Petrol Diesel Price Today : દિલ્હી સિવાય દેશના મહાનગરોમાં પેટ્રોલ હજુ 100 રૂપિયાથી મોંઘુ, જાણો તમારા શહેરમાં શું છે સ્થિતિ
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે.
આજે પેટ્રોલ અને ડીઝલની કિંમત (Petrol Diesel Price Today)જાહેર કરવામાં આવી છે. આજે પણ ભાવ (Petrol Diesel Rate)માં કોઈ વધારો થયો નથી. 6 એપ્રિલથી ઈંધણની કિંમત(Fuel Prices)માં કોઈ ફેરફાર થયો નથી. દરમિયાન 22મી મેના રોજ એક્સાઈઝ ડ્યુટી(Excise Duty)માં ઘટાડા બાદ દેશના વિવિધ શહેરોમાં ભાવમાં ફેરફાર જોવા મળ્યો હતો. દિલ્હીમાં આજે પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. આજે મુંબઈમાં એક લિટર પેટ્રોલનો ભાવ રૂ. 111.35 અને ડીઝલનો ભાવ રૂ. 97.28 છે. ઉલ્લેખનીય છે કે ક્રૂડની કિંમતોમાં ઉતાર – ચઢાવ છતાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો ન થતા આમ આદમીને રાહત મળી છે.
કેરળ અને રાજસ્થાન સરકાર દ્વારા વેટમાં ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં અહીં પેટ્રોલ અને ડીઝલના ભાવ અન્ય ઘણા શહેરો કરતા વધારે છે. જયપુરમાં પેટ્રોલની કિંમત 109.46 રૂપિયા અને ડીઝલની કિંમત 94.61 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે તિરુવનંતપુરમમાં પેટ્રોલ 107.87 રૂપિયા અને ડીઝલ 96.67 રૂપિયા પ્રતિ લીટર છે.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત
- દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
- મુંબઈમાં પેટ્રોલ રૂ. 111.35 અને ડીઝલ રૂ. 97.28 પ્રતિ લીટર
- ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
- કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.
ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે
City | Petrol | Diesel |
Ahmedabad | 96.42 | 92.17 |
Rajkot | 96.19 | 91.95 |
Surat | 96.31 | 92.07 |
Vadodara | 96.54 | 92.28 |
દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.