AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Diesel Price Today : એક્સાઈઝ ડ્યુટી ઓછી કરાતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો, જાણો તમારા શહેરમાં આજના ભાવ

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : એક્સાઈઝ ડ્યુટી ઓછી કરાતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો, જાણો તમારા શહેરમાં આજના ભાવ
Petrol Pump File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 7:21 AM
Share

તાજેતરમાં એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાથી પેટ્રોલ અને ડીઝલની કિંમત(Petrol Diesel Price Today)માં મોટો ઘટાડો થયો છે. આ ઉપરાંત રાજ્યોએ પણ વેટમાં ઘટાડો કર્યો છે. જોકે, આજે ઇંધણની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અમદાવાદમાં  આજે એક લિટર પેટ્રોલની કિંમત 96.42 રૂપિયા છે. આ ઘટાડો  22 મેના રોજ તેની કિંમતમાં 8.69 રૂપિયાના કરાયેલા ઘટાડાને આભારી છે. ડીઝલની વાત કરીએ તો અમદાવાદમાં એક લીટર ડીઝલની કિંમત આજે 92.17 રૂપિયા પ્રતિ લીટર છે. 22 મેના રોજ એક્સાઈઝ ડ્યુટીમાં 7.05 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

કેન્દ્ર સરકારે કેટલો ટેક્સ ઘટાડ્યો?

કેન્દ્ર સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે. ઘટાડા બાદ એવું કહેવામાં આવ્યું હતું કે હવે પેટ્રોલ 9.5 રૂપિયા અને ડીઝલ પણ 7 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થશે. સરકારના આ નિર્ણયને કારણે તિજોરી પર વાર્ષિક આશરે 1 લાખ કરોડ રૂપિયાનો બોજ પડશે.

કયા રાજ્યમાં કેટલું ઘટ્યું ?

કેન્દ્રની જાહેરાત બાદ રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા અને કેરળની સરકારોએ વેટમાં ઘટાડો કર્યો છે. રાજસ્થાનમાં પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ. 2.48 અને ડીઝલ પર રૂ. 1.16 પ્રતિ લિટર વેટ ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે. કેરળ રાજ્ય સરકારે પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ. 2.41 અને ડીઝલ પર પ્રતિ લિટર રૂ. 1.36નો વેટ ઘટાડ્યો છે. ઓડિશા સરકારે પેટ્રોલ પરના વેટમાં રૂ. 2.23 અને ડીઝલ પર રૂ. 1.36નો ઘટાડો કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ. 2.08 અને ડીઝલ પર પ્રતિ લિટર રૂ. 1.44નો વેટ ઘટાડ્યો છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 111.35 અને ડીઝલ રૂ. 97.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Follow Us
બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ
બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ
જેલમાં બેઠા બેઠા સુરતની બેંકમાં કરાવડાવી લૂંટ, જુઓ Video
જેલમાં બેઠા બેઠા સુરતની બેંકમાં કરાવડાવી લૂંટ, જુઓ Video
મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા
મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા
​મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, જુઓ Video
​મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, જુઓ Video
કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ વીડિયો
કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ વીડિયો
ફૂડ વિભાગની મોટી કાર્યવાહી! આઈસ્ક્રીમ અને રસમાં ભેળસેળ જોવા મળી
ફૂડ વિભાગની મોટી કાર્યવાહી! આઈસ્ક્રીમ અને રસમાં ભેળસેળ જોવા મળી
ફાયર વિભાગની ટીમે બાઈકચાલકનું કર્યુ રેસ્ક્યુ
ફાયર વિભાગની ટીમે બાઈકચાલકનું કર્યુ રેસ્ક્યુ
સુરતમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકટ ઝડપાયું
સુરતમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકટ ઝડપાયું
રાજકોટ જિલ્લામાં ધોરણ 10ના પરિણામથી ઉત્સાહ, 130 શાળાનું 100 ટકા પરિણામ
રાજકોટ જિલ્લામાં ધોરણ 10ના પરિણામથી ઉત્સાહ, 130 શાળાનું 100 ટકા પરિણામ
તમને આવકના નવા સ્ત્રોત મળશે, સાંજે આરામ કરવા માટે થોડો સમય કાઢો
તમને આવકના નવા સ્ત્રોત મળશે, સાંજે આરામ કરવા માટે થોડો સમય કાઢો
g clip-path="url(#clip0_868_265)">