Petrol-Diesel Price Today : સતત બીજા દિવસે પેટ્રોલ – ડીઝલના ભાવ સ્થિર રહ્યા, જાણો તમારા શહેરમાં શું છે ઇંધણની કિંમત

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat ) અમદાવાદમાં પ્રતિ લીટર પેટ્રોલ 95.66 અને ડીઝલ 96.03ના ભાવે વેચાઈ રહ્યું છે.

Petrol-Diesel Price Today : સતત બીજા દિવસે પેટ્રોલ - ડીઝલના ભાવ સ્થિર રહ્યા, જાણો તમારા શહેરમાં શું છે ઇંધણની કિંમત
File picture of petrol pump
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2021 | 8:15 AM

Petrol-Diesel Price Today : સરકારી તેલ કંપનીઓએ આજે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ન કરી દેશવાસીઓને રાહત આપી છે. છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહેલા ઇંધણના ભાવ જોકે બે દિવસથી સ્થિર છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ગઈકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવમાં થોડી રાહત મળી છે જેના કારણે આજે બળતણના દરમાં વધારો થયો નથી. ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat ) અમદાવાદમાં પ્રતિ લીટર પેટ્રોલ 95.66 અને ડીઝલ 96.03ના ભાવે વેચાઈ રહ્યું છે.

અહીં પેટ્રોલની કિંમત 100 રૂપિયા કરતા વધારે  4 મેથી સતત વધારા પછ, અત્યાર સુધી ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 100 રૂપિયાને પાર કરી ગઈ છે. જેમાં મુંબઇ, રત્નાગીરી, ઔરંગાબાદ, જેસલમેર, ગંગાનગર, હૈદરાબાદ, લેહ, બાંસવારા, ઇન્દોર, જયપુર, ભોપાલ, ગ્વાલિયર, ગુંટુર, કાકીનાડા, ચિકમગલુર, શિવમોગા, પટણા અને લેહનો સમાવેશ થાય છે.

દરરોજ કિંમત બદલાય છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

જાણો તમારા શહેરના ભાવ તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

જાણો તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલ પ્રતિ લીટર કઈ કિંમતે વેચાઈ રહ્યું છે.
City Petrol Diesel
Delhi 98.81 89.18
Kolkata 98.64 92.03
Mumbai 104.9 96.72
Chennai 99.82 93.74
Ganganagar 109.97 102.35
Ahmedabad 95.66 96.03
Rajkot 95.43 95.81
Surat 95.98 96.37
Vadodara 95.63 95.99
(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">