AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Diesel Price Today : ક્યાંક રાહત અને કેટલીક જગ્યાએ વધારો, જાણો આજે કેટલા છે પેટ્રોલ-ડીઝલના ભાવ

આજે સવારે 6 વાગ્યે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. આ ભાવ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ અને ડોલર સામે રૂપિયાની સ્થિતિ પર આધારિત છે. આજે ઘણા શહેરોમાં ભાવ સ્થિર રહ્યા, જ્યારે કેટલાક શહેરોમાં કરવેરાને કારણે નાના-નાના ફેરફારો જોવા મળ્યા.

Petrol Diesel Price Today : ક્યાંક રાહત અને કેટલીક જગ્યાએ વધારો, જાણો આજે કેટલા છે પેટ્રોલ-ડીઝલના ભાવ
Image Credit source: google
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2026 | 11:07 AM
Share

હાલ ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે જે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે, તેના કારણે વિશ્વના અનેક દેશોમાં ઓઇલ સંકટનું જોખમ રહેલુ છે. આ વચ્ચે કેટલાક દેશમાં તો પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. ચર્ચા એવી પણ છે કે આ અસર ભારતમાં પણ નજીકના ભવિષ્યમાં જોવા મળી શકે છે. ત્યારે દરેક વ્યક્તિને જાણવાની ઇચ્છા હોય છે કે ભારતમાં આજે પેટ્રોલ-ડીઝલના ભાવ કેટલા વધ્યા કે ઘટ્યા છે.

સવારે 6 વાગ્યે, દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ અને ડોલર-રૂપિયાના વિનિમય દરમાં ફેરફારના આધારે નવા ભાવ જાહેર કરે છે. આ કારણે રોજિંદા જીવનને અસર કરે છે જેમકે ભલે તે ઓફિસ જનાર હોય કે ફળ અને શાકભાજી વેચનાર વ્યાપારી. એવામાં દરરોજના ભાવો વિશે માહિતગાર રહેવું એ માત્ર જરૂરી નથી પણ સમજણભર્યુ પણ છે.

સરકારની આ વ્યવસ્થા પારદર્શિતા સુનિશ્ચિત કરે છે જેથી ગ્રાહકો કોઈ ખોટી અફવાથી ગેરમાર્ગે દોરનારી માહિતીના સંપર્કમાં ન આવે.

દેશના મોટા શહેરમાં આજના પેટ્રોલ-ડીઝલના ભાવ

  • મુંબઈ: પેટ્રોલ ₹104.21 અને ડીઝલ ₹92.15
  • કોલકાતા: પેટ્રોલ ₹103.94 અને ડીઝલ ₹90.76
  • ચેન્નાઈ: પેટ્રોલ ₹100.75 અને ડીઝલ ₹92.34
  • અમદાવાદ: પેટ્રોલ ₹94.49 અને ડીઝલ ₹90.17
  • બેંગલુરુ: પેટ્રોલ ₹102.92 અને ડીઝલ ₹89.02
  • હૈદરાબાદ: પેટ્રોલ ₹107.46 અને ડીઝલ ₹95.70
  • જયપુર: પેટ્રોલ ₹104.72 અને ડીઝલ ₹90.21
  • લખનૌ: પેટ્રોલ ₹94.69 અને ડીઝલ ₹87.80
  • પુણે: પેટ્રોલ ₹104.04 અને ડીઝલ ₹90.57
  • ચંદીગઢ: પેટ્રોલ ₹94.30 અને ડીઝલ ₹82.45
  • ઇન્દોર: પેટ્રોલ ₹106.48 અને ડીઝલ ₹91.88
  • પટણા: પેટ્રોલ ₹105.58 અને ડીઝલ ₹93.80
  • સુરત: પેટ્રોલ ₹95.00 અને ડીઝલ ₹89.00
  • નાશિક: પેટ્રોલ ₹95.50 અને ડીઝલ ₹89.50

છેલ્લા બે વર્ષથી ભાવ સ્થિર કેમ છે?

કેન્દ્ર સરકાર અને અનેક રાજ્યો દ્વારા કરવેરા ઘટાડાને પગલે મે 2022 થી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર થઈ રહ્યા છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારોમાં વધઘટ થાય છે, ત્યારે ભારતીય ગ્રાહકો માટે ભાવ પ્રમાણમાં સ્થિર રહ્યા છે.

ઇંધણના ભાવ નક્કી કરતા પરિબળો કયા છે?

1.  ક્રૂડ ઓઇલના ભાવ:

પેટ્રોલ અને ડીઝલ મુખ્યત્વે ક્રૂડ ઓઇલમાંથી ઉત્પન્ન થાય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ વધે છે, ત્યારે તેની સીધી અસર ભારતીય બજાર પર પડે છે.

2. ડોલર સામે રૂપિયો:

ભારત તેનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ આયાત કરે છે, અને તે ડોલરમાં ખરીદવામાં આવે છે. જો રૂપિયો નબળો પડે છે, તો ઇંધણ વધુ મોંઘુ થાય છે.

3. સરકારી કર અને 

કેન્દ્ર અને રાજ્ય સરકારો પેટ્રોલ અને ડીઝલ પર ભારે કર લાદે છે, જે છૂટક ભાવનો નોંધપાત્ર ભાગ બનાવે છે. આ રાજ્યોમાં ભાવ તફાવતનું કારણ છે.

4. રિફાઇનિંગ ખર્ચ:

ક્રૂડ ઓઇલને ઉપયોગી બનાવવાની પ્રક્રિયા (રિફાઇનિંગ) પણ ખર્ચ કરે છે. આ ખર્ચ ક્રૂડ ઓઇલની ગુણવત્તા અને રિફાઇનરીની ક્ષમતા પર આધાર રાખે છે.

5. માંગ અને પુરવઠા સંતુલન:

જો બજારમાં ઇંધણની માંગ વધે છે, તો કિંમતોમાં પણ વધારો થવાની શક્યતા રહે છે. ખાસ કરીને તહેવારો, ઉનાળો કે શિયાળા દરમિયાન ઇંધણનો વપરાશ વધુ હોય છે.

તમારા શહેરમાં SMS દ્વારા કિંમતો કેવી રીતે તપાસવી?

જો તમે તમારા મોબાઇલ પર ઇંધણના ભાવ તપાસવા માંગતા હો, તો પ્રક્રિયા સરળ છે:

Indian Oil ગ્રાહક: તમારા શહેરનો કોડ લખો અને તેને “RSP” સાથે 9224992249 પર મોકલો.

BPCL ગ્રાહક: “RSP” લખીને 9223112222 પર મોકલો.

HPCL ગ્રાહક: “HP ભાવ” લખીને 9222201122 પર મોકલો.

તમારું WiFi Router ધીમું ચાલે છે? સ્પીડ વધારવા શું કરશો?- જાણો વિગતે, વધુ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
g clip-path="url(#clip0_868_265)">