તેઓ ઉત્સાહ દાખવે અને વેટમાં ઘટાડો કરે. અગાઉ કેન્દ્ર સરકારે પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી.

આ તરફ 21 એપ્રિલે ભારતીય બાસ્કેટ માટે ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત 106.14 ડોલર હતી. 20 એપ્રિલે સરેરાશ કિંમત બેરલ દીઠ 105.51 ડોલર હતી. આ માહિતી PPAC દ્વારા જાહેર કરવામાં આવી છે. 11 એપ્રિલે તેની કિંમત પ્રતિ બેરલ 97.82 ડોલર હતી. આ રીતે છેલ્લા દસ દિવસમાં ક્રૂડ બાસ્કેટની કિંમતમાં 8.32 ડોલરનો વધારો થયો છે. સરેરાશ કિંમતમાં આ વધારો સતત ચાલુ છે પરંતુ તેલ કંપનીઓએ 6 એપ્રિલથી કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી.

પેટ્રોલ 10 રૂપિયા મોંઘુ થયું છે

જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણીને કારણે દેશમાં 4 નવેમ્બર 2021 થી 21 માર્ચ 2022 સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો. સાડા ​​ચાર મહિના પછી ભાવમાં ફેરફાર શરૂ થયો અને 6 એપ્રિલ સુધીમાં પેટ્રોલ 10 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થઈ ગયું જોકે ત્યારથી ભાવ સ્થિર છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 105.41 અને ડીઝલ રૂ. 96.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 120.51 અને ડીઝલ રૂ. 104.77 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 110.85 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 115.12 અને ડીઝલ રૂ. 99.83 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 122.93 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 105.34 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 105.08 99.43
Rajkot 104.84 99.21
Surat 104.96 99.33
Vadodara 105.19 99.54

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો : Mann Ki Baat:’ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ ઈકોનોમીનો હિસ્સો બની ગયા, દરરોજ 20 હજાર કરોડ ટ્રાન્ઝેક્શન’, વાંચો PM મોદીના સંબોધનની 10 મોટી વાતો

આ પણ વાંચો :  એલોન મસ્કે બિલ ગેટ્સની મજાક ઉડાવી, લોકોએ કર્યો ટ્રોલ, વાળ વગરનો ફોટો કર્યો પોસ્ટ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">