AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બનાસની ધરતી પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને પાણી અને વીજળી બચાવવા કરી અપીલ, કહ્યુ જીવીશ ત્યાં સુધી તમારી સેવામાં રહીશ

વડાપ્રધાન મોદીએ બનાસકાંઠામાં જાહેર સભાને સંબોધતા પાણી-વીજળી બચાવવા અપીલ કરી. તેમણે નર્મદા અને ટપક સિંચાઈના લાભો વર્ણવી બનાસકાંઠાના વિકાસની વાત કરી. પીએમ મોદીએ ખેડૂતોને ખાતરની અછત નહીં થવા દેવાનું આશ્વાસન આપી, વૈશ્વિક યુદ્ધ છતાં સબસિડી ચાલુ રાખવાની વાત કરી.

બનાસની ધરતી પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને પાણી અને વીજળી બચાવવા કરી અપીલ, કહ્યુ જીવીશ ત્યાં સુધી તમારી સેવામાં રહીશ
| Updated on: Oct 30, 2026 | 2:36 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. આજે તેઓ બનાસકાંઠાના ભીલડા પહોંચ્યા છે. ભીલડીમાં ભવ્ય રોડ શો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશુપાલક બહેનો સાથે સીધો સંવાદ કર્યો હતો. જે બાદ વડાપ્રધાને જંગી જનસભાને સંબોધિત કરી હતી. ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાટલા મંચ પરથી ખાટલા બેઠકને સંબોધિત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક મુદ્દાઓ પર વાત કરી જેમા ખાસ તો તેમણે આજની પરિસ્થિતિને જોતા વીજળી અને પાણી બચાવવા પર ભાર મુક્યો હતો.

“25 વર્ષ પહેલા પણ કહ્યુ હતુ વીજળી પાણી બચાવવા પડશે, આજે પણ કહુ છુ”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના ભીલડીમાં આયોજિત ખાટલા સભા દરમિયાન મંચ પરથી લોકોને પાણી અને વીજળી બચાવવા અપીલ કરી. વડાપ્રધાને કહ્યુ અહીં જે મોટી ઉંમરના લોકો છે તેમને મારી 25 વર્ષ પહેલાની વાચ આજે પણ યાદ હશે. જ્યારે હું અહીં આવતો ત્યારે વીજળી અને પાણીની કેટલી સમસ્યા હતી. હું ત્યારે પણ કહેતો હતો કે આપણે વીજળી પાણી બચાવવા પડશે. ત્યારે ખેડૂતો મારી વિરુદ્ધ આંદોલન કરતા હતા કે મોદી કોણ હોય છે આપણને વીજળી પાણી બચાવવાનું કહેવાવાળો.. હું તમારી સાથે લડતો રહ્યો. અંતે આપે મારી વાત માની અને આજે જુઓ.. આજે આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. આજે એ જૂની સમસ્યાઓ માત્ર યાદોમાં રહી ગઈ છે. હું આજે ફરી એ જ વાત કહીશ કે પાણી બચાવવાનું છે, સાથોસાથ વીજળી પણ બચાવવાની છે.

“નર્મદાના નીર અને ટપક સિંચાઈએ બનાસકાંઠાના તસવીર બદલી નાખી”

નર્મદાના નીર અને ટપક સિંચાઈ જેવી આધુનિક પદ્ધતિને કારણે બનાસકાંઠાની તસવીર અને તકદીર બદલી નાખી છે. આજે બનાસકાંઠાના બટાટા વિશ્વપ્રસિદ્ધ છે. હવે કોઈ બનાસકાંઠાના લોકોને નહીં કહે કે હું બટાટામાંથી સોનું બનાવી દઈશે, એ કહેશે આ તો અમે પહેલેથી કરીએ છીએ. અહીં બનાસ ડેરી જેવી સહકારિતાની બ્રાંડ કાશી સહિત દેશના અન્ય હિસ્સામાં પણ સહકારિતાના આંદોલનને વિસ્તાર આપી રહી છે.

હું બનાસ ડેરીનો વિશેષ આભારી

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે હું બનાસ ડેરીનો વિશેષ રીતે આભારી છુ, કારણ કે મારી કાશીમાં પણ આપના પાસેથી મેળવેલા અનુભવોનો લાભ મળી રહ્યો છે. હવે તો ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવનારા આલુ પ્લાન્ટની ક્ષમતા પણ વધારવામાં આવી છે. તેનાથી બટાટાની વધુ ખરીદી શક્ય બનશે. ફળ અને શાકભાજીની ખેતી કરવારા ખેડૂતો માટે ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ ચાલી રહ્યા છે. જે અંતર્ગત આજે 12 ક્લસ્ટર સ્વીકૃત કરવામાં આવ્યા છે.

“આજે કેટલાક લોકો દેશને સંકટમાં જોવા માગે છે”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે આજે દેશનો દરેક ખેડૂત, દરેક યુવાન અને દરેક બહેન-દીકરી વિકસિત ભારત બનાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યાં છે. પરંતુ દુર્ભાગ્યે કેટલાક લોકોને આ ગમતું નથી. એવા લોકો છે, જેઓ દેશને મુશ્કેલીમાં જોવા માગે છે. દેશ પર મુશ્કેલી આવે ત્યારે તેમને આનંદ થાય છે. તેનું તાજું ઉદાહરણ ઈરાન અને ખાડી દેશોની આસપાસ ચાલી રહેલું યુદ્ધ છે. જ્યારે ભારત એકજૂથ થઈને આ પરિસ્થિતિનો સામનો કરવામાં લાગેલું છે, ત્યારે આ લોકો અફવાઓ ફેલાવવામાં વ્યસ્ત છે. ખેડૂતોને ખાતર નહીં મળે તેવી અફવાઓ ફેલાવવામાં આવી. ખાતરની અછત થશે તેવો ડર બતાવીને કતારો લગાવવામાં આવી અને કૃત્રિમ રીતે વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. બહેનોને પણ ડરાવવામાં આવી કે હવે ગેસ નહીં મળે, તો રસોઈ કેવી રીતે બનાવશો અને બાળકો શાળાએ કેવી રીતે જશે? આ લોકોનો ઇરાદો દેશમાં અફરાતફરી ફેલાવવાનો હતો, જેથી મોદીને બદનામ કરી શકાય.

હું દેશના ખેડૂત ભાઈઓ અને બહેનોને યાદ અપાવવા માગું છું કે મેં કહ્યું હતું કે મોદી તમારી સાથે મજબૂતીથી ઊભો રહેશે. તમે જુઓ કે યુદ્ધ આજે પણ ચાલી રહ્યું છે, પરંતુ મોદીએ ખેડૂતો માટે ખાતરની અછત થવા દીધી નથી. આ યુદ્ધના કારણે દુનિયામાં ફર્ટિલાઇઝરની કિંમતો ઘણી વધી ગઈ છે. ખાતર બનાવવા માટે જરૂરી કેમિકલની કિંમતો પણ વધી છે. તેમ છતાં તેનો બોજ સરકારે ખેડૂતો પર પડવા દીધો નથી.

આજે દુનિયામાં યુરિયાની એક થેલીની કિંમત ત્રણ હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જ્યારે ભારતના ખેડૂતોને એ જ થેલી 300 રૂપિયાથી પણ ઓછી કિંમતે મળી રહી છે. ડીએપી ખાતરની કિંમત પણ દુનિયામાં 3,000 રૂપિયાથી ઉપર પહોંચી ગઈ છે, પરંતુ ભારતના ખેડૂતોને એ જ થેલી 1,350 રૂપિયામાં મળી રહી છે. દેશ ખેડૂતોને આ મદદ એટલા માટે કરી રહ્યો છે, જેથી આપણો ખેડૂત સશક્ત બને અને તેનું જીવન વધુ સારું બને.

યુરોપમાં 6 દેશોમાં એક જ ટાઈમે ભડકેલી હિંસા, વિરોધ પ્રદર્શનો અને અરાજક્તા પાછળ શું ટ્રમ્પનો હાથ છે?

Follow Us
રાજકોટ ભૂમાફિયા અલ્પેશ દોંગા કેસ: કોર્ટે નાર્કો ટેસ્ટને મંજૂરી આપી
રાજકોટ ભૂમાફિયા અલ્પેશ દોંગા કેસ: કોર્ટે નાર્કો ટેસ્ટને મંજૂરી આપી
સુરત મનપામાં ભજીયા કાંડ! ₹1 લાખના ખર્ચે 130 કિલો ભજીયા
સુરત મનપામાં ભજીયા કાંડ! ₹1 લાખના ખર્ચે 130 કિલો ભજીયા
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશ પ્રવાસના ખર્ચ મુદ્દે નવો વિવાદ, જુઓ Video
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશ પ્રવાસના ખર્ચ મુદ્દે નવો વિવાદ, જુઓ Video
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓને મળી મોટી ભેટ મળશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓને મળી મોટી ભેટ મળશે
ભૂતાનમાં ગ્લેશિયર લેક ફાટતા આસામ અને પશ્ચિમ બંગાળમાં પૂરનો ખતરો
ભૂતાનમાં ગ્લેશિયર લેક ફાટતા આસામ અને પશ્ચિમ બંગાળમાં પૂરનો ખતરો
બનાસકાંઠામાં PM મોદીના આગમનને લઈને દિવાળી જેવો માહોલ
બનાસકાંઠામાં PM મોદીના આગમનને લઈને દિવાળી જેવો માહોલ
આજનું રાશિફળ: અણધાર્યો ધનલાભ અને અટકેલા સરકારી કામો થશે પૂર્ણ
આજનું રાશિફળ: અણધાર્યો ધનલાભ અને અટકેલા સરકારી કામો થશે પૂર્ણ
હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોને મળ્યા સારા ભાવ
હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોને મળ્યા સારા ભાવ
બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર
બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
g clip-path="url(#clip0_868_265)">