હવે મુકેશ અંબાણી ટાટાના આ ક્ષેત્રમાં સ્પર્ધક બનશે, જાણો વિગતવાર
જો રિલાયન્સની આ ડીલ ફાઈનલ થશે તો તે ટાટા ગ્રુપના સ્ટારબક્સ અને જ્યુબિલન્ટ ગ્રુપ સાથે સીધી વ્યાપારી ટક્કર થશે. આ સેગમેન્ટમાં બજારમાં પહેલેથી હાજર ડોમિનોઝ પિઝા, બર્ગર કિંગ જેવા પ્લેયર્સને પણ કઠિન સ્પર્ધાનો સામનો કરવો પડે તેવી શક્યતા દેખાઈ રહી છે.
પેટ્રોકેમિકલ, કેમિકલ, ડિજિટલ, કરિયાણા, ફેશન, ફર્નિચર અને રિટેલ પછી હવે મુકેશ અંબાણી સર્વિસ રેસ્ટોરન્ટના વ્યવસાયમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે મુકેશ અંબાણી(Mukesh Ambani)ની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Relinace Industries) વિશ્વની સૌથી મોટી રેસ્ટોરન્ટ ચેઇન કંપની સબવે(subway)ની ભારતીય ફ્રેન્ચાઇઝી ખરીદવાની તૈયારી કરી રહી છે. માનવામાં આવે છે કે આ સોદો રૂ 1488 કરોડથી રૂ 1860 કરોડ વચ્ચે થઈ શકે છે.
જો રિલાયન્સની આ ડીલ ફાઈનલ થશે તો તે ટાટા ગ્રુપના સ્ટારબક્સ અને જ્યુબિલન્ટ ગ્રુપ સાથે સીધી વ્યાપારી ટક્કર થશે. આ સેગમેન્ટમાં બજારમાં પહેલેથી હાજર ડોમિનોઝ પિઝા, બર્ગર કિંગ જેવા પ્લેયર્સને પણ કઠિન સ્પર્ધાનો સામનો કરવો પડે તેવી શક્યતા દેખાઈ રહી છે.
ફ્રેન્ચાઇઝી બિઝનેસ મોડલ પર કામ કરે છે વાસ્તવમાં સબવે અમેરિકાની સૌથી મોટી સિંગલ બ્રાન્ડ રેસ્ટોરન્ટ ચેઇન કંપની છે. આ કંપની ભારતમાં ફ્રેન્ચાઇઝી મોડેલ પર કામ કરે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ આ ડીલ પૂર્ણ થયા બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રિટેલ યુનિટને સમગ્ર ભારતમાં 600 જેટલા સબવે સ્ટોર મળશે. કંપની તેના રિટેલ બિઝનેસ અંતર્ગત આ સેગમેન્ટમાં પોતાનો વ્યાપ વધારવાની યોજના બનાવી રહી છે. વર્ષ 2001 માં ભારતમાં સબવેએ તેની કામગીરી શરૂ કરી હતી. QSR રેવેન્યુની વાત કરીએ તો, સબવેનો આ સેગમેન્ટમાં લગભગ 6 ટકાનો માર્કેટ શેર છે.
રિલાયન્સ રિટેલ દ્વારા વિસ્તરણ થશે રિલાયન્સ સિંગલ બ્રાન્ડ રેસ્ટોરન્ટ બિઝનેસમાં તેના રિટેલ સેગમેન્ટ દ્વારા વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે. હાલમાં રિલાયન્સ રિટેલ ગ્રોસરીના વ્યવસાય, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને લાઈફસ્ટાઇલમાં સારો કારોબાર કરી રહી છે. હવે આ આગામી વિસ્તરણ હેઠળ સબવેની ફ્રેન્ચાઇઝી ખરીદવાની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે.
હાલ સબવેની ફ્રેન્ચાઇઝી કોણ ચલાવે છે? સબવેની ફ્રેન્ચાઇઝીનું લાઇટ બાઇટ ફૂડ્સ જે ડાબરના અમિત બર્મનની કંપની છે તે સંચાલન કરે છે. જો કે, તે ડોક્ટર્સ એસોસિએટસની માલિકીની છે જે દરેક ફ્રેન્ચાઇઝી પર આશરે 8 ટકા આવક લે છે. ભારતમાં આ સેગમેન્ટનો બિઝનેસ લગભગ 18000 કરોડ રૂપિયા છે. ડોમિનોઝ હાલમાં 21 ટકા શેર સાથે આ સેગમેન્ટમાં માર્કેટ લીડર છે. બીજી બાજુ, મેકડોનાલ્ડ 11 ટકા હિસ્સા સાથે બીજા નંબરે છે.