Post Officeના ગ્રાહકો માટે મોટા સમાચાર! હવે Doorstep Banking માટે ચાર્જ ચૂકવવો પડશે, જાણો કઈ સેવાઓ માટે કરવો પડશે ખર્ચ
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા નોટિસ જારી કરી કહેવામાં આવ્યું હતું કે 1 ઓગસ્ટથી ડોર સ્ટેપ બેંકિંગના કિસ્સામાં વિનંતી પર દરેક ગ્રાહક પાસેથી 20 રૂપિયા અને તે ઉપર જીએસટી વસુલવામાં આવી રહ્યાં છે.
ઇન્ટરનેટ બેંકિંગથી લઈને એટીએમ સુધી રોકડ ઉપાડની સેવાઓ માટે બેન્કો દ્વારા સર્વિસ ચાર્જમાં વધારો થવાના કારણે ગ્રાહકો પહેલેથી જ ચિંતિત છે તેવામાં હવે કર્સ્ટમર્સ માટે વધુ એક માઠાં સમાચાર આવ્યા છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) એ પણ ડોરસ્ટેપ બેંકિંગ(Doorstep Banking) માટે સર્વિસ ચાર્જ વસૂલવાની જાહેરાત કરી છે. હવે ગ્રાહકોએ પોસ્ટની કેટલીક સુવિધાનો લાભ લેવા માટે વધારાના ચાર્જીસ ચૂકવવા પડશે.
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા નોટિસ જારી કરી કહેવામાં આવ્યું હતું કે 1 ઓગસ્ટથી ડોર સ્ટેપ બેંકિંગના કિસ્સામાં વિનંતી પર દરેક ગ્રાહક પાસેથી 20 રૂપિયા અને તે ઉપર જીએસટી વસુલવામાં આવી રહ્યાં છે. આમાં ફંડ ટ્રાન્સફરથી માંડીને બિલ પેમેન્ટ સુધીની સુવિધાનો સમાવેશ થાય છે. અત્યાર સુધી IPPB માં ડોરસ્ટેપ બેંકિંગ માટે કોઈ ચાર્જ વસુલાતો ન હતો.
જાણો કે કઈ સેવા પર ચાર્જ લેવામાં આવશે 1. IPPB ખાતામાં ફંડ ટ્રાન્સફર કરવા માટે 20 રૂપિયા અને જીએસટીની ચૂકવવો પડશે. બીજી તરફ જો ફંડ અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવે છે તો પણ આ ચાર્જ વસુલવમાં આવશે 2. send money services એટલે કે પૈસા મોકલવા માટેની સૂચનાઓ , પીઓએસબી સ્વીપ ઇન અને પીઓએસબી સ્વીપ આઉટ સર્વિસ માટે ચાર્જ આપવો પડશે 3 . પોસ્ટના સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ, પીપીએફ, આરડી, એલએઆરડી માટે ચાર્જ ચૂકવવો પડશે 4. મોબાઈલ પોસ્ટપેડ બિલ પેમેન્ટ અને અન્ય બિલ ચુકવણી માટે ફી લાગશે 5. રિકવેસ્ટના કિસ્સામાં એકાઉન્ટ સેવાઓ હેઠળ ક્યૂઆર કોડ ઇશ્યૂ માટેનો ચાર્જ 20 રૂપિયા વત્તા જીએસટી હશે. આ ઉપરાંત યુપીઆઈ અને રોકડ ઉપાડ અને રોકડ થાપણ માટે રૂ 20 અને જીએસટી ચૂકવવો પડશે.
NON IPPB ગ્રાહકોને ડિસ્કાઉન્ટ મળશે નોટિસ અનુસાર જેઓ IPPBના ગ્રાહક નથી પણ તેઓ ડોર સ્ટેપ બેન્કિંગ હેઠળ કેટલીક સેવાઓનો લાભ લે છે તો તેઓ પાસે કોઈ વધારાનો શુલ્ક લેવામાં આવશે નહીં કારણ કે તે તમામ ચાર્જ સેવા માટે લેવામાં આવતી ફીમાં શામેલ કરવામાં આવશે. બેન્ક એઇપીએસ, ડાયરેક્ટ મની ટ્રાન્સફર, ચાઇલ્ડ એનરોલમેન્ટ લાઇટ ક્લાયંટ (CELC), ડિજિટલ લાઇફ સર્ટિફિકેટની સેવાઓ પ્રદાન કરે છે.
આ પણ વાંચો : હવે મુકેશ અંબાણી ટાટાના આ ક્ષેત્રમાં સ્પર્ધક બનશે, જાણો વિગતવાર