Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર થયાના આજે 50 દિવસ પૂરા, અહીં ચેક કરો તમારા શહેરનો પેટ્રોલ-ડીઝલના ભાવ

દિલ્હી, મુંબઈ સહિત દેશના મોટા શહેરોમાં છેલ્લી વખત 22 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં (petrol -diesel Price) ફેરફાર થયો હતો. તે સમયે સરકારે તેલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. 22 મે પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર થયાના આજે 50 દિવસ પૂરા, અહીં ચેક કરો તમારા શહેરનો પેટ્રોલ-ડીઝલના ભાવ
Petrol-Diesel Price Today (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2022 | 9:38 AM

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ રવિવાર, 10 જુલાઈ માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. પેટ્રોલ અને ડીઝલના (Petrol and Diesel Price) ભાવમાં આજે કોઈ ફેરફાર થયો નથી, આ સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયાને 50 દિવસ થઈ ગયા છે. એટલે કે તેલના ભાવ છેલ્લા 50 દિવસથી સ્થિર છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઈલના (Crude Oil) ભાવમાં વધારા સાથે પ્રતિ બેરલ 107 ડોલરની સપાટી વટાવી ગઈ છે.

દરરોજ સવારે 6 વાગ્યે નવા રેટ જાહેર કરવામાં આવે છે

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ આટલા ઉંચા દેખાય છે.

22 મેથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે

દિલ્હી, મુંબઈ સહિત દેશના મોટા શહેરોમાં છેલ્લી વખત 22 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો હતો. તે સમયે સરકારે તેલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. 22 મે પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 111.35 અને ડીઝલ રૂ. 97.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">